• Gujarati News
  • Lifestyle
  • Electricity: Walking On Wood Floor Into Electricity To Power LED Lightbulbs; All You Need To Know

ઇનોવેશન:લાકડાંના ફ્લોર પર ચાલવાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે, તેનાથી LED બલ્બ ઝળહળી ઉઠશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડું સરળતાથી અને સસ્તી કિંમતે મળતું હોવાને લીધે નેનોજનરેટરમાં તેનો ઉપયોગ કર્યો
  • સાયન્સની ભાષામાં આ વર્કિંગને ટ્રાઈબોઈલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય છે

હવે લાકડાંના ફ્લોર પર ચાલવાથી વીજળી જનરેટ થશે. ઇન્ટરનેશનલ વૈજ્ઞાનિકોની એક ટીમે એવું નેનોજનરેટર બનાવ્યું છે, જેની પર ભાર પડતાની સાથે વીજળી પ્રોડ્યુસ થશે. આ ઇલેક્ટ્રિસિટીથી LED બલ્બ ચાલુ કરી શકાશે.વૈજ્ઞાનિકોએ કહ્યું, લાકડું સરળતાથી અને સસ્તી કિંમતે મળતું હોવાને લીધે આ નેનોજનરેટરને ઘરમાં લગાવવું પણ ફાયદાકારક રહેશે

જર્નલ મેટરમાં પબ્લિશ રિસર્ચ પર પ્રમાણે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું કામ નેનોજનરેટર કરે છે. આ નેનોજનરેટર બનાવવામાં પણ બે લાકડાંના ટુકડાનો ઉપયોગ કર્યો છે. લાકડાંની એક તરફ પોલિડીમેથાઈલસિલોક્સેન (PDMS) અને બીજી બાજુ જિયોલિટિકે ઈમિડેઝોલેટ ફ્રેમવર્ક (ZIF-8)નું લેયર ચઢાવ્યું છે.

આ બંને કેમિકલ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતી વખતે ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા અને છોડવા માટે જવાબદાર છે. લાકડાંનો એક ભાગ પોઝિટિવ ચાર્જ અને બીજી ભાગ નેગેટિવ ચાર્જ તરીકે કામ કરે છે.

લાકડાંના બંને ટુકડા વચ્ચે ઇલેક્ટ્રોડ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ વુડન ફ્લોર પર કોઈ વ્યક્તિ ચાલે છે ત્યારે એનર્જી મળે છે અને તે ચાર્જ થઇ જાય છે. આ કારણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. આ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ LED બલ્બ ચાલુ કરવા માટે કરી શકાય છે. સાયન્સની ભાષામાં આને ટ્રાઈબોઈલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય છે.

પ્રોટોટાઇપ તૈયાર કર્યું
સંશોધકોએ જણાવ્યું કે, નેનોજનરેટર એક પ્રોટોટાઈપ છે. ભવિષ્યમાં તેને રૂમમાં ફિટ કરીને આપણી ચાલવાની મુમેન્ટથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાશે. આ સમગ્ર પ્રોસેસમાં કેટલો ખર્ચ આવશે તેની ચોખવટ કરી નથી. સ્વિત્ઝર્લેન્ડની ETH ઝ્યુરિક યુનિવર્સિટી, ચીનની ચોન્ગકિંગ યુનિવર્સિટી અને નોર્થવેસ્ટર્નની ઇલિનોઈસ યુનિવર્સિટીના સંશોધકોએ આ રિસર્ચ કર્યું છે.

લાકડાંની પસંદગી કેમ કરી?
રિસર્ચરે કહ્યું, લાકડું સસ્તું, સારું અને સરળતાથી મળતું મટિરિયલ છે. ઇન્ટિરિયરમાં પણ આ સારું લાગે છે. ભવિષ્યમાં રેડી થતી સ્માર્ટ બિલ્ડિંગમાં આવા એનર્જી હાર્વેસ્ટિંગ ફ્લોર કરીને વીજળી જનરેટ કરી શકાશે. નેનોજનરેટરની ઉપર અને નીચે એક-એક લાકડાંની એક્સ્ટ્રા લેયર હોવાને લીધે વ્યક્તિ ડાયરેક્ટ ટચ નહીં કરી શકે આથી આવા ફ્લોરમાં કોઈ જોખમ પણ નથી.

લાકડું નહીં હોય તો અન્ય કોઈ વસ્તુમાંથી નેનોજનરેટર બનાવવામાં મુશ્કેલી પડશે. લાકડાંમાં ટ્રાઈબોન્યુટ્રલ હોય છે અને તેમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું કોઈ જોખમ હોતું નથી. કયા પ્રકારના લાકડાંનો ઉપયોગ કરવો બેસ્ટ છે? આ ટોપિક પર રિસર્ચ થયું. તેમાં ખબર પડી કે, નેનોજનરેટર બનાવવા માટે સ્પ્રસ નામનું લાકડું બેસ્ટ છે. યુરોપમાં સૌથી વધારે સ્પ્રસ લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ સસ્તું અને સરળતાથી અવેલેબલ છે.