ચીન:નશામાં ધૂત વ્યક્તિએ ઘરમાં આગ લાગવા માટે પક્ષી અને શિયાળના ભૂત પર દોષનો ટોપલો ઢોળ્યો, ફાયર વિભાગ દોડતું થયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીનના બીજેઈ શહેરમાં રહેતાં વ્યક્તિએ ઘરમાં આગ લાગવા માટે 4 ભૂતને જવાબદાર ઠેરવ્યા
  • નશાખોરે દાવો કર્યો કે 1 પક્ષી અને 3 શિયાળના ભૂતે તેના ઘરને આગ લગાવી

માણસ નશામાં એ હદે ભાન ભૂલી જાય છે કે તે મસમોટાં નુક્સાનનું કારણ બની શકે છે. ચીનના બીજેઈ શહેરમાં રહેતાં વ્યક્તિએ નશાના આફ્ટર ઈફેક્ટ્સની તમામ હદ પાર કરી છે. નશામાં ધૂત એક વ્યક્તિએ ફાયર વિભાગને ફોન કરી જણાવ્યું કે તેના ઘરને 4 ભૂતે આગ લગાવી દીધી છે.

શરૂઆતમાં ફાયર વિભાગને આ ફેક કોલ લાગ્યો પરંતુ વારંવાર આગ બુઝાવવા માટેના ફોન આવતાં ફાયર વિભાગે ઘટના સ્થળે જવાની તસ્દી લીધી. ફોન કરનાર નશામાં ધૂત વ્યક્તિના ઘરમાં ખરેખર આગ લાગી હતી.

1 પક્ષી અને 3 શિયાળના ભૂતે આગ લગાવી

નશામાં ભાન ભૂલેલી વ્યક્તિએ ફાયર વિભાગને ફોન કરીને જણાવ્યું કે જલ્દી કરો મારા ઘરને ભૂતોએ આગ લગાવી દીધી છે. નશાખોર આ વ્યક્તિના જણાવ્યા પ્રમાણે 1 પક્ષી અને 3 શિયાળના ભૂતે તેના ઘરને આગના હવાલે કર્યું હતું. ભૂતનું નામ સાંભળી ફાયર અધિકારીને પહેલાં તો આ કોઈ ફેક કેસ લાગ્યો. ફાયર વિભાગે પહેલાં આ કેસ ડિસમિસ કર્યો પરંતુ વારંવાર તેણે ફોન કરતાં તેને સાચો માની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી.

નશાખોરે જાતે જ પોતાનાં ઘરને આગ લગાવી હતી

ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગ લાગવાના કારણોની તપાસ કરી. ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું કે નશામાં ધૂત આ વ્યક્તિએ જાતે જ તેના ઘરને આગ લગાવી હતી. તે એટલો નશામાં હતો કે તે મસમોટું નુક્સાન કરવા જઈ રહ્યો હોવાનું તેને ભાન જ નહોતું. ભૂતે તેના ઘરને આગ લગાવી હોવાનું જણાવતાં ફાયર વિભાગ મૂંઝવણમાં મુકાયું હતું. ફાયર રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી આ વિચિત્ર ઘટના પ્રકાશમાં લાવી છે.