બટાટા ખાતાં પહેલાં ચેતજો:અંકુરિત બટાટા ખાવાથી વધી શકે છે બ્લડશુગર લેવલ અને ફૂડ-પોઇઝનિંગનું જોખમ

14 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

સામાન્ય રીતે બટાટા તો બધાનાં ઘરમાં હોય છે. ઘણાં ઘરમાં ઓછો વપરાશ હોય છે તો ઘણાં ઘરમાં વધુ હોય છે, પરંતુ જો વધારે દિવસ સુધી બટાટા પડ્યા રહે છે તો એ અંકુરિત થઈ જાય છે, એટલે કે બટાટા ઊગી જાય છે. અંકુરિત બટાટા ખાવાને લઈને પણ ઘણી વાત કરવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે એને ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે, જ્યારે કેટલીક મહિલાઓ બટાટાના અંકુરને કાઢીને એનો ઉપયોગ કરે છે. ડાયટિશિયન સ્વાતિ વિશ્નોઈ જણાવે છે, અંકુરિત બટાટા ખાવા જોઈએ કે નહીં.

અંકુરિત બટાટા સ્વાસ્થ્ય માટે સારા નથી. અંકુરિત થવાનો અર્થ છે કે શાકભાજી રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આવા બટાટાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બટાટાના ખાડાવાળા ભાગોમાંથી અંકુરિત લાગે છે. જ્યારે અંકુરિત થાય છે ત્યારે બટાકામાં જોવા મળતો કાર્બોહાઇડ્રેટ 'સ્ટાર્ચ' ખાંડમાં ફેરવાઈ જાય છે, જેને કારણે એ ખૂબ નરમ બની જાય છે. આ પ્રક્રિયા સોલાનિન અને આલ્ફા-કેકોનિન નામના બે આલ્કલોઇડ્સના ઉત્પાદનનું કારણ બને છે. સેલાનિનને ઝેરી ગણવામાં આવે છે.

લીલા બટાટા ક્યારે પણ ન ખાવા જોઈએ
તો લીલા બટાટા પણ ન ખાવા જોઈએ. એનો ઉપયોગ કરતાં પહેલાં લીલા ભાગને કાપીને અલગ કરી લેવો જોઈએ. લીલા બટાટા ખાવાથી ફૂડ-પોઈઝનિંગ પણ થઈ શકે, અભ્યાસ મુજબ. જો બટાટાને લાંબા સમય સુધી રાખવામાં આવે અને પોચા પડી જાય અથવા કરચલીઓ હોય તો એને ફેંકી દેવા જ બેસ્ટ છે.

બટાટાથી બ્લડશુગર વધે છે
નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરના રિપોર્ટ અનુસાર, અંકુરતી બટાટા ફેંકી દેવાનું વધુ સારું માનવામાં આવે છે. મોટા ભાગનાં ઘરોમાં બટાટાની ખરીદી મોટા પ્રમાણમાં થાય છે. પરિણામે, અંકુર ફૂટવાનું થોડા દિવસો પછી શરૂ થાય છે, પરંતુ લોકો એની અવગણના કરે છે અને શાકભાજીમાં એનો ઉપયોગ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફણગાયેલા બટાટા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક.
આ અંગે નેશનલ કેપિટલ પોઇઝન સેન્ટરનું કહેવું છે કે જો ઘરમાં રાખવામાં આવેલા બટાટા અંકુરિત થઈ ગયા હોય તો એને ફેંકી દેવાનું વધુ સારું છે. આવા બટાટા સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક સાબિત થાય છે. ફણગાયેલા બટાટા ઝેરી બની જાય છે. નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરના રિપોર્ટ અનુસાર, બટાટામાં કુદરતી રીતે સોલાનિન અને ચેકોનિન જેવાં કેટલાંક ઝેરી તત્ત્વો હોય છે. જોકે એ તેમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, તેથી એ અંકુરિત થતાં જ એમાં બંને ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધવા લાગે છે. એટલા માટે આવા બટાટાને કોઈપણ સ્વરૂપમાં ખાવાથી એ તત્ત્વો શરીરમાં પહોંચવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા બટાટા એક કે બેવાર ખાવાથી વધુ નુકસાન થાય છે.

બટાટાનાં ઝેરી તત્ત્વો શરીરમાં પહોંચવા લાગે છે ત્યારે ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવો થાય છે.
બટાટાનાં ઝેરી તત્ત્વો શરીરમાં પહોંચવા લાગે છે ત્યારે ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવો થાય છે.

આ લક્ષણો જોવા મળે
રિપોર્ટ અનુસાર, જો બટાટાનાં ઝેરી તત્ત્વો શરીરમાં વધુ પ્રમાણમાં જોવા મળે તો ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળે છે, જેમ કે ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવો. કેટલાક લોકોમાં એનાં લક્ષણો હળવા હોય છે અને કેટલાકમાં આ લક્ષણો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, લો બ્લડપ્રેશર, તાવ અને માથાનો દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે. જો એને યોગ્ય સમયે રોકવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે, તો સાવધાન રહો.

બટાટા અંકુરિત ન થાય એ માટે રાખો આ ધ્યાન

  • જો બટાટામાં લીલો રંગ દેખાઈ રહ્યો હોય અથવા એ ક્યાંક અંકુરિત થઈ ગયો હોય તો એ ભાગને કાઢી લો.
  • બટાટાને એવી જગ્યાએ રાખો, જ્યાં વધારે તડકો ના આવે અથવા તો ઠંડી પણ ન હોય.
  • એને હંમેશાં ડુંગળી જેવી શાકભાજીથી અલગ રાખો, કારણ કે એ ગેસ છોડે છે, જે બટાટામાં અંકુરિત થવાનું શરૂ કરી શકે છે.
  • જો તમે વધુ બટાટા ખરીદ્યા છે તો તમે એને કોટન બેગમાં રાખી શકો છો. બેગ એવી હોવી જોઈએ કે એમાંથી હવા પસાર થઈ શકે.
  • જો બટાટામાંથી અંકુરિત ભાગને અલગ કરી દેવામાં આવે તો એને બગીચામાં વાવીને બટાટાના છોડ ઉગાડી શકાય છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.