તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડ જીવ બચ્યો:ઇંગ્લેન્ડમાં ટીનેજરનાં પેટમાંથી ડૉક્ટરે દોઢ ફૂટનો લંબગોળાકાર વાળનો ગુચ્છો કાઢ્યો, ઘણા સમયથી પોતાનાં જ વાળ ખાતી હતી

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેંડમાં ડૉક્ટરની ટીમે 17 વર્ષની ટીનેજરનાં પેટમાંથી દોઢ ફૂટનો લંબગોળ આકારનો વાળનો ગુચ્છો કાઢ્યો છે. આ ટીનેજરે પોતાના જ વાળ ખાઈને જીવ જોખમમાં મૂક્યો. હાલ તેની તબિયત સારી છે. દર્દી રેપુન્ઝલ સિન્ડ્રોમથી પીડિત છે. આ રેર કન્ડિશનમાં માણસ પોતે જ પોતાના વાળ ખાય છે. આગળ જતા તે કેટલું ગંભીર બનશે તેની દર્દીને પણ ખબર હોતી નથી.

5 મહિનાથી પેટમાં દુખાવો હતો
આ ટીનેજરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ કેસ BMJ જર્નલમાં પબ્લિશ થયો છે. દર્દી બે વખત ચક્કર ખાઈને પડી જતા તેને ચહેરા પર માથામાં ઇજા થઇ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. માથામાં ઇન્જરી જોવા CT સ્કેન કર્યો. તેનો રિપોર્ટ જોઈને ડૉક્ટર ચકિત થઈ ગયા હતા. તેના પેટમાં લંબગોળ આકારનો વિશાળ ગુચ્છો હતો. તેને લીધે ટીનેજરને છેલ્લા 5 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો પણ તેણે કોઈને કહ્યું નહોતું. આ વાળ તેના પેટના અંગોને ચોંટી ગયો હતો. તેનું ઓપરેશન ઇંગ્લેન્ડની કવીન્સ મેડિકલ સેન્ટરમાં થયું. ડૉક્ટરે કહ્યું, આ ગૂંચળું એટલું વિશાળ હતું કે તે આખા પેટમાં ફેલાઈ ગયું હતું.

એક અઠવાડિયું હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખી
સર્જરી પછી તેને ICUમાં રાખવામાં આવી હતી. એક અઠવાડિયાં પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ તેને એક મહિના માટે સાઇક્યાટ્રિસ્ટ પાસે સારવાર માટે મોકલવામાં આવી હતી. હાલ તે ધીમે-ધીમે સાજી થઇ રહી છે.

2017માં એક ટીનેજરનું મૃત્યુ થયું હતું
13થી 20 વર્ષની ઉંમરના લોકોમાં આ બીમારીનું પ્રમાણ વધારે હોય છે. વાળ ખાવાથી શરીરમાં ઘણા ગંભીર કોમ્પ્લિકેશન આવી શકે છે. વર્ષ 2017માં ઇંગ્લેન્ડમાં 16 વર્ષની છોકરી રેપુન્ઝલ બીમારીને લીધે મૃત્યુ પામી હતી. વાળનાં ગુચ્છાને લીધે તેના પેટમાં ઇન્ફેક્શન થઇ ગયું અને જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો