• Gujarati News
  • Lifestyle
  • Don't You See The Ad And Give Your Baby Formula And Powdered Milk? Know What Harm It Can Do?

કામની વાત:શું તમે જાહેરાત જોઈને તમારા બાળકને ફોર્મુલા અને પાવડર દૂધ નથી આપતા? જાણો તેનાથી શું નુકસાન થઇ શકે છે?

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વાત કરીએ એવી મહિલાઓની કે, જે હાલ જ નવી માતા બની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે ફોર્મૂલા મિલ્ક એટલે કે મિલ્ક પાવડર બનાવતી મોટી કંપનીઓ નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે. વાસ્તવમાં આ કંપનીઓ સોશિયલ મીડિયા દ્વારા ફોર્મુલા મિલ્કની જાહેરાત કરી રહી છે અને આ જાહેરાતો નવી બનેલી માતાઓને માતાના દૂધને બદલે ફોર્મૂલા દૂધ તેના બાળકને પીવડાવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને એટલી હોશિયારીથી પ્રમોટ કરે છે, જેથી તેમના પ્રમોશનને એડવર્ટાઇઝિંગનું નામ પણ આપી શકાતું નથી. આ બિઝનેસ આપણા દેશમાં પણ મોટાપાયે ચાલી રહ્યો છે એટલા માટે ભારતમાં ફોર્મ્યુલા મિલ્કનો બિઝનેસ વાર્ષિક 4.2 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ રિપોર્ટ વાંચ્યા બાદ હવે સવાલ એ થાય છે કે, શું ફોર્મૂલા મિલ્ક નવજાત શિશુ માટે સારું છે? જો નહીં, તો તેના ગેરફાયદા શું છે? આવા અનેક સવાલોના જવાબ મેરઠની LRLM મેડિકલ કોલેજના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર પ્રીતિ ત્રિવેદી છે.

પ્રશ્ન: ફોર્મૂલા મિલ્ક શું છે?
જવાબ:
ફોર્મૂલા મિલ્ક એક પ્રકારનો કૃત્રિમ દૂધનો પાવડર છે. તમે તેને પાઉડર આધારિત દૂધ પણ કહી શકો છો. તે ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીનને મિક્સ કરીને બનાવવામાં આવે છે.

પ્રશ્ન: શું ડોક્ટર્સ નવજાત શિશુને ફોર્મૂલા મિલ્ક આપવાની સલાહ આપે છે?
જવાબ:
હા, ઘણી વખત તબીબો માતાને ફોર્મૂલા મિલ્ક પીવાની સલાહ આપે છે, પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે માતા બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની સ્થિતિમાં ન હોય. યાદ રાખો કે, ફોર્મુલા મિલ્ક એ એક કૃત્રિમ મિલ્ક છે, જેને તમે ફક્ત એક વિકલ્પ તરીકે ધ્યાનમાં લઈ શકો છો.

પ્રશ્ન: બાળકને દિવસમાં કેટલી વખત ફોર્મૂલા મિલ્ક આપવું જોઈએ?
જવાબ:
ફોર્મૂલા મિલ્ક દિવસમાં છથી આઠ વખત આપી શકાય છે. જોકે, તેની માત્રા બાળકના સ્વાસ્થ્ય પર પણ નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂરી છે.

પ્રશ્ન: માતાના દૂધ અને ફોર્મૂલા દૂધમાં શું ફરક છે?
જવાબ:
માતાના દૂધમાં ગ્લિસરોલ મોનોલોરેટ (GML) નામનો ઘટક જોવા મળે છે, જે હાનિકારક બેક્ટેરિયાને વધતા અટકાવે છે. તે હેલ્ધી બેક્ટેરિયાને વધારવામાં પણ મદદ કરે છે. માતાના દૂધમાં GML ગાયના દૂધ કરતાં લગભગ 200 ગણું વધારે છે, જ્યારે ફોર્મૂલા દૂધમાં તેનું પ્રમાણ નહિવત્ છે. માના દૂધ જેવી કોઈ વસ્તુ નથી.

માતાના દૂધથી બાળકોને આ ફાયદા થાય છે

સારો વિકાસ: માતાના દૂધમાં રહેલ કોલોસ્ટ્રમ નવજાત શિશુના વિકાસમાં મદદ કરે છે.
મજબૂત રોગપ્રતિકારક શક્તિ: તેમાં વિટામિન-A, પ્રોટીન અને એન્ટિબોડીઝ હોય છે, જે બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
સ્વસ્થ પાચનતંત્ર: માતાના દૂધમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે બાળકોને પેટને લગતી સમસ્યાઓ થવાની શક્યતા ઘટાડે છે.
માનસિક વિકાસ: માતાના દૂધમાં લોંગ-ચેઇન પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે, જે બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે.
એલર્જીથી છુટકારો: માતાનું દૂધ દરેક રીતે સુરક્ષિત છે. તેથી, સ્તનપાન કરાવતા બાળકોને એલર્જી થવાની શક્યતા ઓછી હોય છે.
તંદુરસ્ત હાડકાંનો વિકાસ: માતાના દૂધમાં પ્રોટીન અને વિટામિન્સનું પ્રમાણ પૂરતું છે. તેમાં રહેલું કેલ્શિયમ બાળકના હાડકાંને મજબૂત બનાવે છે.
આંખોનું તેજ વધે: આમાં DHA પણ સામેલ હોય છે, જેથી બાળકની આંખોની રોશની પણ પાછળથી તેજ થાય છે.
સંપૂર્ણ ભોજન: માતાના દૂધમાં તમામ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તેને સંપૂર્ણ ભોજન માનવામાં આવે છે.

પ્રશ્ન: નવી માતા પોતાના બાળકને દૂધ પીવડાવવામાં કેમ સંકોચ અનુભવે છે?
જવાબ: આનું સૌથી મોટું કારણ ન્યૂક્લિયર ફેમિલી અને ડબ્બાબંધ દૂધની જાહેરાત છે. પહેલાં સંયુક્ત કુટુંબ હતું અને માતા ઉપરાંત બાળકની દેખરેખ માટે પરિવારના અન્ય સભ્યો પણ હતા. હવે પરિવારમાં માત્ર માતા-પિતા જ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને ફોર્મૂલા દૂધ એક સરળ વિકલ્પ લાગે છે. બીજું કારણ મહિલાઓ કામ કરે છે અને તેમની કંપનીમાં પણ કોઈપણ પ્રકારનો બેબી ઝોન નથી. મોટાભાગની મહિલાઓ ડિલિવરીના થોડા મહિના પછી જ ઓફિસ જવાનું શરૂ કરે છે. આ કારણે માતા પોતાનું દૂધ બાળકને પીવડાવી શકતી નથી. તે બાળકને ફોર્મૂલા દૂધ આપીને નિશ્ચિંત રહે છે.

ફોર્મૂલા મિલ્ક અંગે UNICEFનો અભિપ્રાય જાણો
UNICEFની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરિન રસેલના જણાવ્યા અનુસાર ફોર્મૂલા ફીડિંગ અંગે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરવામાં આવી રહ્યા હોવાને કારણે એક માતા સ્તનપાન ટાળી રહી છે. તેમણે યાદ રાખવું જોઈએ કે, સ્તનપાન એ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.