લાલ-લાલ ટામેટાંના અઢળક ગુણ:સવારે ટામેટાં ખાવાથી ઇમ્યુનિટી વધે છે તો ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અનેક બીમારીઓ દૂર થાય છે, પરંતુ કાકડી સાથે ખાવાની ભૂલ ન કરો

16 દિવસ પહેલાલેખક: ભાગ્ય શ્રી સિંહ
  • કૉપી લિંક

ટામેટાંનો ભોજનમાં અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. શાકભાજી, ગ્રેવીને ઘટ્ટ કરવામાં, સૂપ અને સલાડમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટાં ભોજનના સ્વાદને વધારે છે. કાચું ટામેટું સલાડ તરીકે ખાવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એ પેટમાં રહેલા જીવાણું સામે લડે છે. આયુર્વેદાચાર્ય ડો. અમિત સેન જણાવી રહ્યા છે કે સવારે ખાલી પેટે કાચું ટામેટું ખાવાના ફાયદા શું છે...

ટામેટાં પોષક તત્ત્વોનો ખજાનો છે
ટામેટાંમાં વિટામિન C, લાઇકોપીન, પોટેશિયમ, બી કોમ્પ્લેક્સ અને અનેક પોષક તત્ત્વો હોય છે, જેનાથી કોલેસ્ટેરોલ લેવલ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવા માટે ડાઇટિંગ કરી રહ્યા છો તો ટામેટાંનું સેવન કરવું જોઈએ.

ખાલી પેટ ટામેટાંને કઈ રીતે ખાવા જોઈએ
સવારે એકદમ ખાલી પેટ ટામેટાં ખાવા જોઈએ નહીં. એને અન્ય પ્રકારની શાકભાજી, જેમ કે લેટ્યૂસ(Lettuce), બીટ, કોર્ન સાથે મિક્સ કરીને સલાડની જેમ લેવું. તમે ટામેટાં સૂપ, જ્યૂસ અથવા મિક્સ વેજિટેબલ જ્યૂસ પણ ટ્રાય કરી શકો છો.

બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે
ટામેટાંના જ્યૂસમાં લાઇકોપીન, બીટા કેરોટીન અને વિટામિન E હોય છે. તે કેરોટીનોયડ એન્ટી ઓક્સિડેન્ટ જેવું કામ કરે છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ સિવાય આ ન્યૂટ્રિયન્ટ્સ હાઈ બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

વજન ઘટાડવું હોય તો ટામેટાંનું સેવન કરો
ટામેટાંનો જ્યૂસ પીને વજન ઘટાડી શકાય છે. એમાં રહેલા ફાઇબર પેટને સાફ કરે છે, જેથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થાય છે. જો એને ફાઇબર માટે ખાવામાં આવી રહ્યા છે તો જ્યૂસની જગ્યાએ સલાડમાં સામેલ કરવાં જોઈએ.

શુક્રાણુ વધારે, ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે
ટામેટાંમાં લાઇકોપીન હોય છે, જે એક નોન-પ્રોવિટામિન A કેરોટીનોયડ છે, જેને કારણે એનો રંગ લાલ હોય છે. લાઇકોપીન મેલ ઇનફર્ટિલિટીને દૂર કરવાની સાથે જ શુક્રાણુઓની સંખ્યા વધારે છે. પ્રોસ્ટેટ કેન્સરમાં પણ એ ફાયદાકારક છે. એ ઇમ્યુનિટી વધારે છે, જેથી શરીર રોગ સામે લડી શકે છે. કોઈપણ વ્યક્તિ આહારમાં રહેલા લગભગ 10% -30% લાઇકોપીનને એબ્સોર્બ કરી શકે છે.

કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત કરે છે
કેલ્શિયમ દાંત અને હાડકાં મજબૂત કરે છે. 100 ગ્રામ ટામેટાંમાં 10 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. એને ખાવાથી હાડકાંની બીમારી ઘટે છે. એ શરીરમાં કેલ્શિયમની ખોટને દૂર કરે છે.

શુગરના દર્દીઓ માટે અસરદાર
ટામેટાંમાં નારિંગિન કમ્પાઉન્ડ હોય છે. એન્ટીડાયાબિટિક ગુણને કારણે એ લોહીમાં ગ્લુકોઝના લેવલને ઘટાડવામાં મદદ કરે છે, સાથે જ ટામેટાં જ્યૂસ લાઇકોપીન, બીટા-કેરોટીન, પોટેશિયમ, વિટામિન-સી, ફ્લેવોનોઇડ, ફોલેટ અને વિટામિન-ઈથી ભરપૂર હોય છે. આ તત્ત્વો ટાઇપ 2 ડાયાબિટીઝના ખતરાને ઘટાડે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક હોય છે.

આંખની બીમારીઓમાં ફાયદાકારક
ટામેટાંમાં વિટામિન C હોય છે, જે આંખની બીમારીઓથી બચાવે છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સેલ્સને હેલ્ધી રાખે છે અને આંખના તેજને વધારે છે.

દુખાવાને દૂર કરે છે, સોજો ઘટાડે છે
ટામેટાંમાં ફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. એ એનાલ્જેસિક એટલે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. એમાં રહેલાં લાઇકોપીન, બીટા-કેરોટીન, વિટામિન C, વિટામિન E જેવા બાયો એક્ટિવ કમ્પાઉન્ડ સોજાને ઘટાડે છે.

ફોલેટથી ભરપૂર, પ્રેગ્નન્સીમાં ફાયદાકારક
ટામેટાંમાં ફોલેટ પુષ્કળ માત્રમાં હોય છે. આ તત્ત્વમાં માતાના ગર્ભમાં ઊછરી રહેલા ભ્રૂણને કરોડરજ્જુ અને દિમાગના રોગથી બચાવે છે, એટલે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે એ ફાયદાકારક છે.

લિવર માટે શ્રેષ્ઠ, મગજને સ્વસ્થ રાખે
ટામેટાંમાં રહેલા લાઇકોપીન આલ્કોહોલિક લિવરની બીમારીઓને રોકે છે. એના સેવનથી લિવર કેન્સરના ખતરાને ઘટાડે છે. સલાડ તરીકે કે જ્યૂસ તરીકે ટામેટાં લિવર માટે ફાયદાકારક છે. આ સિવાય એ મગજ માટે પણ જરૂરી છે. એમાં રહેલા લાઇકોપીન અલ્જાઇમર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં મદદ કરે છે. એમાં રહેલ વિટામિન C ન્યૂરોટ્રાન્સમીટર, નોરપેનેફ્રીનનું નિર્માણ કરે છે. વિટામિન Cની માત્રા ઘટવાથી વ્યક્તિના મગજ પર ખરાબ અસર પડે છે.

ચામડીની સમસ્યાને દૂર કરે છે
ટામેટાંમાં મળી આવતા લાઇકોપીન સૂર્યના ખતરનાક UV કિરણોથી ચામડીની રક્ષા કરે છે. સનબર્ન હોય તો ઓના ટુકડાને સ્ક્ન પર લગાવવાથી ફાયદો થાય છે. ટામેટાં બેસ્ટ ક્લિંઝર જેવું કામ કરે છે. સ્ક્ન ક્લિનિંગ માટે ટામેટા ઉપયોગમાં લઈ શકાય છે.

વાળને મજબૂત બનાવવા માટે
ટામેટાંનો રસ વાળ માટે ફાયદાકારક છે. એમાં મળી આવતા ફ્લેવોનોઇડ્સ વાળને ખરતા અટકાવે છે. ટામેટાં વિટામિન-Aથી ભરપૂર છે. એ વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.

કાકડી સાથે ટામેટાં ખાવાં જોઈએ નહીં
કાકડી જલદી પચી જાય છે, ટામેટાંનાં બીજને પચાવવામાં સૌથી વધારે સમય લાગે છે. જો તમે બંને એકસાથે સલાડમાં લેશો તો પેટમાં એસિડ બનવા લાગશે, જેથી પેટ ફૂલવાની અને શરીરમાં સોજાની સમસ્યા થશે.

ટામેટાંનાં બીજ કિડની માટે નુકસાનકારક
ટામેટાંનાં બીજ કિડનીને નુકસાન પહોંચાડે છે, એનાથી પથરીની સમસ્યા થાય છે. આયુર્વેદમાં કિડની સ્ટોનના રિસ્કને જોતાં જ ટામેટાંનાં બીજ કાઢીને તેને સલાડમાં લેવાની સલાહ આપવામાં આવે છે.