લક્ઝરી ટ્રાવેલિંગ:પાલતું શ્વાન માટે માલિકે અઢી લાખ રૂપિયા ખર્ચી મુંબઈથી ચેન્નાઇની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસ કેબિન બુક કરાવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે કલાકની ફ્લાઈટ માટે માલિકે લાખો રૂપિયા ખર્ચ્યા
  • આની પહેલાં પણ માલિકે તેના શ્વાન માટે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી

મુંબઈમાં એક વ્યક્તિનો તેના પાલતુ શ્વાન પ્રત્યેનો પ્રેમ જોઈને ભલભલા વિચારમાં પડી ગયા છે. માલિકે ડોગી માટે મુંબઈથી ચેન્નાઇની જર્ની માટે એર ઇન્ડિયા ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની કેબિન બુક કરી હતી.

મુંબઈથી ચેન્નાઈની ફ્લાઇટ ટિકિટ 20 હજાર રૂપિયા
બુધવારે સવારની એર ઇન્ડિયા ફ્લાઈટ AI-671માં ડોગીએ લક્ઝરી સવારી કરી. મુંબઈથી ચેન્નાઇ ફ્લાઈટની ટિકિટ 20 હજાર રૂપિયાની હોય છે, પણ પાલતુ શ્વાનને કોઈ તકલીફ ના પડે એટલે તેના માલિકે બિઝનેસ ક્લાસ માટે અઢી લાખ રૂપિયા ખર્ચ્યા.

આખી બિઝનેસ ક્લાસ કેબિન પ્રથમવાર બુક કરાવી
બેલા મેલટિઝ પ્રજાતિના આ શ્વાનને જોઈને દરેકના મોઢામાંથી ‘ક્યૂટ’ શબ્દ સરી પડે. આની પહેલાં પણ તેણે બિઝનેસ ક્લાસમાં હવાઈ સફર કરી હતી, પણ આ વખતે સમગ્ર બિઝનેસ ક્લાસ કેબિનમાં પ્રથમ વખત ટ્રાવેલ કર્યું.

એર ઇન્ડિયા ફ્લાઈટમાં પેસેન્જર પેટ્સ સાથે ટ્રાવેલ કરી શકે છે
એર ઇન્ડિયા એકમાત્ર એવી કંપની છે કે ડોમેસ્ટિક પેટ્સ જેમ કે શ્વાન, બિલાડી કે કોઈ પક્ષીને પેસેન્જર કેબિનમાં સાથે રાખવા છૂટ આપે છે. યાત્રીઓ તેની સાથે મેક્સિમમ બે પેટ્સ રાખી શકે છે. આ પેટ્સને બુક્ડ ક્લાસમાં છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવે છે.

ગયા વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટમાં 2000 પાલતું પશુઓએ હવાઈ મુસાફરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...