• Gujarati News
  • Lifestyle
  • Employment Inequality Between Women And Men In The Country Is Up To 100%, With Men Earning More Than Women

કમાણીમાં ભેદભાવ!:દેશમાં મહિલાઓ અને પુરુષોમાં રોજગારીની અસમાનતા 100% સુધી, મહિલાઓની સરખામણીએ પુરુષોની કમાણી વધુ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકો આજે કહે છે કે જાતિ, ધર્મ અને લિંગમાં કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. આજે સ્ત્રીઓ પુરુષો સમોવડી થઈ ગઈ છે અને બધાં જ ક્ષેત્રમાં કામ કરી રહી છે, પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં આવ્યો છે, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આજે દેશ ભલે ગમે તેટલો આગળ વધી ગયો હોય, પરંતુ જાતિ, ધર્મ અને લિંગના આધારે કેટલો ભેદભાવ થઈ રહ્યો છે એનો અંદાજ ઓક્સફેમ ઇન્ડિયાના નવા 'ઇન્ડિયા ડિસ્ક્રિમિનેશન રિપોર્ટ 2022'થી લગાવી શકાય છે. આ રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે.

સંશોધકોના મતે, લિંગ ભેદભાવને કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની અસમાનતા 100% છે. શહેરી વિસ્તારોમાં આ આંકડો 98%નો છે.

મહિલાઓની સરખામણીએ 2.5 ગણું વધુ કમાય છે પુરુષો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમાન શિક્ષણ અને અનુભવ હોવા છતાં પુરુષો મહિલાઓની સરખામણીએ 2.5 ગણી વધુ કમાણી કરે છે. પુરુષો અને સ્ત્રીના પગારમાં 93%નો તફાવત જોવા મળ્યો છે. ગામડાંમાં રોજ કમાતા પુરુષો મહિને સરેરાશ 3,000 રૂપિયા સ્ત્રીઓ કરતાં વધુ કમાય છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની કમાણીમાં અંતર પૈકી 91.1% અંતર ભેદભાવને કારણે થાય છે. માસિક વેતન મેળવતી મહિલાઓની ઓછી કમાણીનું 66% કારણ લિંગ ભેદભાવ પણ છે.

SC/ST લોકો સાથે પણ ભેદભાવ કરવામાં આવે છે
તો આ રિપોર્ટમાં દલિત અને આદિવાસીઓની કમાણીની તુલના સામાન્ય વર્ગના લોકો સાથે કરવામાં આવી હતી. એ અનુસાર શહેરમાં SC/ST કેટેગરીના કર્મચારીઓની સરેરાશ આવક 15,312 રૂપિયા છે, જ્યારે સામાન્ય વર્ગના લોકોની કમાણી 20,346 રૂપિયા છે. આ પરથી અંદાજ લગાવી શકાય કે SC/ST કેટેગરીના લોકોની સરખામણી સામાન્ય વર્ગ 33% વધુ કમાઈ છે.

આ સિવાય સામાન્ય વર્ગના જે લોકો ધંધો કરે છે તેની SC/ST કેટેગરીના લોકોની કમાણી કરતાં એક તૃતીયાંશ વધારે છે. તો સંશોધકોએ દાવો કર્યો હતો કે SC/ST કેટેગરીના ખેતમજૂરોને સામાન્ય કેટેગરી કરતાં ચોથા ભાગની ઓછી લોન મળે છે.

કોરોનામાં સૌથી વધુ મુસ્લિમ લોકો બેરોજગાર થયા
2020માં શરૂ થયેલી કોરોના મહામારીના પ્રથમ ક્વાર્ટરમાં મુસ્લિમોમાં બેરોજગારી વધીને 17% થઈ ગઈ છે. 2019-20માં 15 વર્ષ કે તેથી વધુ વયની શહેરી મુસ્લિમ વસતિના 15.6% પાસે નિયમિત પગારવાળી નોકરીઓ હતી. તો બીજી તરફ 23.3% બિનમુસ્લિમો નિયમિત પગારવાળી નોકરીમાં હતા. 68% કેસોમાં સાંપ્રદાયિક ભેદભાવને કારણે શહેરી મુસ્લિમો પાસે ઓછી રોજગારી છે.

જો કમાણીની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં બિનમુસ્લિમો દર મહિને 20,346 રૂપિયાની કમાણી કરે છે, પરંતુ મુસ્લિમો માત્ર 13,672 રૂપિયાની કમાણી કરે છે. બિનમુસ્લિમો પોતાનો વ્યવસાય કરે છે, તેઓ દર મહિને સરેરાશ 15,878 રૂપિયા કમાય છે, જ્યારે મુસ્લિમો માત્ર 11,421 રૂપિયા કમાય છે.