તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Due To 9 Year Old Eli Tumblin, Rules Of Insurance Companies Will Change, Eli Act Made In America

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:9 વર્ષની એલી ટમ્બલિનને લીધે વીમા કંપનીઓમાં નિયમ બદલાશે, અમેરિકામાં ‘એલી એક્ટ’ બન્યો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આશરે 9 વર્ષની એલી ટમ્બલિને અમેરિકાની સરકારને બહેરાપણાથી શિકાર બાળકોના હિત માટે કાયદો બનાવવા માટે પ્રેરિત કરી છે. એલીના પ્રયત્નોથી હવે વીમા કંપનીઓ તેમની પોલિસીમાં બહેરાપણા સંબંધિત વસ્તુઓને અનિવાર્ય રૂપે કવર કરવી પડશે. ટૂંક સમયમાં અમેરિકામાં આ વાત પર કાયદો બનાવવામાં આવશે. એલીને સાંભળવામાં તફલીફ થતી હતી. જન્મથી તે માઈક્રોશિયા નામની દુર્લભ બીમારીની શિકાર હતી. તેમાં કાનનો બહારનો ભાગ સરખો વિકસિત થતો નથી. આથી સાંભળવામાં તકલીફ પડે છે.

2019માં જ્યારે સ્કૂલ ટીચરે તેમને સમાજમાં ચેન્જ કરવા માટે કંઈક લખવાનું કહ્યું ત્યારે નાનકડી એલીએ કોલોરાડોના કોંગ્રેસમેન જો નેગુસને પત્ર લખીને પોતાની અને તેના જેવા બાળકોની તકલીફ વિશે જણાવ્યું. એલીએ લખ્યું કે, બાળકોને થતી તકલીફનું સોલ્યુશન એક સાધન અને ઓપરેશન છે. તે માટે બોન એન્કર હિઅરિંગ એડ લગાવવું પડે છે. તેની કિંમત 7 લાખ રૂપિયા છે, પરંતુ મોટાભાગની વીમા કંપનીઓ આ સાધનને તેમના કવરેજમાં સામેલ કરતા નથી.

એલીએ કહ્યું કે, જરૂરિયાત મંદ લોકોના પરિવાર તેમનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી.એલીનો પત્ર મળ્યા પછી જો નેગુસે એલીના નામ પર એલી એક્ટ એચઆર 477 બનાવ્યો. જો કે આ એક્ટને કાયદાનું રૂપ આપવાનું હજુ બાકી છે. કાયદો બની ગયા પછી ઇન્શ્યોરન્સ કંપનીઓને તે સાધન ફરજીયાત કવરેજમાં સામેલ કરવું પડશે. આ કવરેજમાં આ સાધનો બદલાવવા, સર્જરી અને તેની સાથે જોડાયેલા ખર્ચા પણ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો