તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Dragonfly Experience Of Personal Dining In Delhi, 10 Pods Made To Maintain Social Distancing, Where 100 People Arranged For Seating

કોરોના ઈફેક્ટ:દિલ્હીમાં પર્સનલ ડાઈનિંગનું ડ્રેગનફ્લાઈ એક્સપીરિયન્સ, વિદેશી રેસ્ટોરાંમાંથી પ્રેરણા લઈને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા 10 પોડ્સ બનાવ્યા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન ઘરમાં લાંબો સમય રહ્યા પછી લોકોએ ફરીથી રેસ્ટોરાંમાં જવાનું શરુ કર્યું છે. હાલ એવી ઘણી રેસ્ટોરાં છે જ્યાં કસ્ટમરની સુરક્ષાનું ધ્યાન રાખીને ઘણા ફેરફાર કર્યા છે. તેમાંથી એક દિલ્હીની રેસ્ટોરાં ડ્રેગનફ્લાઈ એક્સપીરિયન્સ પણ સામેલ છે.

આ રેસ્ટોરાંની શરુઆત ફેમસ રેસ્ટોરેટર પ્રિયાંક સુખીજાએ બોલિવૂડ રેપર બાદશાહ સાથે ભેગા મળીને કરી છે. હાલ કોરોનાને લીધે તેમણે રેસ્ટોરાંમાં પ્રાઇવેટ પોડ્સ બનાવ્યા છે. પ્રિયાંક ઈચ્છે છે કે, અહિ આવનારા લોકો કોઈ પણ ડર રાખ્યા વગર સુરક્ષા સાથે ભોજનનો આનંદ માણી શકે.

આ પોડ્સ ઉપરથી ખુલ્લા છે. તેની ચારેબાજુ એક્રેલિક દીવાલો છે. અહિ 8-10 લોકોની બેસવાની વ્યવસ્થા છે. તેને જોઈને કોરોનાકાળમાં બનતા રેસ્ટોરાંના ઇન્ટીરિયરનો અંદાજો લગાવી શકાય છે. અહિ અન્ય રેસ્ટોરાંની જેમ ટેમ્પરેચર ચેક અને સેનિટાઈઝેશનની વ્યવસ્થા છે.

પ્રિયાંકનું લેટેસ્ટ રેસ્ટોરાં મોડલ એમ્સટર્ડમના એક અન્ય રેસ્ટોરાંથી પ્રેરિત છે. પ્રિયાંક અને તેમની ટીમને રેસ્ટોરાંમાં ફેરફાર કરવામાં આશરે દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. તેણે રેસ્ટોરાંમાં આવા 10 પોડ્સ બનાવ્યા છે. એ પછી ખુલ્લી જગ્યામાં ઓપન એર ટેબલની વ્યવસ્થા પણ કરી. અહિ આવતા દરેક ગ્રાહકોના સીટિંગ પછી પોડ્સને પણ સેનિટાઈઝ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો