સ્ટડી / સનસ્ક્રીન લોશન લગાવવાથી શરીરને વિટામિન ડી મળે છે

Due to sunscreen lotion, the body gets vitamin D

divyabhaskar.com

May 16, 2019, 09:44 AM IST

હેલ્થ ડેસ્કઃ ગરમીની સિઝનમાં ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. સનસ્ક્રીન લોશન લગાવવાથી તડકા સામે ત્વચાને રક્ષણ મળે છે. સનસ્ક્રીનના ઉપયોગ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ થોડા સમય પહેલાં સનસ્ક્રીન પર કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સનસ્ક્રીનનો ઉપયોગ આપણા શરીરને મળતા વિટામિન ડી પર અસર કરે છે. તાજેતરમાં થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું કે, સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી વિટામિન ડીના પ્રોડક્શન પર કોઇ અસર થતી નથી પણ સનસ્ક્રીનના ઉપયોગ કરનાર લોકોમાં વિટામિન ડીની વૃદ્ધિ થઇ છે.

સનસ્ક્રીન પર થયેલી સ્ટડીને `બ્રિટિશ જર્નલ ઓફ ડર્મેટોલૉજી' નામની વિદેશી મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર,`સૂર્યપ્રકાશમાં યૂવીએ (Ultraviolet-A)અને યૂવીબી (Ultraviolet-B)રેડિએશન હોય છે. યૂવીબી રેડિએશન ડી સંશ્લેષણ માટે જરૂરી હોય છે. સ્ટડીમાં એક જ એસપીએફની સાથે બે સનસ્ક્રીનની સરખામણી કરવામાં આવી હતી. વધારે યૂવીએવાળા સનસ્ક્રીન અને ઓછી યૂવીએવાળા સનસ્ક્રીનની સરખાણીમાં વધારે વિટામિન ડી સંશ્લેષણ કરે છે.'

સનસ્ક્રીન પર કરવામાં આવેલી સ્ટડીના નિષ્કર્ષમાં જાણવા મળ્યું કે,`સનસ્ક્રીનના ઉપયોગ કરવાથી ત્વચા તો સુરક્ષિત રહે છે, તે સાથે વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થઇ શકે છે.'

લંડનની કિંગ્સ કોલેજના અન્ટની યંગનું કહેવું છે કે,`સૂર્યપ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે. તે સાથે સનસ્ક્રીનથી સનબર્ન અને સ્કિન કેન્સરને રોકી શકાય છે, પરંતુ વિટામીન ડી પર સનસ્ક્રીનના પ્રભાવને લઇને અનિશ્ચિતતા રહી છે. જો કે મારા મતે સનસ્ક્રીનના ઉપયોગથી વિટામિન ડીમાં પર કોઇ ખાસ ફરક પડતો નથી.'

X
Due to sunscreen lotion, the body gets vitamin D
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી