એક પરિવારમાં લડાઈ-ઝઘડા થવા સામાન્ય વાત છે. પરંતુ જ્યારે પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય ત્યારે પ્રેમ ઓછો થતો નથી. ઈન્ટરનેટ પર હૃદયને સ્પર્શી જાય તેવો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ દંપતિ એટલા માટે પોલીસ સ્ટેશન જાય છે કેમ કે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની મધ્યસ્થતા કરાવનાર પોલીસ અધિકારી અનોખી રીત અપનાવી, જેથી ઝઘડો થાળે પડી શકે અને તેઓ ખુશ થઈને પોતાના ઘરે જઈ શકે.
વૃદ્ધ દંપતિના ઝઘડાનું પોલીસે સમાધાન કરાવ્યું
પોલીસ અધિકારી વૃદ્ધ દંપતિને મોત્તીચૂરના લાડુ ખવડાવવા માટે કહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ દાદા પોતાની પત્નીને લાડુ ખવડાવતી વખતે ટિપ્પણી કરવાથી કતરાતા નથી. તેઓ કહે છે કે જ્યારે તેણે લાડુ ખવડાવ્યો તો તે તેમના હાથને બચકું ભરવાનો પ્રયાસ કરી રહી હતી. આ ટિપ્પણી કરતા આજુબાજુના પોલીસવાળા હસી પડ્યા. હૃદયને સ્પર્શી જાય તેવો આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. આ ઘટના યુપીના શહેર ગોંડાના કટરા બજારની છે.
બાદમાં વૃદ્ધ દંપત્તિએ એકબીજાને મિઠાઈ ખવડાવી
મીડિયા રિપોર્ટસના અનુસાર, ઝઘડા પછી પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધ દંપતિને સમજાવવા માટે ગોંડા પોલીસના અધિકારીઓએ અથાક પ્રયાસ કર્યા. પોલીસ કર્મીઓએ વૃદ્ધ દંપત્તિને ખૂબ સમજાવ્યાં અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. ગોંડા પોલીસના એસપી સંતોષ મિશ્રાને તેમના વિવાદને ઉકેલવામાં સફળતા મળી અને દંપત્તિએ એકબીજાને મિઠાઈ ખવડાવીને ઝઘડાનો અંત લાવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.