• Gujarati News
  • Lifestyle
  • Well Known Draping Artist Dolly Jain Has Also Worn Sari For Katrina Deepika Along With Isha Ambani

આલિયાને સાડી પહેરાવનાર છે ડોલી જૈન:જાણીતી ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈને ઈશા અંબાણી સહીત કેટરીના- દીપિકાને પણ પહેરાવી છે સાડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના તાંતણે બંધાઈ ગયાં છે. આલિયાના સિમ્પલ લુકે બધાનાં દિલ જીતી લીધા છે. દુલ્હનના રૂપમાં જોવા મળેલી આલિયાનો બ્રાઇડલ લુક કંઈક અલગ જ જોવા મળ્યો હતો. લાલની બદલે ઓફ વ્હાઇટ સાડી પહેરીને આલિયાએ લગ્નનો ટ્રેન્ડ બદલી નાખ્યો છે. આલિયાની આ ઓફ વ્હાઇટ સાડીને સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરી હતી. બૉલીવુડની ફેમસ ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈને આલિયાને સાડી પહેરાવી હતી.

ડોલી જૈન બી-ટાઉનની ફેમસ ડ્રેપિંગ આર્ટિસ્ટ છે. તેણે અગાઉ કેટરિના અને દીપિકા જેવી બૉલીવુડ એક્ટ્રેસને તૈયાર કરી છે. તેમનો બ્રાઈડલ લુક આજે પણ ફેન્સના દિલમાં વસેલો છે.

આલિયાને પહેરાવી હતી પરફેક્ટ સાડી
લગ્નના ખાસ દિવસે બેસ્ટ ડિઝાઈનરની સાડી અને શાનદાર લુક માટે આલિયાની તારીફ કરવામાં આવે છે. પરંતુ તેની સાડી પહેરવાની રીતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સાડીની ડિઝાઇન તો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે પરંતુ તેની પહેરવાની રીત પણ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે.

ડિઝાઇનર સાડીઓ અને દુપટ્ટાને ચાર ચાંદ લગાવનાર બોલિવૂડની બેસ્ટ ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈનને આલિયા ભટ્ટે બુક કરી હતી. ડોલીએ આલિયાના લુકમાં ચાર ચાંદ લગાડીને લુકને વધુ શાનદાર બનાવી દીધો હતો.

અંબાણી પરિવારની વહુ કૃશા શાહને પણ ડોલીએ તૈયાર કરી હતી
અનિલ અંબાણી અને ટીના અંબાણીના લાડલા અનમોલ અંબાણીએ થોડા સમય પહેલા જ કૃશા શાહ સાથે લગ્ન કર્યા છે. અંબાણી પરિવારની વહુએ તેના ખાસ દિવસે ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા બનાવવામાં આવેલા હેવી ચણિયાચોલી પહેર્યા હતા. કૃશાએ ચણિયાચોલી સાથે ડબલ દુપટ્ટો રાખ્યો હતો. જેને ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈને ખૂબ જ સુંદર રીતે રાખી દીધો હતો.

ઈશા અંબાણીને પણ આપ્યો હતો રિચ લુક
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને પણ ડોલી જૈને તેના લગ્નના ખાસ દિવસે રિચ લુક આપ્યો હતો. લગ્નના તમામ ફંક્શનમાં ઈશાની માતા નીતા અંબાણીની ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈન હતી. દેશની સૌથી ધનિક મહિલાઓ પૈકી એક ઈશા અંબાણીએ તેના લગ્નના દિવસે પરંપરાગત એમ્બ્રોઈડરી કરેલો લહેંગા પહેર્યો હતો.

કેટરીનાનો રેડ લુક
ગત વર્ષએ બોલીવુડનાં શાનદાર લગ્નો પૈકી એક કેટરીના અને વિક્કી કૌશલનાં લગ્ન હતાં. જેમાં કેટરીનાનો બ્રાઇડલ લુક લોકોને હજુ પણ યાદ છે. કેટરીનાએ તેના ખાસ દિવસે ટ્રેડિશનલ બ્રાઇડલ લુક પસંદ કર્યો હતો. કેટરીનાનો બ્રાઇડલ લુક એક ડ્રિમી બ્રાઇડલ લુક હતો. જેને ખાસ બનાવવા પાછળ ડોલી જૈન હતી.

દીપિકા પાદુકોણને પણ પહેરાવી હતી સાડી
બોલિવૂડનાં પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં પણ દીપિકાએ સ્ટાઇલ માટે ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈનની પસંદગી કરી હતી. એક્ટ્રેસે લગ્નના રિસેપ્શનમાં અબુ દાની સંદીપ ખોસલાની ચિકનકારી સાડી પહેરી હતી. પરંતુ દીપિકાને તૈયાર કરનારી ડ્રેપિંગ આર્ટિસ્ટ ડોલી જૈન હતી.