અમેરિકામાં મેડિકલ સાયન્સ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. અમેરિકામાં ડોકટરોએ એક યુવતીને 3D પ્રિન્ટિંગથી નવો કાન લગાવી દીધો છે. યુવતીને જમણા કાનમાં થોડી સમસ્યા હતી, જે ડૉક્ટરોએ દૂર કરી દીધી છે અને એક નવો કાન લગાવ્યો છે. 3D પ્રિન્ટીંગ સાથે કાન પ્રિન્ટ કરાવવાનો આ વિશ્વનો પ્રથમ કેસ છે.
ડોકટરો દ્વારા કાનની આ સર્જરી માર્ચમાં કરી હતી. હવે યુવતીનો કાન તેના શરીર સાથે કામ કરવા લાગ્યો છે. જે પછી આ ચમત્કારની જાહેરાત કરવામાં આવી છે.
છોકરીના સેલમાંથી કાનની પ્રિન્ટ લઈને તેને જ લગાવી દીધી
દુનિયાભરમાં આ પહેલાં પણ આર્ટિફિશિયલ અથવા કોઈના કાન બીજામાં લગાવવામાં આવ્યા છે. પરંતુ કાનની 3D પ્રિન્ટીંગનો આ પ્રથમ કેસ છે. ખાસ વાત એ છે કે કાન માટે કોશિકાઓ છોકરીના શરીરમાંથી જ લેવામાં આવી હતી. આ કિસ્સામાં શરીર માટે 3D કાનને સ્વીકારવું ખૂબ સરળ છે. કયારેક એવું થાય છે કે ડોનરનાં કાન શરીર અપનાવી શકતું નથી.
નાનપણથી જ ખરાબ હતો કાન, મળ્યો જાદુઈ કાન
અમેરિકામાં રહેતી 20 વર્ષની યુવતીનો બાળપણથી જ કાન આડો-અવડો થઇ જાય છે. તે કાનથી તેને સંભાળતું ન હતું. ત્યારે યુવતીના પરિવારજનોએ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો.
કાનનું આ સફળ ઓપરેશન ન્યુયોર્કની 3ડબીઓ થેરાપ્યુટિક્સ નામની કંપનીએ કર્યું છે. આ છોકરીનો નવા કાન સામાન્ય કરતાં થોડો નાનો હોય છે. પરંતુ તે ધીમે ધીમે મોટા થઈ રહ્યો છે અને શરીર સાથે સુમેળ કરે છે.
આ 3D બોડી પાર્ટની ટેક્નોલોજી
3D પ્રિન્ટીંગ હવે એક સામાન્ય ટેકનોલોજી છે. જેનાથી કોઈ પણ વસ્તુની નકલ તૈયાર કરવામાં આવે છે. 3D પ્રિન્ટીંગ સાથે માત્ર મેટલ અને પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. પરંતુ હવે ડોક્ટરોએ તેનાથી માનવ અંગ પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જો આ ટેકનિક સફળ થાય તો દિવ્યાંગોને આવનારા સમયમાં ઘણો ફાયદો થશે. આ ટેક્નિકમાં શરીરમાંથી કોશિકાઓ લઈને એક નવું અંગ બનાવવામાં આવે છે.
કંપનીએ ટેક્નોલોજીને ગુપ્ત રાખી છે
3D પ્રિન્ટેડ કાન ધરાવતી કંપનીએ હજુ સુધી તેની ટેક્નોલોજી જાહેર કરી નથી. જો કે, કંપની દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, તે તમામ ધોરણોને અનુસરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.