હેર કેર:વધારે પડતું હેર ઓઈલિંગ ના કરો, જાણો વાળમાં તેલ લગાવવાનો સાચો ટાઈમ અને યોગ્ય રીત જાણી લો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંગળીઓને બદલે કોટનથી તેલ લગાવવું જોઈએ
 • તેલ લગાવ્યા પછી ક્યારેય પણ વાળ ટાઈટ બાંધવા ના જોઈએ.

મોંઘા પ્રોડક્ટ્સ, ટ્રીટમેન્ટ અને ઘણું બધું ઓઈલિંગ કરવા છતાં પણ જો સતત હેરફોલ થતું હોય તો તેનું કારણ જાણવું જરૂરી છે. લાંબા અને ઘટ્ટ વાળની ચાહમાં તમે વધારે પડતું ઓઈલિંગ તો નથી કરતા ને? જે હેર ઓઇલ વાપરો છો તે તમારા માટે પરફેક્ટ છે? હેર ઓઈલિંગ વખતે અજાણ્યામાં કરેલી ભૂલને લીધે પણ હેરફોલ થઈ શકે છે.

લુક્સ સલૂનમાં હેર એક્સપર્ટ દિવ્યા સિંહે જણાવ્યું, ઓઈલિંગથી વાળના મૂળને મજબૂતી મળે છે. જો વાળમાં તેલ નાખતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવામાં ના આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આ મહત્ત્વપૂર્ણ ટિપ્સથી તમે હેર ઓઈલિંગના લાભ લઇ શકો છો.

હેર ઓઈલિંગના ફાયદા:

 • મસાજથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે.
 • મૂળમાંથી વાળ મજબૂત બનશે અને પોષણ મળશે.
 • શુષ્કતા નહીં રહે.
 • પ્રદૂષણ સામે રક્ષણ કરશે.
 • વાળ સફેદ નહીં થાય.
 • ડેન્ડ્રફમાં રાહત.
 • હેર ગ્રોથ માટે ફાયદાકારક

હેર ઓઈલિંગ દરમિયાન આટલી વાતોનું ધ્યાન રાખો:

 1. આંગળીઓને બદલે કોટનનો ઉપયોગ કરો: વાળમાં આંગળીઓથી તેલ લગાવવની આદત બદલો. તેનાથી સારી રીતે ન્યૂટ્રિશન, હાઇડ્રેશન અને ઓઈલિંગનો ફાયદો મળતો નથી. અપ્લાય કર્યા પહેલાં હેર ઓઇલને નવશેકું ગરમ કરી લો. એ પછી કોટનને ઓઇલમાં ડૂબાડીને સારી રીતે નીચોવી લો અને પછી ઓઈલિંગ કરો. એક વાતનું ધ્યાન રાખો કે ઓઇલ સ્કલ્પ અને હેર એ બંને પર લગાવો.
 2. હેર ઓઈલિંગ પહેલાં કોમ્બ કરો: ઓઇલની બોટલ ઉઠાવી વાળમાં લગાવવાથી કોઈ ફાયદો નહીં થાય. પહેલાં કાંસકાથી સરખી રીતે વાળ ઓળી લો, એ પછી ઓઈલિંગ કરો.
 1. જરૂર કરતાં વધારે તેલ ના લગાવો: ઘણીવાર લોકોને લાગે છે કે વધારે તેલ લગાવશે તો વધારે ફાયદો થશે. પણ વધારે પડતા હેર ઓઈલિંગથી પોર્સ બંધ થઈ જાય છે. તેનાથી વાળનો ગ્રોથ અટકી પડે છે. અઠવાડિયાંમાં બે વાર તેલ લગાવવું જોઈએ.
 2. ટાઈટ વાળ ના બાંધો: ઓઈલ લગાવ્યા પછી ક્યારેય પણ વાળ ટાઈટ બાંધવા ના જોઈએ. ઓઈલિંગથી વાળ સોફ્ટ થઈ જાય છે. ટાઈટ બાંધવાથી તૂટવાની શક્યતા રહે છે. હંમેશાં ઓઈલિંગ પછી લૂઝ પોનિટેલ કે બ્રેડ લગાવો.
 3. તરત હેર વોશ ના કરો: ઓઈલિંગ પછી વાળ ના ધુઓ, પરંતુ બેથી ત્રણ કલાક પછી ધોવાથી ફાયદો થાય છે. હંમેશાં રાતે ઓઈલિંગ કરો, જેથી વાળને યોગ્ય ન્યૂટ્રિશન મળે.