અમેરિકા:ડૉક્ટરની એક ભૂલને કારણે આ મહિલા 15 વર્ષ સુધી અંધ રહી, અસલ બીમારીની જાણ વર્ષો પછી થયા બાદ સર્જરી કરતાં નવજીવન મળ્યું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોની નામની મહિલાએ કેટેરેક્ટ્સ નામની બીમારી હતી
  • ડૉક્ટર તેની સારવાર ગ્લુકોમા બીમારી માટે કરી રહ્યા હતા
  • ડૉક્ટરની ભૂલને કારણે કોનીને છેક 15 વર્ષ પછી દૃષ્ટિ પાછી મળી

અમેરિકામાં રહેતી કોની પાર્ક નામની મહિલા સાથે ચમત્કાર થયો છે. છેલ્લાં 15 વર્ષથી આ મહિલા અંધ હતી. અંધ હોવાનું અસલ કારણ 15 વર્ષ પછી માલુમ થયા બાદ હવે તેની દૃષ્ટિ પરત ફરી છે. છેક 15 વર્ષ પછી મહિલાને ખબર પડી કે ખોટી સારવારને કારણે તેણે આટલાં વર્ષો સુધી અંધારામાં જીવન પસાર કરવું પડ્યું.

વર્ષો પહેલાં કાર ચલાવતાં સમયે આંખની બીમારીની જાણ થઈ
કોની એક વખત કાર ડ્રાઈવ કરી રહી હતી ત્યારે તેને ઝાંખું દેખાવા લાગ્યું તે ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે જણાવ્યું કે તેને 'ગ્લુકોમા' નામની બીમારી છે. આ આંખની બીમારીમાં માણસને અંધાપો આવી જાય છે.

ડૉક્ટરે વર્ષો સુધી કોનીની ગ્લુકોમાની સારવાર કરી. આ સારવાર દરમિયાન કોની અંધ બની ગઈ. ન તો તે પોતાના બાળકોનો ચહેરો જોઈ શકી ન આ રંગીન દુનિયા. ખરેખર કોનીને ગ્લુકોમાની બીમારી હતી જ નહિ. વર્ષો સુધી ગ્લુકોમાની બીમારીની સારવાર કરતાં તે અંધ હોય તેવું જીવન જીવતી.

ડૉક્ટર બદલતાં અસલ બીમારીની જાણ થઈ
વર્ષો સુધી પોતાની સારવાર કરાવતી હોવા છતાં કોનીની આંખની બીમારીમાં કોઈ સુધારો ન આવવાથી તે 2018માં UCHealth સૂ અન્સુત્ઝ રોજર્સ આઈ સેન્ટર ગઈ. અહીંના ડૉક્ટર્સે તેને જણાવ્યું કે તેને ગ્લુકોમા નહિ પરંતુ cataracts (કેટેરેક્ટ્સ) નામની બીમારી છે. આ આંખની બીમારીમાં આંખની કીકી પર એક આવરણ પથરાઈ જાય છે જેથી દર્દીને ઝાંખું દેખાવા લાગે છે. આ આવરણ ઘટ્ટ બની જવાથી વ્યક્તિને અંધાપા જેવી ફીલિંગ આવે છે. આ આવરણ દૂર કરી તેની સારવાર કરી શકાય છે.

15 વર્ષ પછી સર્જરી કરી દૃષ્ટિ પાછી લવાઈ
કેટેરેક્ટ્સ માટે કોનીની સફળ સર્જરી થઈ. સર્જરી બાદ તરત તેની દૃષ્ટિ પહેલાં જેવી બની ગઈ. સર્જરી બાદ તેને નવજીવન મળ્યું. 15 વર્ષ પછી દૃષ્ટિ પાછી મેળવ્યા બાદ કોનીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આટલા વર્ષો સુધી ફેમિલી સાથે અસામાન્ય જીવન પસાર કર્યા બાદ કોની તેના પતિ, બાળકો અને પૌત્રને જોઈ ખુશ થઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...