તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Due To Lack Of Network, Students Are Forced To Climb Three Km Daily For Online Class And Study On The Hill In Goa

લગન:ઓનલાઈન અભ્યાસને લીધે રોજ ત્રણ કિલોમીટર ચઢાણ કરવા વિદ્યાર્થીઓ મજબૂર, નેટવર્ક ના આવતાં પર્વત પર જઈને ભણે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસ મહામારીને લીધે મહિનાઓથી બંધ પડેલી સ્કૂલ-કોલેજોને લોધે અભ્યાસને ઘણું નુકસાન થયું છે. આ પરિસ્થતિમાં અભ્યાસ ચાલુ રાખવા માટે હવે ઓનલાઈન ડિવાઈસની મદદ લેવી પડી રહી છે. દેશમાં અનેક એવાં ગામ છે જ્યાં નેટવર્ક કે ઇન્ટરનેટના અભાવને લીધે ઓનલાઈન અભ્યાસમાં તકલીફ થઇ રહી છે. પરંતુ આ તકલીફમાં અભ્યાસ ચાલુ રાખવાનું જૂનુન ગોવામાં જોવા મળ્યું છે. અહિ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ઓનલાઈન ક્લાસ માટે રોજ 3 કિમીનું ચઢાણ કરીને પર્વત પર પહોંચે છે.

25 વિદ્યાર્થીઓમાં ઘણી છોકરીઓ પણ સામેલ
વન્યજીવ અભયારણ્યમાં સ્થિત આ પર્વત પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી મળે છે. 25 વિદ્યાર્થીઓના આ ગ્રુપમાં મોટાભાગે છોકરીઓ જ છે. છેલ્લા ઘણા મહિનાથી દક્ષિણ ગોવાના સંગમ તાલુકામાં પર્વત પર ચઢીને અભ્યાસ કરવું આ વિદ્યાર્થીઓ માટે એક રૂટીન બની ગયું છે. વિદ્યાર્થીઓ આ રસ્તામાં આવતી તકલીફોથી પણ ડરતા નથી. મહામારીને લીધે સ્કૂલ-કોલેજો બંધ થતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસની મદદથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી રહ્યા છે.

પર્વત પર સારું સિગ્નલ મળે છે
પણજી શહેરથી દક્ષિણમાં આશરે 100 કિમીના અંતરે સંગમ તાલુકાના કુમારી અને પાત્રે ગામ આવેલાં છે. અહીના બાળકો રોજ પર્વત પર ચઢે છે કારણ કે તેમને મોબાઈલનું સિગ્નલ ત્યાં સારું મળે છે અને ઓનલાઈન અભ્યાસમાં કોઈ અડચણ આવતી નથી. નીલિમા એકદો નામની એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, અમે સવારે આઠ વાગે અહિ આવીએ છીએ અને બપોરે 1 વાગ્યા સુધી ક્લાસ પૂરા થયા પછી ઘરે પરત જઈએ છીએ.

ગાંવકર કોલેજમાં ભણતી પ્રવિતાએ કહ્યું કે, અમે ઘણીવાર સાપને રસ્તામાં જોતા છે પણ ઓનલાઈન ક્લાસ માટે અમારે ફરજીયાત અહિ આવવું જ પડે છે. જિલ્લા અધિકારીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, વિસ્તારમાં BSNLના દરેક ટાવર સારી રીતે કામ કરે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો