• Gujarati News
  • Lifestyle
  • Egg Freezing Became An Option For Grooming A Career, But Marriage Certificate Is Necessary To Become A Mother In India

સ્માર્ટ ટેક્નિક:કરિયરને પ્રાયોરિટી આપવા માટે હવે મહિલાઓ એગ્સ ફ્રીઝિંગ કરાવી રહી છે, એક વર્ષનો ખર્ચો 1.50 લાખ રૂપિયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એગ ફ્રીઝિંગ પ્રોસેસમાં મહિલાઓને સ્વાસ્થ્યનું કોઈ જોખમ રહેતું નથી
  • કેન્સર અને PCODથી પીડિત મહિલાઓએ આ પ્રોસેસ કરાવવી જોઈએ

કરિયરને પ્રથમ પ્રાયોરિટી આપનારી સ્વતંત્ર મહિલાઓ માટે માતા બનવાનું પ્રેશર અઘરું હોય છે. આ પ્રેશરને સાઈડ પ્લીઝ કહી હાલ મહિલાઓ કરિયરને પ્રાયોરિટી આપી એગ ફ્રીઝિંગ કરાવી રહી છે. એગ ફ્રીઝિંગનો ટ્રેન્ડ પહેલાં અમેરિકા અને યુરોપ જેવાં દેશમાં હતો હવે ઈન્ડિયામાં પણ બન્યો છે.

એગ ફ્રીઝિંગ કેટલું સુરક્ષિત છે અને તેની પાછળ કેટલો ખર્ચો આવે છે તે જાણવા માટે 'દિવ્ય ભાસ્કરે' ફર્ટિલિટી કન્સલ્ટન્ટ અને ગાયનોકોલોજિસ્ટ સાથે વાત કરી.

એગ ફ્રીઝિંગ
આ પ્રક્રિયામાં મહિલાના ગર્ભાશયમાં સૌથી હેલ્ધી સ્ત્રીબીજ બહાર કાઢી તેને મેડિકલ સુપરવિઝનમાં રાખવામાં આવે છે. જ્યારે મહિલા માતા બનવા માગે ત્યારે આ સ્ત્રીબીજ ફર્ટિલાઈઝ કરી ભ્રૂણ વિકસિત કરી તેને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કોઈ જોખમ રહેતું નથી.

ભારતમાં એગ ફ્રીઝિંગ માટે અલગ જ માનસિકતા
ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને સિંગાપોર જેવા દેશમાં મહિલાઓ ગમે તે ઉંમરે અને અપરિણીત હોય તો પણ કોઈ પણ ડર વિના એગ ફ્રીઝિંગ કરાવી શકે છે. ભારતમાં એગ ફ્રીઝિંગ માટે પતિ હોવો જરૂરી મનાય છે. ફર્ટિલિટી સેન્ટરમાં એગ ફ્રીઝિંગ બાદ ફર્ટિલાઈઝેશન સમયે મહિલા કોના દ્વારા માતા બનવા માગે છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

દર વર્ષનો ખર્ચો 1.50 લાખ રૂપિયા
એગ્સ સ્ટોરેજ માટે દર વર્ષે મિનિમમ 1થી 1.50 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. ભારતમાં ઘણી MNC તેને મેડિકલ કવરમાં સામેલ કરે છે. અસેન્ચર કંપનીમાં મહિલાઓના મેડિકલ કવરમાં સરોગસી અને ફર્ટિલિટીની સમસ્યા સામેલ છે. વીવર્ક કંપની 1 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટનું કવર આપે છે. દેશમાં આશરે 11 કંપનીઓ એગ ફ્રીઝિંગને મેડિકલ કવરમાં સામેલ કરે છે.

30 વર્ષ પહેલાં આ પ્રોસેસ કરાવાથી ફાયદો
ડૉ. પલ્લવી જણાવે છે કે કરિયરને પ્રાયોરિયી આપી મહિલાઓ એગ ફ્રીઝ કરાવા માગે છે તો તેમણે 35 વર્ષની ઉંમર પહેલાં આ કામ કરાવી લેવું જોઈએ. 30 વર્ષ પછી હેલ્ધી એગ્સ ઉત્પન્ન કરવામાં સમસ્યા આવે છે. તેને ફર્ટિલાઈઝ કરવામાં ઘણી સમસ્યા થાય છે. 30 વર્ષ પહેલાં એગ્સ ફ્રીઝિંગ ઘણું સારું રહે છે. 30 વર્ષની પહેલાં એગ ફ્રીઝિંગ કરાવાથી પ્રેગ્નન્સી સક્સેસ રેટ 75થી 77% રહે છે.

સ્ટાર્ટ અપ શરૂ કરવા એગ્સ ફ્રીઝિંગ
દિલ્હીમાં રહેતી 32 વર્ષની પારુલ સિંહ MNCમાં કમ્યુનિકેશન એક્સપર્ટનું કામ કરે છે. તે કરિયરને પ્રાયોરિટી આપવા માગે છે. તેને પોતાનો સ્ટાર્ટ અપ બિઝનેસ શરુ કરવો છે. લગ્ન અને બાળકો તેની પ્રાયોરિટી નથી. સ્ટાર્ટ અપ બિઝનેસના પ્રોગ્રેસમાં ફેમિલી પ્લાનિંગ બાધા ન બને તે માટે તેણે એગ્સ ફ્રીઝિંગ કરાવાનો નિર્ણય લીધો છે.

આ મેડિકલ સમસ્યામાં એગ્સ ફ્રીઝિંગ બેસ્ટ ઓપ્શન
હરિયાણાની ક્લાઉડ નાઈન ફર્ટિલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને ગાયનોકોલોજિસ્ટ ડૉ. પલ્લવી જણાવે છે કે આ 4 કેસમાં એગ્સ ફ્રીઝિંગ બેસ્ટ રહે છે:

1. કેન્સર: એવી મહિલાઓ જે કોઈ પણ પ્રકારના કેન્સરથી પીડિત છે અને તેમની કીમોથેરપી ચાલી રહી છે તેમણે આ પ્રોસેસ કરાવવી જોઈએ.

2. એન્ડોમેટ્રિયોસિસ: ગર્ભાશયમાં જે મહિલાઓને સમસ્યા થતી હોય. ગર્ભાશય અને અંડકોષમાં લેયર બની જવાથી એગ્સ ન બનતા હોય તેમના માટે આ પ્રોસેસ બેસ્ટ સાબિત થાય છે.

3. PCOD અને અર્લી એજ મેનોપોઝ: ખરાબ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણની અસરની કારણે વહેલાં મેનોપોઝ આવી ગયો હોય અથવા PCODની સમસ્યા હોય તેમના માટે આ ટ્રીટમેન્ટ સારી છે.

4. સ્પર્મ કાઉન્ટ ઓછા: IUI અને IVF ટ્રીટમેન્ટ ચાલી રહી હોય પરંતુ પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઓછાં હોવાથી પ્રેગ્નન્સીમાં વધારે સમય લાગી રહ્યો હોય તેવી મહિલાઓ પોતાના હેલ્ધી એગ્સ ફ્રીઝ કરાઈ શકે છે.