તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Drinking Green Tea Daily Will Remove Wrinkles, Increase Skin Glow, Chamomile Tea Is Beneficial To Get Rid Of Acne Problem

ત્વચાને ગ્લોઈંગ બનાવશે આ 3 ચા:દરરોજ ગ્રીન ટી પીવાથી રિંકલ્સ દૂર થશે, સ્કિનનો ગ્લો વધશે, ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેમોમાઈલ ટી ફાયદાકારક

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ માર્કેટમાં મળતી વિવિધ પ્રકારની ચાનો ઉપયોગ વેટ લોસથી લઈને કોલેસ્ટેરોલ ઓછું કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તેમાંથી કેટલીક ચા સ્કિન સંબંધિત સમસ્યા દૂર કરવામાં પણ ફાયદાકારક છે. તેને નિયમિત રીતે પીવાથી ન માત્ર ખીલની સમસ્યા દૂર થાય છે, પરંતુ ચહેરાની ચમક પણ વધે છે.

ગ્રીન ટીમાં એન્ટિ-એજિંગ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે વધતી ઉંમરની અસર ઓછી કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી પીવાથી અથવા તેને ક્રશ કરીને ત્વચા પર લગાવવાથી ચહેરાના ડાઘ અને રિંકલ્સ ઓછા થાય છે. તેમાં પોલિફેનોલ્સ હોય છે જે હાનિકારક રેડિકલ્સને બેઅસર કરવામાં મદદ કરે છે.

કેમોમાઈલ ટીમાં પોલિફેનોલ્સ અને ફાઈટોકેમિકલ્સ હોય છે જે સ્કિન સેલ્સને બનાવવામાં અને ફ્રી રેડિકલની સામે લડવામાં મદદ કરે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ દૂર કરવા માટે તેમાંથી બનાવેલી ચાને આઈસ ક્યૂબ્સમાં નાખીને જમાવી દો. આ ક્યૂબ્સને થોડીવાર સુધી આંખો પર રાખવાથી ફાયદો થશે.

જાસૂદની ચામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે આ ચા પીવાથી ત્વચામાં ગ્લો આવે છે.