તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Dr. Khwala Of Arabia Traveled To 7 Continents In 3 Days, Name Recorded In Guinness Book Of World Records

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિંદગીનો સૌથી અઘરો પ્રવાસ:આરબ દેશની ડૉ. ખ્વાલાએ 3 દિવસમાં 7 ખંડનો પ્રવાસ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, સોલો ટ્રાવેલર ડૉ. ખ્વાલા અલરોમેથી દુનિયાની પ્રથમ એવી મહિલા છે જેણે 3 દિવસ, 14 કલાક, 46 મિનિટ અને 48 સેકન્ડમાં 7 ખંડની યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે. સંયુક્ત આરબ અમીરાતની રહેવાસી ખ્વાલાએ આ રેકોર્ડની જાહેરાત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ડે પર કરી.

ખ્વાલાએ આ પ્રવાસ 13 ફેબ્રુઆરીએ પૂરો કર્યો. કોરોનાના વૈશ્વિક રોગચાળાની શરુઆત થઇ તે પહેલાં તે પોતાનો પ્રવાસ પૂરો કરી ચૂકી હતી. આ પ્રવાસ તેણે અલગ-અલગ દેશના કલ્ચર જાણવા માટે કર્યો. તે સાબિત કરવા માગતી હતી કે આરબ દેશના લોકો પણ અન્ય દેશોની જેમ રેકોર્ડ બનાવી શકે છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ પર તેના ઘણા બધા ફોટોઝ છે. દુનિયાની સુંદર જગ્યા પર ઊભા રહીને હિજાબની સાથે ખ્વાલાએ ઘણા ફોટોઝ પડાવ્યા છે. ત્રણ દિવસમાં આટલી બધી જગ્યા ફરવી તે કોઈ સરળ વાત નહોતી. તેણે કહ્યું કે, આ કામ માટે બહુ ધીરજ જોઈએ. એરપોર્ટ પર બેસીને પ્લેન માટે રાહ જોવાની અને પછી કલાકો સુધી પ્લેનમાં બેસી રહેવું સરળ નથી.

ખ્વાલાએ પોતાના આ યાદગાર પ્રવાસ પછી કહ્યું કે, જો મહિલાઓને સપોર્ટ મળે તો તે કઈ પણ કરી શકે છે. તે ઈચ્છે તે કરી શકે છે. મારી આ સફળતાનું ક્રેડિટ મારા મિત્રો અને પરિવારને જાય છે. ખ્વાલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના દેશ અને સમાજને સમર્પિત કર્યો. તેને આશા છે કે તેનામાંથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ આવા પ્રવાસ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો