ગાંડપણ:ઈજીપ્તમાં એક વ્યક્તિ આખેઆખો કીપેડ ફોન ગળી ગયો, 6 મહિના સુધી નેચરલી ફોન ના નીકળ્યો તો ડૉક્ટર પાસે દોડી ગયો, 2 કલાકની સર્જરી પછી માંડ જીવ બચ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં એક્સ-રે કરતા દર્દીના પેટમાં ફોન હોવાની વાત ખબર પડી
  • ડૉક્ટરે કહ્યું, મેં લાઈફમાં પ્રથમવાર આવો કિસ્સો જોયો

ઈજીપ્તમાં ડૉક્ટરની ટીમે દર્દીનું ઓપરેશન કરીને પેટમાંથી આખેઆખો ફોન કાઢ્યો છે.ફોન જોઈને તો ડૉક્ટર પણ એક પળ માટે ચોંકી ગયા હતા કારણકે આ ફોન દર્દીના પેટમાં 6 મહિનાથી હતો. દર્દી નેચરલ રીતે ફોન બહાર નીકળે તેની રાહ જોતો હતો પણ તેમ થયું નહીં.

ફોન જાતે નીકળી જશે એમ વિચારી 6 મહિના રાહ જોઈ
6 મહિના પહેલાં દર્દી પીળા રંગનો કીપેડ ફોન ગળી ગયો હતો. ફોન કેમ ગળ્યો તેનું કારણ તો તે બોલ્યો જ નથી. આવી વાત ડૉક્ટરને કહેવામાં સંકોચ થતો હતો આથી તેણે 6 મહિના સુધી દુખાવો સહન કર્યો. પેટમાં ફોન હોવાને લીધે તેનું ભોજન પણ સરખું પચતું નહોતું. દુખાવો અસહ્ય થઈ જતા દર્દીએ હોસ્પિટલના પગથિયાં ચડ્યા.

2 કલાક સર્જરી ચાલી
હોસ્પિટલમાં એક્સ-રે કરતા દર્દીના પેટમાં ફોન હોવાની વાત ખબર પડી. આ દર્દીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરીને દર્દીને મોતના મુખમાંથી બહાર કાઢ્યો. સર્જરી ટોટલ 2 કલાક ચાલી હતી. હાલ દર્દીની તબિયત એકદમ સારી છે. આ સર્જરી એસ્વાન યુનિવર્સીટી હોસ્પિટલમાં થઈ હતી.

ફોનમાં રહેલી બેટરી જોખમી વસ્તુ હતી
હોસ્પિટલના ચેરમેન મોહમ્મદ અલ દહશોરીએ કહ્યું કે, મેં લાઈફમાં પ્રથમવાર આવો કિસ્સો જોયો. દર્દી આખો ફોન ગળી ગયો હતો. ફોન ગળવાનું કારણ જણાવ્યું નહોતું. આ ફોનની બેટરી જો તેના પેટમાં બ્લાસ્ટ થાત તો તેનો જીવ જઈ શકતો હતો. સમયસર ટ્રીટમેન્ટ મળતા દર્દીનો જીવ બચી ગયો.

એક મહિના પહેલાં આવો કેસ આવ્યો હતો
આ કેસ યુરોપના કોસોવો દેશની રાજધાની પ્રિસ્ટિનાનો છે. 33 વર્ષીય દર્દી પોપ્યુલર ફોન નોકિયા 3310 ગળી ગયો હતો.આ ફોન વર્ષ 2000માં લોન્ચ થયો હતો. ફોન ફસાઈ જતા તે પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ ગયો.

હોસ્પિટલમાં અમુક ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે પેટમાં દુખાવો નોકિયા ફોનને લીધે થઇ રહ્યો છે. આ ફોનની સાઈઝ મોટી હતી. ઉપરથી ફોનની બેટરીમાં પણ ઘણા નુકસાનકારક કેમિકલ્સ હતા. જો ફોનની બેટરી ફાટે તો દર્દીના જીવને વધારે જોખમ હતું. આથી એક પણ સેકન્ડ બગાડ્યા વગર ડૉક્ટરે સર્જરી કરીને ફોન ભાર કાઢ્યો. ડૉ. સ્કેન્ડરે દર્દીનો આ કેસ ફોટો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. શેર કરેલા એક્સ-રેમાં પેટમાં ફસાયેલો ફોન દેખાયો.

ડૉ. સ્કેન્ડરે કહ્યું, સ્કેન કર્યા પછી ખબર પડી કે દર્દીના પેટમાં મોબાઈલના ત્રણ ભાગ થઇ ગયા છે. સૌથી વધારે ચિંતા મોબાઈલ ફોનની બેટરીની હતી. પેટમાં બેટરી ફાટવાની ઘણી બધી શક્યતાઓ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ આવ્યો હતો. દર્દીએ ફોન ગળવા પાછળનું કારણ કહ્યું નહોતું. ડૉક્ટરની ટીમે 2 કલાકની સર્જરીમાં તેનો જીવ બચાવી લીધો.