• Gujarati News
  • Lifestyle
  • Due To Bad Mobile Charger Service In The Plane, The Girl Got Into A Scuffle With The Crew Member And The Pilot Was Forced To Land The Plane.

ચાર્જર કે લિયે કુછ ભી કરેગા:પ્લેનમાં ખરાબ મોબાઈલ ચાર્જરને કારણે યુવતીએ તાંડવ કરી ક્રુ મેમ્બર સાથે ઝપાઝપી કરી, પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા નામની યુવતીએ ચાર્જર માટે કકળાટ કર્યો
  • ચાર્જિંગની સમસ્યાનું નિવારણ ન આવતાં તે કોકપિટ સુધી પહોંચી ધમપછાડા કરવા લાગી
  • મહિલાનું રૌદ્ર રુપ જોઈ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પાયલટને પ્લેન લેન્ડ કરવાનો આદેશ આપ્યો

આ જમાનામાં કનેક્ટિવિટી માટે મોબાઈલ ફોન ખુબ મહત્ત્વનો છે. તે ચાર્જ રહેલ હોય એ પણ એટલું જ મહત્તવનું છે. મોબાઈલ ફોનના ચાર્જિંગ માટે યંગસ્ટર્સ ઘણા ચિંતિત રહેતા હોય છે પરંતુ શું આ ચિંતા ગાંડપણમાં પરિવર્તિત થઈને પ્લેનને બળજબરૂ પૂર્વક લેન્ડ કરવા માટે મજબૂર કરી શકે?! જી હા અમેરિકન એરલાઈનમાં સફર કરી રહેલી વાલ્કા સુઝુલી નામની 26 વર્ષીય યુવતીએ ચાર્જિંગ ઈશ્યુને કારણે એવો તાંડવ કર્યો કે પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી.

ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા તેની સીટ પાસેના ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરી રહ્યું હોવાથી અકળાઈ હતી. તેને અનેક વખત એર હોસ્ટેસને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સુવિધા કરવા કહ્યું પરંતુ તેની સમસ્યાનું સમાધાન ન મળતાં તે ક્રુ મેમ્બર પર લાલગુમ થઈ.

ફ્લાઈટમાં વાલ્કાની સીટનું ચાર્જિંગ પોઈન્ટ નકામું બનતાં તે લાલગુમ થઈ
ફ્લાઈટમાં વાલ્કાની સીટનું ચાર્જિંગ પોઈન્ટ નકામું બનતાં તે લાલગુમ થઈ

વાલ્કા ચાર્જર માટે એટલી બેબાકળી થઈ ગઈ કે તેણે રનિંગ ફ્લાઈટમાં તાંડવ કરવાનો શરૂ કર્યો. તે દોડીને કોકપિટ પાસે જઈ ધમપછાડા કરવા લાગી અને પાયલટને ચાર્જર માટે મદદ કરવા કહેવા લાગી. ક્રુ મેમ્બરે યુવતીને શાંત કરવાના અનેક પ્રયત્નો કર્યા પરતું વાલ્કાનો ગુસ્સો તો સાતમા આકાશે ચડી ગયો હતો. તે ટસની મસ થવા તૈયાર નહોતી.

મહિલાનો તાંડવ જોઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પાયલટને પ્લેન Seattle-Tacoma ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જવા કહ્યું. આ ફ્લાઈટમાં 6 પેસેન્જર અને 13 ક્રુ મેમ્બર સવાર હતા.

ગુસ્સે થયેલી વાલ્કાને જોઈ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેન લેન્ડ કરવાનો નિર્ણય કર્યો
ગુસ્સે થયેલી વાલ્કાને જોઈ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેન લેન્ડ કરવાનો નિર્ણય કર્યો

સુઝુકી એટલી હિંસક બની ગઈ હતી કે ક્રુ મેમ્બર સાથેની મારામારી બાદ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે પ્લેન Seattle એરપોર્ટ પર લેન્ડ થયું તો તેણે અકડાઈને નીચે ઉતરવાની ના પાડી દીધી.

આ ઘટના એટલી ગંભીર બની કે Seattle એરપોર્ટ પર કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારી આવી પહોંચ્યા હતા. અધિકારીઓની પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે ખરાબ ચાર્જરને કારણે તેણે ક્રુ મેમ્બર સાથે મગજમારી કરી.

4 કલાક સુધી શાંત બેસ્યા બાદ રૌદ્ર રુપમાં આવી વાલ્કા
આ ઘટના ગયા અઠવાડિયાંની છે. જાપાનીઝ યુવતી વાલ્કા Dallas જઈને તેની માતા સાથે 10 દિવસના વેકેશન એન્જોય કરવાની હતી. સુઝુકી એટલે લાલગુમ થઈ હતી કારણ કે ટોટલ 11 કલાક પ્લેનની સફરમાં 4 કલાકથી તે ચાર્જર માટે ડિમાન્ડ કરી રહી હતી. 4 -4 કલાક ચાર્જર માટે બૂમાબૂમ કર્યા હોવા છતાં તેનું સોલ્યુશન ન આવતાં વાલ્કાએ રૌદ્ર રુપ ધારણ કરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...