• Gujarati News
  • Lifestyle
  • Don't Give Up Hope, Imagining Happiness Like A Child Can Improve Both Health And Mood: Research

હંમેશા ખુશ રહો:આશા ન છોડો, બાળકોની જેમ ખુશીઓની કલ્પના કરવાથી સ્વાસ્થ્ય અને મૂડ બંને સારું રહેશે : રિસર્ચ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે બાળકોની ઉંમર નાની હોય છે ત્યારે તે કોઈ પણ વસ્તુને લઈને ઉત્સાહિત હોય છે. સ્કૂલમાંથી બાળકને પ્રવાસમાં જવાનું હોય છે ત્યારે અનેક પ્લાન કરે છે અને મનમાંને મનમાં વિચારે છે કે, પ્રવાસ દરમિયાન શું કરશે, નાસ્તામાં શું સાથે લઈને જશે? પરંતુ સમય જતા આ આદત ઓછી થવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે, નાની-નાની વાતોને લઈને ખુશ થવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નાની-નાની વાતને લઈને ઉત્સાહિત રહો
નિષ્ણાતનું માનવું છે કે, નાની વાતને લઈને ઉત્સુકતા, તમારો તનાવ ઓછો કરી શકે છે અને મૂડને સારો કરવામાં મદદ કરી શકે છે. ઘણા અભ્યાસમાં પણ આ વાતની પૃષ્ટિ કરવામાં આવે છે.

મોટેફિયોર મેડિકલ સેન્ટરના ચીફ સાઈકોલોજીસ્ટ સિમોન એ. રેગો કહે છે કે, રિસર્ચમાંથી ખબર પડી હતી કે, નાની-નાની ખુશીઓથી તમે સારું મહેસુસ કરી શકો છો. આ પ્રેરણા,આશા અને ધૈર્યનું આપે છે. જીવનમાં વધુ આનંદ માણવા ઇચ્છતા હોય તો ભવિષ્યમાં બનવાની સારી ઘટનાઓ વિશે પહેલાંથી જ વિચાર કરો અને કલ્પના પણ કરો. આ સાથે જ ભવિષ્યમાં થનારી ઘટનાઓને યાદગાર બનાવો.

ક્યારે પણ નિરાશ ન થાઓ ઉત્સાહ રાખવાથી સારું પરિણામ આવશે
જ્યારે પણ તમે કોઈ નવી શરૂઆત કરો છો ત્યારે ઉત્સુકતાની સાથે-સાથે ચિંતા પણ હોય છે. પોતાની જાતને નવા માહોલમાં રાખવાની કોશિશ કરો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે, જો ચિંતા તમારા પર હાવી થઇ જશે તો સ્વાસ્થ્ય માટે સારું નહીં રહે. તેથી દુઃખી થવાને બદલે ખુશ રહો.

અન્ય સમાચારો પણ છે...