• Gujarati News
  • Lifestyle
  • Doctor Uses 'iPhone 13 Pro Max' For Patient Check up After Corneal Transplant, Treats Using Photos Captured With Macro Lens

ટેક્નોલોજીની કમાલ:કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીનાં ચેક અપ માટે ડૉક્ટરે 'આઈફોન 13 પ્રો મેક્સ'નો ઉપયોગ કર્યો, મેક્રો લેન્સથી કેપ્ચર કરેલા ફોટોઝની મદદથી સારવાર કરી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. ટોમી કોર્ને 'આઈફોન 13 પ્રો મેક્સ'થી દર્દીની સારવાર કરી
  • મેક્રો લેન્સથી કેપ્ચર કરેલા ફોટોઝની મદદથી દર્દીની સારવાર કરી ડૉક્ટર ઈમ્પ્રેસ થઈ ગયા

ડિજિટલ યુગમાં ટેક્નોલોજી એ હદે એડવાન્સ બની છે કે હવે સ્માર્ટફોનનો ઉપયોગ ડૉક્ટર્સ દર્દીની સારવાર કરવા માટે કરવા લાગ્યા છે. જી હા આ વાત તમને ચોંકાવનારી લાગશે, પરંતુ તે હકીકત છે. અમેરિકાના એક ઓપ્થેલ્મોલોજિસ્ટે સોશિયલ મીડિયા પર આઈફોન 13 પ્રો મેક્સથી સારવાર કરી હોવાની વાત કરી છે.

અમેરિકાના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. ટોમી કોર્ને 'આઈફોન 13 પ્રો મેક્સ'નો અનોખો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં લોન્ચ થયેલા આ ફોનની ટેક્નોલોજી એટલી એડવાન્સ છે કે ડૉક્ટરે તેનો ઉપયોગ દર્દીની સારવાર કરવા માટે કર્યો.

આ દર્દીનું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ ડૉક્ટરે રેટિનાનાં સ્વાસ્થ્યની તપાસ કરવા માટે મેડિકલ ઈક્વિપમેન્ટને બદલે આઈફોન 13 પ્રો મેક્સના મેક્રો લેન્સનો ઉપયોગ કર્યો.

ડૉક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, આ અઠવાડિયે એક દર્દીની સારવાર માટે આઈફોન 13 પ્રો મેક્સના મેક્રો લેન્સનો ઉપયોગ કર્યો. આ લેન્સથી હું ઈમ્પ્રેસ થયો છું. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીની રિકવરી તપાસવા માટે આઈફોનથી કેપ્ચર કરેલા ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો.

ડૉક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરેલો ફોટો
ડૉક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરેલો ફોટો

એડવાન્સ કેમેરા
આઈફોન 13 પ્રો મેક્સના કેમેરામાં અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે. તેનો મેક્રો લેન્સ 2 સેન્ટિમીટરના અંતરથી ક્લિયર કટ ફોલો કેપ્ચર કરવા સક્ષમ છે. આ ફોનની કિંમત ભારતમાં 1,29,900 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...