• Gujarati News
  • Lifestyle
  • Drugs And Upbringing Are Responsible For Over buying, A Little Effort Will Overcome This Habit

આડેધડ ખરીદીથી મગજ ખરાબ થશે:વધારે ખરીદી પાછળ દવાઓ અને ઉછેર જવાબદાર છે, નાની-નાની કોશિશથી આ ટેવ દૂર થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઇ પણ પ્રકારની જરૂરીયાત ન હોવા છતા પણ ઘણા લોકોને આદત પડી ગઇ હોય છે ખરીદી કરવાની, આ આદત ઘણીવાર મુશ્કેલીમાં મુકી શકે છે. આ પાછળનું કારણ એ હોય છે કે, મગજ એક પ્રકારનું ડોપામાઇન રિલિઝ કરે છે, જેનાથી આપણને ખરીદી કરવાનું મન થાય છે. કેટલીકવા બીમારીની સારવાર માટે લેવામાં આવતી દવાઓને કારણે ડોપામાઇન રિલિઝ થાય છે. આ દવાઓ જ ખરીદી કરવા માટે પ્રેરિત કરે છે.

બિનજરૂરી ખરીદીનું પાછળનું એક કારણ ઉછેર પણ

યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીના ન્યુરોસર્જન એન ક્રિસ્ટીન દુહૈમે તેમના પુસ્તક 'માઇન્ડિંગ ક્લાઈમેટઃ હાઉ ન્યુરોસાયન્સ કેન હેલ્પ અવર એન્વાયર્નમેન્ટલ ક્રાઈસીસ'માં જણાવ્યું હતું કે, બિનજરૂરી ખરીદીનું બીજું કારણ ઉછેર પણ માનવામાં આવે છે. તો વ્યક્તિ કેવા વાતાવરણમાં ઉછરે છે અને બાળપણમાં ખરીદી કરવાનું કેવી રીતે જુએ છે તેના પર પણ આધાર રાખે છે. આ પરથી ખરીદીની આદત પણ નક્કી કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈને બાળપણમાં વારંવાર એવું કહેવામાં આવે કે, જો જરૂરીયાત કરતાં વધારે ખરીદી કરવામાં આવે તો ગરીબાઇ આવે છે. તો જ્યારે આ બાળક મોટું થાય છે ત્યારે ઓછા ખર્ચા કરે છે. જો કોઈને બાળપણમાં સાંભળ્યું હોય છે કે વધુ ખર્ચ કરીને સારું જીવન જીવાય છે, તો તે મોટો થઈને બિનજરૂરી ખરીદી કરે છે.

ચેઇન સ્મોકર્સ જરૂરીયાત વગર ખરીદી કરે
દુહૈમે તેમના પુસ્તકમાં વધુમાં એક રિસર્ચ વિશે જણાવ્યું હતું કે, જે યુવાનો સિગારેટ પીવે છે, જેઓ પોતાની તલબને કાબૂમાં રાખી શકતા નથી અને જેમના પરિવારમાં જુગારી હોચ છે તેઓ પણ બિનજરૂરી ખરીદી કરે છે. મન કેવી રીતે ખરીદી કરવા પ્રેરાય છે તે સમજાવવા તેમણે પુસ્તકમાં ઉદાહરણો પણ આપ્યા છે.

જો તમે કોઇ જગ્યાએ વોટર કલર જોયા તો તમને ચિત્રકારીની યાદ આવી ગઇ, તમે ઓનલાઇન કોઇ વસ્તુ જોઇ ને તમને સસ્તી લાગી તો તમે તે વસ્તુંની ખરીદી કરી લીધી. પરંતુ બીજા દિવસે તમારા ઘર પાસે કોઇ વોટર કલર વેચવા આવ્યો અને તમને તેની ક્વોલિટી સારી લાગી તો તે પણ તમે ખરીદી લીધા, આ રીતે મગજ ખરીદી કરવા માટે તમને પ્રોત્સાહન આપે છે.

સેલની લાલચમાં આવીને ખરીદી ન કરો
સેલની લાલચમાં આવીને ખરીદી ન કરો

તમારી જાતને ચેલેન્જ આપો. ધીમે-ધીમે ખરીદી બંધ થઇ જશે

  • એકદમથી ખરીદી બંધ ન કરો.
  • સ્કિમની લાલચમાં આવીને ખરીદી ન કરો.
  • નવા કપડાં ખરીદવાને બદલેસ જુના કપડાં ફિટ થાય તે પ્રકારની ચેલેન્જ આપો
  • અઠવાડિયાંમાં એક વાર એવો નક્કી કરો, જે દિવસે તમે કોઇ વસ્તુની ખરીદી ન કરો