ઈલોન મસ્ક એ એક એવી હસ્તી છે કે, જે ભાગ્યે જ હેડલાઇન્સથી દૂર હોઈ. પછી તે ટ્વિટર ખરીદવાની બાબત હોય કે કર્મચારીઓને બરતરફ કરવાની. તેની સાથે જોડાયેલી નાનામા નાની બાબત પણ મોટા વિવાદનું સ્વરુપ ધારણ કરી લે છે. જો કે, આ વખતે ટ્વિટરનાં નવા બોસે કોઈ વિવાદ નહીં પણ એક અલગ કારણોસર લાઈમલાઈટનો ભાહ બન્યો છે. અબજોપતિએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ખુલાસો કર્યો હતો કે, તેણે 13 કિલોથી વધુ વજન ઘટાડ્યું છે.
ઈલોન મસ્કે જાહેર કર્યું કે, ‘તેણે 13 કિલો વજન ઘટાડ્યું છે’
તે એક યુઝરનાં ટ્વીટનો જવાબ આપી રહ્યો હતો, જેણે કહ્યું હતું કે, ‘તમારું વજન એક ટન ઓછું થઈ ગયું છે, ઈલોન! અદ્ભુત તમારી આ મહેનત ચાલુ રાખો.’ યુઝરે ટ્વીટમાં મસ્કની બે ફોટોઝ પણ પોસ્ટ કરી હતી, જેમાં તેનું વજન ઘટ્યાનું ટ્રાન્સફોર્મેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. મસ્કે યૂઝરને જવાબ આપવામાં લાંબો સમય રાહ જોઈ નહીં. તેણે રિપ્લાયમાં ટ્વીટ કર્યું કે, ‘ડાઉન 30 એલબીએસ!’
ઈલોન મસ્કે તેના વજનમાં ફેરફાર પાછળનાં ત્રણ કારણો જાહેર કર્યા
જ્યારે બીજા એક યૂઝરે તેને પૂછ્યું, ‘સૌથી વધુ ફરક શેનાથી પડ્યો છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘ઉપવાસ + ઓઝેમ્પિક / વેગોવી + મારી નજીક કોઈ સ્વાદિષ્ટ ખોરાક નથી.’ (ઓઝેમ્પિક અને વેગોવી એ બે બ્રાન્ડ નામો છે, જેનો ઉપયોગ નોવો નોર્ડિસ્ક ઇન્જેક્ટેબલ સેમાગ્લુટાઇડનાં બજારમાં કરે છે. ઓઝેમ્પિકનો ઉપયોગ ટાઇપ-2 ડાયાબિટીસની સારવાર માટે અને કેટલાક દર્દીઓમાં મોટી કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓથી બચવા માટે થાય છે, જ્યારે વેગોવીનો ઉપયોગ લાંબા ગાળાનાં વજનને નિયંત્રિત કરવા માટે થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.)
ત્યારબાદ અન્ય એક યૂઝરે મસ્કને પૂછ્યું કે, ‘શું તેની ડાયાબિટીઝની દવા ‘ઓઝેમ્પિક’ બર્પ્સ (પેટમાં અથવા ઉપરનાં આંતરડાના ભાગમાંથી તીવ્ર હવાનું દબાણ મોઢા તરફ આવવું) જેવી આડઅસરનું કારણ બને છે અથવા તો સડેલા ઇંડા જેવા સ્વાદ ધરાવે છે? ’ તેના જવાબમાં ટ્વિટર બોસે કહ્યું ‘હા, નેક્સ્ટ-લેવલ’
થોડા મહિના પહેલાં જ અબજોપતિએ શેર કર્યું હતું કે, એક મિત્રએ તેને આવું કરવાની સલાહ આપ્યા પછી તે સમયાંતરે ઉપવાસ કરતો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘એક સારા મિત્રની સલાહ પર, હું સમયાંતરે ઉપવાસ કરું છું અને હવે તંદુરસ્ત અનુભવું છું.’
પિતા ઇરોલ મસ્કે પુત્રનાં વજનને લઈને ટીકા કરી હતી
તે જ મહિનામાં તેમના પિતા ઇરોલ મસ્કે ‘ખરાબ રીતે ખાવા’ માટે તેમનાં પુત્રની ટીકા કરી હતી. તેમણે એમ પણ ભલામણ કરી હતી કે, તેમના પુત્રએ તેનું વજન નિયંત્રણમાં લાવવા માટે ડાયટ પિલ્સ લેવી જોઈએ. મસ્કે એકવાર કહ્યું હતું કે, ‘તે સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું પસંદ કરે છે અને ઈચ્છે છે કે તે કસરત કર્યા વિના તેનું વજન ઘટાડે.’ ‘ધ જો રોગન એક્સપિરિયન્સ’ પોડકાસ્ટ પર બોલતી વખતે, મસ્કે સ્વીકાર્યું હતું કે, ‘તેની પાસે એક વ્યક્તિગત ટ્રેનર છે, પરંતુ તેઓએ સાથે મળીને વર્કઆઉટ કર્યાને એક લાંબો સમય વીતી ગયો હતો.
તેણે જાહેર કર્યું હતું કે, ‘તે દોડવાનું પસંદ નથી કરતો અને જ્યારે તે ટ્રેડમિલ પર જાય છે ત્યારે તે ફક્ત ટીવી જ જુએ છે.’
‘ઈલોન મસ્ક હોવું ખરેખર કેવું લાગે છે?’
તાજેતરમાં ઈલોન મસ્કે સ્વીકાર્યું હતું કે, ‘તે પોતાની જાતને કડક નિયંત્રણમાં રાખીને ત્રાસ આપે છે. તેમણે ઇન્ડોનેશિયાનાં બાલીમાં બિઝનેસ 20 (B20) સંવાદમાં ‘ઈલોન મસ્ક હોવું ખરેખર કેવું લાગે છે?’ તે સમજાવ્યું હતું. વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ B20 સમિટમાં રૂબરૂ હાજરી આપવાના હતા, પરંતુ આ અઠવાડિયે શરૂ થનારી હાલની કાનૂની બાબતને કારણે તેઓ તેમ કરી શક્યા ન હતા.
મસ્કને ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, ‘યુવાનો ‘પૂર્વનાં મસ્ક’ બનવા માટે શું કરી શકે છે?’ તેની ત્વરિત પ્રતિક્રિયા એ હતી કે, ‘બી કેરફુલ! વ્હોટ યુ વિશ ફોર’ તેણે સમજાવ્યું કે, ‘આજનાં યુવાનો ફક્ત તે જ બનવા માગે છે, જેની તેઓ કલ્પના કરે છે કે તે તેના જેવું છે.’ તેણે કહ્યું, ‘હું મારી જાતને તણાવ આપીને પોતાની જાતનાં એક નવા વર્ઝન એટલે કે નેક્સ્ટ લેવલ પર પહોંચું છું.’ તેમણે આ પ્રશ્નનો જવાબ આપવાનું ચાલુ રાખતાં કહ્યું હતું કે, જે કોઈપણ વ્યક્તિ કશુંક ઉપયોગી બાબત સિદ્ધ કરે છે તે સફળ થઈ શકે છે, જેમ તે થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.