• Gujarati News
  • Lifestyle
  • Does The Innocent Forget The Lunchbox Or Book School Tuition, What Is The Reason Which Makes Him Her Lost Everything?

બાળકોનું ધ્યાન ક્યાં છે?:શું તમારા બાળકો લંચબોક્સ કે બુક્સ સ્કૂલે ભૂલીને આવે છે? મૂકેલી વસ્તુઓ યાદ નથી રહેતી? એક્સપર્ટ પાસેથી જાણો આનું કારણ અને સોલ્યુશન

શ્વેતા કુમારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને કલાકો સુધી ભણવા ના બેસાડો
  • રૂમ કલરફુલ રાખવાને બદલે સફેદ રંગ રાખો

બાળકો ખૂબ ચંચળ હોય છે. તેમના પગ એક જગ્યાએ ટકતા નથી. અભ્યાસમાં પણ મન લાગતું નથી. આખો દિવસ ઘરમાં તોફાન કરે છે. પોતાની વસ્તુઓ જ્યાં મૂકી હોય એ ભૂલી જાય છે. રોજ પેન્સિલ અને રબર જેવી નાની-મોટી વસ્તુઓ ખોઈ દે છે. સ્કૂલેથી પણ ફરિયાદ આવે છે. ઘણા લોકો કહે છે, હજુ તો નાનો છે, મોટો થઈને સુધરી જશે. પરંતુ બાળકોમાં આ વાત કોમન હોવી એ જરૂરી નથી. આ શબ્દો છે સીનિયર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર સિંહના...

બાળકોમાં આ લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જાઓ
ડૉ. ધર્મેન્દ્ર સિંહે કહ્યું, મગજમાં ફ્રન્ટલ કૉર્ટેક્સ, રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ અને લિમ્બિક સિસ્ટમમાં તકલીફ આવવાને લીધે બાળકમાં અટેંશન ડેફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડરની તકલીફ થાય છે. આની ખબર ત્રણ-ચાર વર્ષની ઉંમરે ખબર પડી જાય છે. બાળકોમાં આ તકલીફ ત્રણ પ્રકારની હોય છે: ઈનઅટેંશન, હાઇપરએક્ટિવ અને ઈમ્પલ્સિવ:

ઈનઅટેંશન સિસ્ટમ

  • બાળકો પોતાની વસ્તુઓ સ્કૂલે કે ઘરે લાવવાની ભૂલી જાય.
  • વસ્તુઓ રાખીને ભૂલી જાય અથવા તો ખોઈ દે.
  • ખુશ હોય પણ કંઈક જોઈને એકદમ ઉદાસ થઈ જાય.
  • કોઈ પણ વાત એક વખતમાં ના સમજે.
  • અભ્યાસમાં કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં મન ના લાગે.

હાઇપરએક્ટિવ સિસ્ટમ્સ

  • કોઈ પણ એક જગ્યાએ ના બેસે
  • આખો દિવસ તોફાન કરે.
  • તેમની વાતો જ પૂરી ના થાય.
  • લોકો વચ્ચે વાતો કરવા લાગે.

ઈમ્પલ્સિવ સિસ્ટમ્સ

  • પોતાની એક્ટિવિટીથી અજઉંબાજુના લોકોને તકલીફ આપે.
  • કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવામાં તકલીફ થાય.
  • પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ ના જોવે.
  • આજુબાજુના બાળકોને તકલીફ પહોંચાડીને ખુશ થાય.

આવા બાળકો માટે ઉપાય શું?
ડૉ. ધર્મેન્દ્ર સિંહે કહ્યું, આ તકલીફની ટ્રીટમેન્ટ દવા અને બિહેવિયર થેરપી બંનેની મદદથી કરી શકાય છે. થેરપિસ્ટ માટે સૌથી મોટું ચેલેન્જ એ હોય છે જે બાળકોને તેમના પેરેન્ટ્સ ના સાચવી શકે તેમને એક જગ્યાએ બેસાડવા. આથી સૌપ્રથમ બાળકોને મેડિસિન આપીને થોડા શાંત કરવામાં આવે છે, એ પછી બિહેવિયર થેરપી આપવામાં આવે છે. આ ખૂબ અસરકારક છે.

બાળકોને અટેંશન ડેફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડરથી આ રીતે કાઢો

  • રૂમ કલરફુલ રાખવાને બદલે સફેદ રંગ રાખો. જેથી તેમનું ચંચળ મન શાંત રહે.
  • રૂમના એક ખૂણામાં સ્ટડી ટેબલ રાખો. જેથી વધારે વસ્તુઓમાં ધ્યાન ના ભટકે.
  • 15-20 મિનિટ વાંચી લે પછી 5 મિનિટનો બ્રેક આપો. કલાકો સુધી ભણવા ના બેસાડો.