તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Doll, A Lebanese Artist Making A Doll For Children Who Lost Their Toys In The Beirut Blast, Names Her Doll After These Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરિયાદિલી:લેબેનોનનાં આર્ટિસ્ટ બૈરુત બ્લાસ્ટમાં રમકડાં ગુમાવી ચૂકેલાં બાળકો માટે ડોલ્સ બનાવી રહ્યાં છે, બાળકોનાં નામ પરથી ઢીંગલીનું નામ રાખે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

4 ઓગસ્ટ, 2020ના રોજ લેબેનોનના બૈરુતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 200થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો અને હજારો લોકો ઘાયલ થયા. તેમાંથી ઘણાં બાળકોએ પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં કે તેમના પરિવાર પર વિસ્ફોટની ખરાબ અસર પડી. ઘણા લોકો બેઘર થઇ ગયા અને આ બાળકોનાં રમકડાં પણ બિલ્ડિંગો તૂટી એમાં દટાઈ ગયાં. આ તમામ બાળકો માટે લેબેનોનની એક આર્ટિસ્ટ રંગબેરંગી ઢીંગલીઓ બનાવી રહી છે. 5 ઓગસ્ટથી યોલેન્ડે લબાકી નામના આ કલાકારે ડોલ્સ બનાવવાનું કામ શરુ કર્યું. સોશિયલ મીડિયા પર લોકો તેમનાં વખાણ કરી રહ્યાં છે.

લબાકીએ ડોલ્સ બનાવવાનું કામ લેબેનોનના એક NGO માટે શરુ કર્યું હતું. આ NGO વિસ્ફોટમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરે છે. અત્યાર સુધી તેઓ 100 બાળકોને ડોલ્સ આપી ચૂક્યા છે. તેઓ રોજ સવારે વહેલાં ઊઠે છે અને પોતાનું કામ પૂરું કરીને ઢીંગલીઓ બનાવવા બેસી જાય છે. તેઓ ડોલ્સનાં નામ પણ રાખે છે.

યોલેન્ડે લબાકી એક લેન્ડસ્કેપ પેઈન્ટર પણ છે. તેમણે પોતાનો અભ્યાસ પેરિસમાં કર્યો અને ન્યૂયોર્કની સ્કૂલ ઓફ વિઝ્યુલ આર્ટ્સમાંથી સિલ્કસ્ક્રીન ટેક્નિક શીખી. તેમના પેન્ટિંગનાં એક્ઝિબિશન ફ્રેન્કફર્ટ ઉપરાંત અન્ય ઘણી જગ્યાએ થઈ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો