• Gujarati News
  • Lifestyle
  • Eating Samosas Is Banned In Some Countries And Wearing Yellow Clothes Is Prohibited In Some Countries, Let's Know The Strange Rules

આ દેશોમાં છે વિચિત્ર કાયદો:કોઈ દેશમાં સમોસા ખાવા ઉપર પ્રતિબંધ તો કોઈ દેશમાં પીળા કપડાં પહેરવાની મનાઈ, આવો જાણીએ અજીબ નિયમો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક દેશમાં અલગ-અલગ નિયમ અને કાયદાઓ હોય છે. જેનું પાલન દરેક નાગરિકો કરે છે. અમુક દેશમાં વિચિત્ર નિયમ અને કાયદાઓ હોય છે કે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આજે અમે તમને જણાવીશું કે, અમુક દેશમાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે, તો અમુક જગ્યાએ પીળા કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ છે. આ કાયદાઓ જાણીને તમને પણ વિચાર આવશે કે નિયમો અને કાયદાઓ પણ વિચિત્ર છે.

ચ્યુંઈગમ ખાવા ઉપર પણ પ્રતિબંધ?
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' આ સૂત્ર ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લાગુ કરવામાં આવ્યું છે. દેશ કે શહેર સ્વચ્છ રહે તે માટે અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે, ત્યારે સિંગાપુરની અમુક જગ્યાએ ચ્યુંઈગમ ખાવા પર પ્રતિબંધ છે. ત્યાંના લોકોને સાફ-સફાઈ રાખવાનું પસંદ છે અને તેમને લાગે છે કે, ચ્યુંઈગમ ખાનારા લોકો ગંદકી વધારે ફેલાવે છે અને ઘણીવાર તો ચ્યુંઈગમ ખાઈને કોઈ પણ જગ્યાએ ફેંકી પણ દે છે. તેથી સ્વચ્છતા જળવાતી નથી. આ કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ દેશમાં પીળા કપડાં પહેરવા પર પ્રતિબંધ
સામાન્ય રીતે આપણે બધા જ કલરના કપડાં પહેરીએ છીએ, પરંતુ મલેશિયામાં પીળા કલરના કપડાં પહેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 2015થી લાદવામાં આવ્યો છે, તમને વિચાર આવ્યો હશે કે, લાલ, કાળા, લીલા કલરના નહીં પરંતુ પીળા કલરના કપડાં પહેરવા પર કેમ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે? પીળા કપડાં પર પ્રતિબંધ પાછળનું કારણ એવું છે કે, અહીં વડાપ્રધાન વિરુદ્ધ બોલનારા લોકોએ પીળા કલરના કપડાં પહેર્યા હતા, ત્યારથી કોઈ વ્યક્તિ પીળા કલરના કપડાં કે ઝંડા લઈને રસ્તા પર નથી નીકળી શકતું.

લો બાળકોનું નામ પણ સરકાર આપે તેમાંથી પસંદ કરવાનું?
બાળકનું નામ પસંદ કરવાનો અધિકાર માતા-પિતાને હોય છે. પરંતુ ડેનમાર્ક દેશમાં તમે તમારા બાળકનું નામ તમારી પસંદનું નથી રાખી શકતા. આ માટે સરકાર 7000 નામનું એક લિસ્ટ આપે છે. તેમાંથી જ તમારે તમારા બાળકનું નામ પસંદ કરવાનું હોય છે. આમ છતાં પણ જો તમને 7000 નામમાંથી નામ પસંદ નથી આવતું અને તમે બીજું નામ રાખવા માગો છો તો તમારે સરકાર અને ચર્ચની મંજૂરી લેવી પડે છે.

લો બોલો સમોસા ખાવા ઉપર પણ પ્રતિબંધ!
દેશ-વિદેશમાં પણ ખાવાને લઈને કોઈ પણ પ્રકારના પ્રતિબંધ હોતા નથી. પરંતુ સોમાલિયા એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. સોમાલિયાના લોકો ત્રિકોણ આકારને ખ્રિસ્તી હોવાનું પ્રતીક માને છે. તેથી સોમલોયાની સરકારે સમોસાનો આકાર ત્રિકોણ હોવાને કારણે પ્રતિબંધ ફરમાવ્યો છે.

અહીં જોંગિગ પર છે પ્રતિબંધ
લોકો ફિટ રહેવા માટે કસરત, વોકિંગ અને જોંગિગ કરતા હોય છે. પરંતુ પૂર્વ આફ્રિકાના બુરંડી દેશમાં જોંગિગ કરવા પર પ્રતિબંધ છે. 2014માં રાષ્ટ્રપતિએ મનાઈ કરી હતી. જાણીને નવાઈ લાગશે પરંતુ જોગિંગની મનાઈ કરવા પાછળનું કારણ એવું છે કે, ઘણાં લોકો અસામાજિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે જોંગિગની મદદ લે છે.