તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Doctors Removed A Bunch Of 20 Live Worms From The Patient's Eye, Which Had Been In The Eye For Over A Year, And The Surgery Was Finally Successful.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં ચોંકાવનારો કિસ્સો:ડોક્ટર્સે દર્દીની આંખમાંથી 20 જીવતા કીડાઓનો એક ગુચ્છો કાઢ્યો, એક વર્ષથી આંખમાં ખૂંચતું હતું અને આખરે સર્જરી સફળ થઈ

5 મહિનો પહેલા
  • ડોક્ટર્સનો દાવો, ચીનના આ માણસની આંખમાં માખીઓના માધ્યમથી કીડા પહોંચ્યા
  • દર્દીમાં મળેલા પરોપજીવી કીડાઓ સામાન્ય રીતે કૂતરા અને બિલાડીઓમાં જોવા મળતા હોય છે

ચીનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના દર્દીની આંખમાં કીડાઓનો સમૂહ મળી આવ્યો છે. એ બધા કીડા જીવંત હતા. ડોકટર્સે પોપચામાંથી 20 જીવતા કીડા કાઢ્યા હતા. આંખોમાં વિચિત્ર મૂવમેન્ટ લાગ્યા પછી થોડા મહિના પહેલાં દર્દી સલાહ માટે ડોકટર પાસે પહોંચ્યો હતો. અહીં સર્જરી દરમિયાન આ ચોંકાવનારી બાબત સામે આવી હતી. દર્દી થાક અનુભવી રહ્યો હતો

ચાઇનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, આ જીવતા કીડાઓ લગભગ એક વર્ષથી દર્દીની આંખમાં હતા. દર્દીને આંખમાં કંઇક વિચિત્ર લાગ્યું. તેને લાગ્યું કે થાકને કારણે આવું થઈ રહ્યું છે. જ્યારે ડોકટર્સે તેની આંખોની તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે ડાબી બાજુના પોપચાની નીચે નાના-નાના કીડાનો એક ગુચ્છો છે.

​​​​​​​

આઉટડોર વર્કઆઉટ દરમિયાન કીડા આંખમાં પહોંચ્યા

  • કીડા કાઢનારા ડોક્ટર્સનું માનવું છે કે જે કીડાઓ પોપચામાંથી મળી આવ્યા છે એમાં લાર્વા હતા. દર્દીનું નામ વેન છે. તેને રમતગમતની પ્રવૃત્તિનો ખૂબ શોખ છે. જ્યારે દર્દી આઉટડોર વર્કઆઉટ કરતા હતા ત્યારે આ કીડા દર્દીની આંખમાં પહોંચ્યા. ધીમે-ધીમે દર્દીની સ્થિતિ વધુ વણસી ગઈ અને જ્યારે તેમનાથી સહન ન થયું ત્યારે તેઓ પૂર્વ ચીનના સુઝોયુ મ્યુનિસિપલ હોસ્પિટલમાં તપાસ માટે ગયા.
  • દર્દીએ ડોક્ટરને કહ્યું, તેઓ છેલ્લા એક વર્ષથી આંખમાં કંઇક ખૂંચતું અનુભવી રહ્યા છે.

કીડાઓ માખીઓ દ્વારા આંખો સુધી પહોંચ્યા
સારવાર કરી રહેલા ડો. શી ટિંગનું કહેવું છે કે દર્દીને માખીઓએ કરડ્યો હશે. માખીઓ દ્વારા કીડાઓ આંખમાં પહોંચ્યા. સર્જરી સફળ રહી છે અને કીડાઓ કાઢ્યા બાદ દર્દી રિકવર થઈ રહ્યા છે.
આ કીડા થલેજિયા કેલિપેડા જાતિના છે, જે આંખનો ચેપ ફેલાવવા માટે જાણીતા છે. સામાન્ય રીતે આ પરોપજીવી કીડા કૂતરા અને બિલાડીમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો