• Gujarati News
  • Lifestyle
  • Earn Rs 1 Lakh By Getting Enough Sleep For 30 Days, Each Night Company's Offer For Whole World

કૂલ જોબ:સ્લીપ ગાઈડન્સ આપતી ‘ઈચ નાઈટ’ કંપનીની લોભામણી ઓફર, 30 દિવસ સુધી પૂરતી ઊંઘ કરીને 1 લાખ રૂપિયાની કમાણી કરો

6 મહિનો પહેલા
નેપ રીવ્યૂઅર્સની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
  • સ્ટડીમાં સામેલ થનારાએ ટોટલ 30 દિવસ સુધી કંપનીની ગાઈડલાઈન્સ પ્રમાણે ઊંઘ લેવાની રહેશે
  • ફોર્મ અપ્લાય કરવાની છેલ્લી તારીખ 31 મે, 2021 છે

કોરોના મહામારીમાં અનેક લોકોને અનિંદ્રાની તકલીફ વધી ગઈ છે, ઘણા લોકોનું રૂટીન બગડી જતા ઊંઘવા માટે પૂરતો સમય આપી શકતા નથી. આ ટાઈમમાં જો તમને એક મહિનો ઊંઘવાના 1 લાખ રૂપિયા મળે તો? હા, આ કોઈ મજાક નથી પણ સાચી વાત છે. ઈચ નાઈટ(Each night)વેબસાઈટ લોકોને ઊંઘવાની ટિપ્સ અને તેમની પ્રોબ્લેમનું સોલ્યુશન જણાવે છે.

5 લકી લોકોને ચાન્સ મળશે
હાલ તેઓ સ્લીપ થિઅરી સ્ટડી કરવા માટે 5 નેપ રીવ્યૂઅર્સને શોધી રહ્યા છે. ઊંઘવાની બદલે તેમને 1500 ડોલર એટલે કે 1.1 લાખ રૂપિયા મળશે. આ સ્ટડીમાં સામેલ થનારાએ ટોટલ 30 દિવસ સુધી કંપનીની ગાઈડલાઈન્સ પ્રમાણે ઊંઘ લેવાની રહેશે. ટેસ્ટિંગ પીરિયડ દરમિયાન એપ્લિકેન્ટે એકલા સૂવાનું રહેશે અને ઊંઘ દરમિયાન કોઈ પણ પ્રકારનું ડીસ્ટર્બન્સ ના હોવું જોઈએ.

અંગ્રેજી લખતા અને વાંચતા આવડવું જોઈએ
આ સ્ટડીમાં ભાગ લેવા ઇચ્છતા લોકો 31 મે, 2021 સુધી કંપનીની વેબસાઈટ પર જઈને તેમણે જાહેર કરેલું ફોર્મ ભરી અપ્લાય કરી શકે છે. આ સ્ટડીમાં ભાગ લેવા માટે ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને 30 દિવસ માટે તેણે બીજ બધા કામ છોડીને માત્ર આ સ્ટડી પર જ ધ્યાન આપવાનું રહેશે. કંપનીએ દુનિયાભરના લોકો માટે આ ઓફર મૂકી છે. આ સ્ટડીમાં ભાગ લેનારાને અંગ્રેજી લખતા અને વાંચતા આવડવું જરૂરી છે.

કંપનીએ અત્યાર સુધી 250થી પણ વધારે સ્લીપ પર સાયન્ટિફિક રિસર્ચ કર્યા છે
કંપનીની વેબસાઈટ પ્રમાણે, 30 દિવસના કોર્સમાં ડેડિકેટેડ નેપર્સ રોજ નવા-નવા એક્સ્પરિમેન્ટમાંથી પસાર થશે. પાર્ટિસિપેટની ઊંઘ પર સ્ટડી કરીને તેની મન અને શરીર પર થતી અસર નોંધવામાં આવશે. દરેક એક્સપરિમેન્ટ દરમિયાન વીડિયો કોલ ફરજીયાત ચાલુ રાખવો પડશે જેથી કંપનીનું ધ્યાન તેમના પર જ રહે. દરેક નેપ રીવ્યૂઅરને ટેસ્ટિંગ પીરિયડ પૂરો થઇ ગયા પછી 1500 ડોલરનું પેમેન્ટ એટલે કે 1.1 લાખ રૂપિયા મળશે. સ્ટડીમાં સામેલ થવા ઇચ્છતા લોકો કંપનીની વેબસાઈટ પર જઈ 21 મે પહેલાં ફોર્મ ભરી શકે છે. ઈચ નાઈટ રીડર્સને સ્લીપ ગાઈડન્સ આપે છે તેઓ અત્યાર સુધી 250થી પણ વધારે સ્લીપ પર સાયન્ટિફિક રિસર્ચ કરી ચૂક્યા છે.

આની પહેલાં પણ દેશ-વિદેશની ઘણી બધી કંપનીઓએ સ્લીપ પર સ્ટડી કરવા માટે આ રીતની ઓફર્સ આપી છે.

અન્ય સમાચારો પણ છે...