મધ્ય પ્રદેશ:પોલીસે કોરોના કર્ફ્યૂમાં ફરવા નીકળેલા બિઝનેસમેન અને તેના પાલતું શ્વાનને જેલ ભેગા કર્યા, યુઝરે કહ્યું-નિર્દોષ શ્વાનનો શું વાંક?

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટે પોલીસના આ કામનો વિરોધ કર્યો
  • ગુરુવારે મધ્ય પ્રદેશમાં 12,421 લોકો કોરોના પોઝિટિવ અને 86 લોકો મૃત્યુ પામ્યા

કોરોનાવાઈરસના કેસ દિવસેને દિવસે દેશમાં વધી રહ્યા છે. ઘણા શહેરમાં કોરોના કર્ફ્યૂ છે તો ઘણી જગ્યાએ નક્કી કરેલા સમય સુધી લોકડાઉન છે. કર્ફ્યૂમાં પણ કોઈ ઘરની બહાર ના નીકળે કે નિયમો ભંગ ના કરે એ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. નિયમ તોડનારાને પોલીસ દંડ પણ ફટકારે છે, ઇન્દોરમાં પોલીસનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોરોના કર્ફ્યૂમાં બહાર નીકળતી એક વ્યક્તિ સાથે તેનો પાલતું શ્વાન પણ હતો, પોલીસે બંનેને જેલ ભેગા કર્યા.

આ ઘટના ઇન્દોરના પલાસીયા વિસ્તારની છે અહીં કર્ફ્યૂ હોવા છતાં એક બિઝનેસમેન તેના ડોગીને લઈને આંટો મારવા નીકળ્યો હતો. પોલીસે તેને રસ્તા પર જોતા ઊભો રાખ્યો અને તે શ્વાનની પણ ધરપકડ કરી.

આ ન્યૂઝ ઇન્ટરનેટ પર વાઈરલ થતા ઘણા યુઝર્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, આ તે કેવી સજા? તે નિર્દોષ શ્વાનનો શું વાંક? બીજા યુઝરે કહ્યું, આવી સજા તો પહેલીવાર જોઈ. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોલીસે નિયમ તોડનારા બિઝનેસમેન અને તેના પાલતું શ્વાનને જેલ ભેગા કર્યા, પણ પોલીસે આ વાત ખોટી કહી છે. ઘણા એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટે પોલીસના આ કામનો વિરોધ કર્યો છે.

ગુરુવારે મધ્ય પ્રદેશમાં 12,421 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. 12,965 લોકો સ્વસ્થ થયા અને 86 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.37 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 5.42 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,160 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 88,614 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...