• Gujarati News
  • Lifestyle
  • Due To The Rare Disease, This Model Weighs One Foot 45 Kg, Listen To The Taunts Of The People But Do Not Give Up, Prove Yourself To Have Earned A Name In The Fashion World

જોશની જીત:દુર્લભ બીમારીને લીધે 23 વર્ષીય મોડલના એક પગનું વજન 45 કિલો છે, અનેક લોકોના ટોણા સાંભળીને ફેશનની દુનિયામાં ઓળખ બનાવી

5 મહિનો પહેલા
  • મહોગનીની બીમારી લિમ્ફેડેમાની કોઈ સારવાર નથી
  • લોકોએ મોડલને તેનો એક પગ કપાવવા માટે સલાહ આપી હતી

અમેરિકામાં રહેતી 23 વર્ષીય મોડલ મહોગની જન્મ એક દુર્લભ બીમારી લિમ્ફેડેમા સાથે થયો. આ બીમારીમાં શરીરના અમુક ભાગોમાં વધારે લિક્વિડ જમા થઈ જાય છે. આ કારણકે તેના એક પગ પર સોજો આવ્યો અને તેનું વજન 45 કિલો થઈ ગયું. આ બીમારીની આજ સુધી કોઈ દવા શોધાઈ નથી. બાળપણથી મહોગનીનો પગ જોઈને લોકો તેની મજાક ઉડાવતા હતા. ધીમે-ધીમે તેનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો પણ તે મક્કમ રહીને આગળ વધી અને ફેશનની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી. મહોગની લોકોને કહે છે, મારા દિલ જેટલું સુંદર છે, તેટલી જ સુંદર હું છું. સોશિયલ મીડિયા પર આજની તારીખે પણ ઘણા લોકો મને ટ્રોલ કરે છે પણ હું તેમને ઇગ્નોર કરું છું.

કપરા સમયમાં માતાએ સાથે આપ્યો
મોડલિંગ દરમિયાન 45 કિલો વજનનો પગ છુપાવવાને બદલે મહોગની તેને કેમેરા સામે બતાવે છે. મહોગનીની બીમારીની સારવાર કોઈ ડૉક્ટર પાસે નથી. મહોગની તેની ત્રણ બહેનોમાં સૌથી મોટી છે. તેણે કહ્યું, મારી બીમારી વિશે ખબર પડી ત્યારે મને ખૂબ ચિંતા થતી હતી. કપરા સમયે મારી માતા હંમેશાં મારી સાથે ઊભી રહી. તે સમયે મને ક્યારેય નહોતું કે હું સુંદર છું. હું હંમેશાં એવું વિચારતી કે ભગવાને મને શ્રાપ આપ્યો છે. એ પછી મેં પોતાને સ્વીકારી અને મોડલિંગની દુનિયામાં પગ મૂકીને એક અલગ ઓળખ બનાવી.

ડાબા પગનું વજન 45 કિલો
શરુઆતમાં મહોગનીને આટલા વજનનાં પગ સાથે ચાલવામાં ઘણી તકલીફ થતી હતી, પણ ધીમે-ધીમે તે જિંદગીનો એક ભાગ બની ગયો. આજે મહોગની દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટિવ છે. તે ફોટોમાં કોઈ પણ ખચકાટ અનુભવ્યા વગર પોતાનો પગ દેખાડે છે. હાલ તેના એક પગનું વજન 45 કિલો છે.

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે લોકો તેને પગ કપાવવાની સલાહ આપતા હતા. મહોગની હાલ તેની લાઈફમાં ઘણી ખુશ છે અને તે અન્ય લોકોને પણ પ્રેરણા આપતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...