સામાન્યપણે કહેવાય છે કે ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે. પરંતુ હવે તેને માત્ર એક સલાહ જ ગણવામાં આવે છે. પરંતુ, તમારી આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો તેની પ્રબળ સંભાવના છે કે તમે પણ તેને અનુસરશો.
જર્મનીની કોલોન યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે સ્થળે વ્યક્તિ કામ કરે છે અને ત્યાં તેમના સહકર્મીઓ ફળ અથવા ઘરનું ભોજન લે છે તો અન્ય કર્મચારીઓ પણ જંકફૂડ છોડીને ઘરનો જ આહાર લેવાનું પસંદ કરે છે. રિસર્ચ અનુસાર પરિવાર અથવા પાડોશી પણ એવું કરે છે તો વ્યક્તિ પ્રેરિત થાય છે, પરંતુ સહકર્મીઓથી જલદી પ્રભાવિત થાય છે.
113 કંપનીના કર્મચારીઓ પર સંશોધન કરવામાં આવ્યું
તેનું મોટું કારણ એ છે કે એક વ્યક્તિ તેમના સહકર્મીઓ સાથે મહત્તમ સમય વિતાવે છે, અનેક કલાકો સુધી કામ કરે છે, વાતો કરે છે. પરિણામે, તેનો પ્રભાવ વધુ પડે છે. 113 સંસ્થાઓના 4 હજારથી વધુ કર્મચારીઓ પર થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઓફિસવર્ક કરતા લોકો પાસે વ્યાયામ કરી શકે તેટલો પર્યાપ્ત સમય હોતો નથી.
પછી તેઓ સહકર્મીઓ સ્વસ્થ રહેવા માટે શું કરે છે તેનું આકલન કરે છે. પૌષ્ટિક આહાર અને ફળોનું સેવન એ જ વિકલ્પોમાંથી એક છે. સાથે જ સરળ પણ છે. જેને કારણે લોકો તેનું સેવન શરૂ કરે છે.
લોકો ઓફિસમાં રોલમોડલને કોપી કરે છે
રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓફિસમાં જ લોકોના રોલમોડલ હોય છે, જેમને તેઓ અનુસરવા માટે પ્રયાસ કરે છે. જ્યારે રોલમોડલ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો આરોગે છે ત્યારે તે પણ એ જ ટ્રેન્ડ અનુસરે છે.
યુવાઓ સ્વસ્થ ભોજન મગાવતા શરમ અનુભવે છે
એક રિસર્ચ અનુસાર બ્રિટનમાં 10થી 25ની ઉંમરના 49% લોકો પોતાના મિત્રોની વચ્ચે ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવામાં શરમ અનુભવતા હતા. સાથે જ 55%તો પોતાના ડાયટ અંગે સોશિયલ મીડિયા પર અપડેટ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.