તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Due To His Rare Physical Condition, The Brazilian Did Not Expect To Live Even 24 Hours, Now At The Age Of 44, Become A Motivational Speaker.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિંદાદિલી:બ્રાઝિલનો આ યુવાન પીઠ પર લટકતા માથે જન્મેલો, ડૉક્ટરોએ 24 કલાક નહીં જીવે તેવી આગાહી કરેલી, હવે 44 વર્ષની ઉંમરે મોટિવેશનલ સ્પીકર બની લોકોને પ્રેરણા આપે છે

એક મહિનો પહેલા
'કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ' નામની બીમારી હોવાથી ક્લાઉડિયોના હાથ પગ વાંકા છે અને તેનુું માથું પીઠ તરફ વળેલું છે
  • ક્લાઉડિયોને 'કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ' નામની રેરેસ્ટ બીમારી છે
  • તેણે જીવનથી હાર ન માની મનભરીને જીવવાનું નક્કી કર્યું
  • હાલ તે સામાન્ય જીવન જીવી અનેક લોકોને પ્રેરણા આપે છે

પોતાનાં શરીરથી અનેક લોકોને ફરિયાદો હોય છે. બોડી શેમિંગથી બચવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ ખુશ હોતા નથી, પરંતુ બ્રાઝિલનો ડિફરન્ટલી એબલ્ડ ક્લાઉડિયો વિયેરિયા ડે ઓલિવેરિયા જરાક અલગ તરી આવે છે. તેને જન્મથી જ માથું પીઠ તરફ વળેલું છે અને હાથ-પગ વાંકા છે તેમ છતાં તે એકદમ નોર્મલ લાઈફ જીવીને ખુશ છે. એટલું જ નહિ તે એક મોટિવેશનલ સ્પીકર છે અને હજારો લોકોને પ્રેરણા આપે છે.

ક્લાઉડિયો 44 વર્ષનો છે. તેના જન્મ સમયે ડૉક્ટર્સે કહ્યું હતું કે આ બાળક 24 કલાકથી વધારે નહિ જીવી શકે. અને કુદરતની કમાલ છે કે તે આજે 44 વર્ષનો થયો અને ખુશમિજાજીથી જીવન પસાર કરી રહ્યો છે. તેણે મોટિવેશનલ સ્પીકર તરીકે પોતાના કરિયરની પસંદગી કરી છે.

ક્લાઉડિયો પોતાના શારીરિક પડકારથી હાર ન માની અન્ય લોકોને પ્રેરણા આપે છે
ક્લાઉડિયો પોતાના શારીરિક પડકારથી હાર ન માની અન્ય લોકોને પ્રેરણા આપે છે

રેર મેડિકલ કન્ડિશનથી પીડિત
ક્લાઉડિયોને 'કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ' નામની રેરેસ્ટ બીમારી છે. આ કન્ડિશનને લીધે તેના પગ અને હાથના મસલ્સ સામાન્ય નથી. તેના હાથ તેની છાતી સાથે જ કાયમી જોડાયેલા છે અને તેનું માથું પીઠ તરફ ઝુકેલું છે.

ક્લાઉડિયોને 'કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ' નામની બીમારીથી પીડિત છે
ક્લાઉડિયોને 'કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ' નામની બીમારીથી પીડિત છે

પોતાના શારીરિક પડકારોથી હાર ન માની ક્લાઉડિયોએ એક સામાન્ય અને ખુશીથી ભરપૂર જીવન જીવવાનું નક્કી કર્યું હાલ તે અનેક લોકોને પ્રેરણા આપે છે. તે પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.

ભગવાનને પ્રાર્થના
કોરોનાકાળમાં ક્લાઉડિયો પણ તેની ઝપેટથી બચ્યો નથી તેને કોરોના થયો અને તે આઈસોલેશનમાં છે. તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે કે આ બીમારીથી તેને જલ્દી છૂટકારો મળે અને તે ફરી સામાન્ય લાઈફ જીવી શકે.

ક્લાઉડિયોની સફળતાઓ
ક્લાઉડિયોએ તેની માતા પાસેથી વાંચવાનું અને લખવાનનં શીખ્યું છે. તેણે dvd પણ લોન્ચ કરી છે. તે પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખી ચૂક્યો છે. વર્ષ 2000થી તે મોટિવેશનલ સ્પીક્સ આપે છે. જોકે હાલ કોરોનાકાળમાં તેની તમામ એક્ટિવિટી પર બ્રેક લાગતા તેના સ્ટેજ પર્ફોર્મન્સને તે ખૂબ મિસ કરી રહ્યો છે.

ક્લાઉડિયો તેનું જીવન તમામ મોજ શોખ પૂરા કરી પસાર કરે છે
ક્લાઉડિયો તેનું જીવન તમામ મોજ શોખ પૂરા કરી પસાર કરે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો