તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્સ્પિરેશન:નાઈજીરિયામાં 8 મહિનાનાં ગર્ભ સાથે તાઈક્વોન્ડો સ્પર્ધામાં ભાગ લઈને મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો

2 મહિનો પહેલા
ગર્ભવતી થયા પછી પણ અમિરાતે ટ્રેનિંગ શરુ રાખી હતી
  • નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલે અમિનાત ઇદ્રીસનો વીડિયો શેર કર્યો છે
  • અમિરાતે કહ્યું, પ્રેગ્નન્સી પહેલાં અને પછી મારી ટ્રેનિંગમાં કોઈ ફેરફાર થયો નથી

નાઈજીરિયામાં એક મહિલા એથ્લીટે નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન તાઈક્વોન્ડોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મહિલા ખેલાડીના વખાણ ચારેકોર થઇ ગયા છે. તેણે 8 મહિનાનાં ગર્ભ સાથે ભાગ લીધો અને તે ગોલ્ડ મેડલ પણ જીતી. નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલે મહિલાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઇને યુઝર્સ અમિનાત ઇદ્રીસનાં વખાણ કરી રહ્યા છે.

વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, બેનિનમાં નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન પ્રેગ્નન્ટ અમિનાત ગોલ્ડ મેડલ જીતી દરેક માટે એક ઇન્સ્પિરેશનલ વ્યક્તિ બની ગઈ છે. અમિનાતને 8 મહિના ગર્ભ છે અને તેણે તાઈક્વોન્ડોમાં મિક્સ પુમ્સે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ગોલ્ડ મેડલ જીત્યા પછી અમિરાતે કહ્યું, મારા માટે આ ખુશીની પળ છે. મેં એકવાર નક્કી કરી દીધું હતું અને એ માટે ઘણીવાર ટ્રેનિંગ પણ લીધી. હું પ્રેગ્નન્ટ થઇ તે પહેલાં પણ ટ્રેનિંગ ખૂબ એન્જોય કરતી હતી. આથી પ્રેગ્નન્સી પછી પણ મારા માટે બધ નોર્મલ જ હતું મને કંઈ અલગ લાગતું નહોતું.

ન્યૂઝ એજન્સી CNN સાથે વાતચીત દરમિયાન અમિરાતે કહ્યું, ઘણાબધા લોકોને હજુ તાઈક્વોન્ડો શું છે તે ખબર નથી. હું ઈચ્છું છું કે વધારે લોકો આના વિશે જાણે. તાઈક્વોન્ડોની બે બ્રાંચ છે, એક-કોમ્બાટ સ્પોર્ટ અને બીજી પુમ્સે. પુમ્સેમાં એક્સર્સાઈઝ હોય છે. હેન્ડ અને લેગની ટેક્નિક દર્શાવે છે. મેં પૂમ્સે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેમાં કોઈ જોખમ જેવું હતું નહિ આથી મેં ભાગ લેવાનું નક્કી કર્યું. આ નોન કોન્ટેક્ટ સ્પોર્ટમાં મને મારા ડૉક્ટરે પરવાનગી આપી હતી. પ્રેગ્નન્સીમાં તાઈક્વોન્ડો કરવું ખોટું નથી. ગોલ્ડ મેડલ જીતીને હું ઘણી ખુશ થઈ છું.

અન્ય સમાચારો પણ છે...