તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Emirates Staff Advised Indian origin Siblings To Stay In The Toilet After Being Allergic To Nuts, Lying In A Corner With A Blanket For 7 Hours.

સુવિધા કે સજા?:ભારતીય મૂળના ભાઈ-બહેનને સૂકોમેવાથી એલર્જી હોવા પર એમિરેટ્સ સ્ટાફે તેમને ટોઈલેટમાં રહેવાની સલાહ આપી, 7 કલાક ધાબળો ઓઢીને ખૂણામાં પડ્યાં રહ્યાં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહનન સહોતા અને સંદીપ સહોતા નામના મૂળ ભારતીયો સાથે ઈંગ્લેન્ડથી દુબઈ જતી ફ્લાઈટમાં આ ઘટના બની
  • બંનેને નટ્સથી એલર્જી હતી અને ફ્લાઈટમાં કાજુવાળી બિરિયાની પીરસાઈ રહી હતી
  • અનેકો વખત આજીજી કરવા છતાં સ્ટાફે તેમને ટોઈલેટમાં રહેવાની સલાહ આપી

દુબઈની એમિરેટ્સ ફ્લાઈટ્સમાં મૂળ ભારતીય ભાઈ બહેન સાથે વિચિત્ર વ્યવહાર થયો છે. ભાઈ બહેન ઈંગ્લેન્ડથી એમિરેટ્સ ફ્લાઈટમાં દુબઈ ટ્રાવેલ કરી રહ્યા હતા. બંનેને નટ્સ (સૂકામેવા)ની એલર્જી હતી. ફ્લાઈટમાં નટ્સ પીરસાતાં તેમણે ફ્લાઈટ અટેન્ડન્સને ટકોર કરી તો તેમણે બંનેને ટોઈલેટમાં બેસવાની સલાહ આપી.

આ ઘટના શાહનન સહોતા અને સંદીપ સહોતા નામના મૂળ ભારતીયો સાથે બની છે. 40 મિનિટની ફ્લાઈટમાં અનેકો વખત તેમણે ફ્લાઈટના સ્ટાફને ટકોર કરી કે તેમને નટ્સથી એલર્જી છે,પરંતુ ફ્લાઈટમાં અન્ય પેસેન્જર્સને બિરિયાની પીરસવામાં આવી જેમાં કાજુ હતા.

એલર્જીથી બચવા માટે ટોઈલેટમાં બેસવાની સલાહ આપી
ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ભાઈ બહેને અનેકો વખતે સ્ટાફને વિનંતી કરીને જણાવ્યું કે તેમને નટ્સ એલર્જી છે તેથી આ પ્રકારનું ભોજન ન પીરસવામાં આવે, પરંતુ અન્ય પેસેન્જર્સને ભોજન પીરસવાનું શરૂ થયું હતું. ફ્લાઇટ અટેન્ડન્સે બંનેને કહ્યું કે એલર્જીથી બચવા માટે તેઓ ટોઈલેટમાં બેસી જાય.

આટલું જ નહિ તેમને કહેવામાં આવ્યું કે ટોઈલેટમાં બેસવામાં કોઈ તકલીફ ન પડે તેના માટે તેઓ ઓશીકું લઈ જઈ શકે છે. જોકે બંનેએ સ્ટાફની સલાહ ન માની 7 કલાક સુધી પ્લેનની બેઠક વ્યવસ્થાની પાછળની જગ્યામાં પસાર કર્યા. આ દરમિયાન બંનેએ ધાબળો ઓઢી તેમનો ચહેરો ઢાંકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...