ડબલ જેકપોટ:મા-દીકરો બંને એકસાથે લોટરીમાં 30-30 લાખ રૂપિયા જીત્યા, દીકરાએ ફોર્સ કરતા માતાએ પ્રથમવાર ટિકિટ ખરીદી હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષીય કેથલિન અને તેનો 35 વર્ષીય દીકરા પોલનું નસીબ ખીલી ઉઠ્યું

નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં એક મા-દીકરાનું નસીબ રાતોરાત ચમકી ઊઠ્યું છે. આ બંનેને 30 હજાર પાઉન્ડ એટલે કે 30 લાખ રૂપિયાની લોટરી જીતી છે. 60 વર્ષીય કેથલિન મિલર અને તેના 35 વર્ષીય દીકરા પોલે સાથે લોટરી ટિકિટ ખરીદી હતી.

કેથલિને પ્રથમવાર લોટરી ટિકિટ ખરીદી હતી
કેથલિને અત્યાર સુધી એક પણ વાર લોટરી ટિકિટ ખરીદી નહોતી પણ તેના દીકરાએ ફોર્સ કર્યો આથી તેણે મન બનાવી લીધું. કેથલિને કહ્યું કે, મારા દીકરાએ પીપલઝ પોસ્ટકોડ લોટરી ખરીદવાનું શરૂ કર્યું હતું. મારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં પણ ઘણા બધા આ લોટરી ખરીદે છે. લોટરી જીત્યા પછી મને ખુશી છે કે દીકરાની વાત માનીને ટિકિટ ખરીદી.

ડબલ જેકપોટ લાગ્યો
લોટરી જીત્યાની ખબર પડી ત્યારે હું મારી બહેનના ઘરે અબુ ધાબીમાં હતી. મને ખુશી છે કે ઘરે આવીને મારે રૂપિયાની ચિંતા નહીં કરવી પડે. અમને ડબલ જેકપોટ લાગ્યો છે. લોટરી જીત્યા પછી પોલે કહ્યું, મમ્મી પણ લોટરી જીતી હોવાથી આ જીત સ્પેશિયલ બની ગઈ છે. મારે એક દીકરો છે. હું લોટરીની અમાઉન્ટ તેના માટે વાપરીશ.

પોસ્ટકોડ લોટરી ક્રિસમસ માટે સ્પેશિયલ કેમ્પેન છે
પોસ્ટકોડ લોટરીના એમ્બેસેડર મેટ જ્હોનસને કહ્યું કે, વિનરને પ્રાઈઝ મની આપવી એ સૌથી એક્સાઈટેડ વસ્તુ છે. હું કેથલિન અને તેના દીકરા સાથે બેઠો હતો અને તેમના ફ્યુચર પ્લાન પણ જાણ્યા.આ પોસ્ટકોડ લોટરી ક્રિસમસ માટે સ્પેશિયલ કેમ્પેન છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રોજ લોટરી વિનર્સને 30 હજાર પાઉન્ડ એટલે કે 30 લાખ રૂપિયા આપ્યા હતા.