• Gujarati News
  • Lifestyle
  • Dr. KS Trisa Of Kojikode Did 12 Post Graduate And Diploma Certificate Courses In Kerala, Becoming The First Woman To Do So Many PG Courses In India

અભ્યાસની પ્રીતિ:કેરળના ડૉ. એસ ત્રિસાએ 12 પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કર્યા, ભારતમાં એકસાથે આટલા PG કોર્સ કરનાર પ્રથમ મહિલા બન્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તેમણે અત્યાર સુધીમાં એક નોવેલ અને એક કવિતા પર આધારિત પુસ્તક લખ્યું છે. હાલ તેઓ પોતાના બીજા પુસ્તક પર કામ કરી રહ્યા છે
  • ત્રિસાના મ્યુઝિક અને ડાન્સ પર આધારિત પેપર પણ પબ્લિશ થયા છે
  • તેમણે કેરળના કલામંડલમ ડીમ્ડ યુનિવર્સિટીથી મ્યુઝિકમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે

પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સ કરી તમે પણ કેવી રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકો છો તે વાત તમારે કેરળના ડૉ. એસ ત્રિસા પાસેથી શીખવા જેવી છે. યુનિવર્સલ રેકોર્ડ ફોરમે ત્રિસાને 12 પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ એક સાથે કરનારી ભારતની પ્રથમ મહિલા જાહેર કર્યા છે. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ અલગ અલગ યુનિવર્સિટીથી વિવિધ વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરવા માટે મળ્યા છે.

તેમણે આ કોર્સિસ ઈંગ્લિશ લિટરેચર, સંસ્કૃત લિટરેચર, સંગીતના ત્રણ રુપો, ભરતનાટ્યમ, યોગા, સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયોમાં કર્યા છે. તેઓ છેલ્લા 3 દશકથી કાલિકટ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક રહ્યા છે. ત્યારબાદ તેમણે બાબૂરાજ મેમોરિયલ મ્યુઝિકલ એકેડેમીમાં પ્રિન્સિપાલના પદ પર નિયુક્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં એક નોવેલ અને એક કવિતા પર આધારિત પુસ્તક લખ્યું છે. હાલ તેઓ પોતાના બીજા પુસ્તક પર કામ કરી રહ્યા છે ત્રિસાના મ્યુઝિક અને ડાન્સ પર આધારિત પેપર પણ પબ્લિશ થયા છે. તેમણે કેરળના કલામંડલમ ડીમ્ડ યુનિવર્સિટીથી મ્યુઝિકમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે. તેમના 3 બાળકો છે. તેઓ તેમના પતિ રિટાયર્ડ સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નર પી સી કારિયા સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...