• Gujarati News
  • Lifestyle
  • Do You Become Anxious As Soon As The Child's Exam Comes? Create A Stress Free Environment At Home By Adopting These Tips

એક્ઝામ અલર્ટ!:બાળકની પરીક્ષા આવતાં જ તમે ચિંતાતૂર બની જાઓ છો? આ ટિપ્સ અપનાવી ઘરમાં સ્ટ્રેસ ફ્રી વાતાવરણ બનાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને સારા માર્ક્સ લાવવા માટે પ્રેશર ન આપો
  • અભ્યાસ સાથે તેમના રમવાનું અને ટીવી જોવાનાં રૂટિનનું પણ ધ્યાન રાખો

બોર્ડ અને ફાઈનલ એક્ઝામ નજીક આવી રહી છે. કાઉન્ટ ડાઉન શરૂ થતાં બાળકોમાં પરીક્ષાનો ડર અને સ્ટ્રેસ વધવા લાગ્યો છે. આમ થવાનું કારણ, લાંબા સમય સુધી સ્કૂલ અને એક્ઝામિનેશન હોલથી દૂર રહેવાનું છે. સાઈક્યાટ્રિસ્ટ ડૉ. અવનિ તિવારી અને લાઈફ કોચ પીયુષ ભાટિયા પાસેથી જાણો પરીક્ષા પહેલાં બાળકોને સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રાખશો....

શા માટે પરીક્ષાનો ડર રહે છે
એક્ઝામ માટે બાળક કોન્ફિડન્ટ ન હોય ત્યારે તેને ચિંતા થાય છે. પેરેન્ટ્સ પણ બાળક પર સારા રેન્કનું પ્રેશર આપતા હોય છે. તેને કારણે બાળક સ્ટ્રેસ અને એન્ઝાયટીની ઝપેટમાં આવી જાય છે.

પેરેટન્સે આ બાબતોનું ધ્યાન રાખવું

  • ગમે તેમ કરીને સારા માર્ક્સ લાવવા માટે પ્રેશર ન આપો.
  • માત્ર માર્ક્સની પાછળ ન ભાગો એ પણ જુઓ કે બાળક કેટલો અભ્યાસ કરે છે.
  • રમવાનું અને ટીવી જોવાનું રૂટિન બંધ કરવાને બદલે તેનો ટાઈમ ઓછો કરો.
  • પરીક્ષા પહેલાં ભોજન અને સૂવાના ટાઈમનું રૂટિન બનાવો.
  • પોઝિટિવ અપ્રોચ અંગે બાળકોને પ્રેરિત કરો.
  • અભ્યાસ સાથે હળવી એક્સર્સાઈઝ માટે પણ બાળકને પ્રેરિત કરો.

વિદ્યાર્થીઓએ આ વાત ધ્યાનમાં રાખવી
સ્ટુડન્ટ્સે સમજવાની જરૂર છે કે પરીક્ષા ક્યારે છે અને તેમણે શા માટે અભ્યાસની આવશ્યકતા છે. સ્ટ્રેસ લેવાથી માર્ક્સ સારા આવતા નથી. તેથી પરીક્ષા ટાણે અભ્યાસ કરવાને બદલે પહેલાં જ તૈયારી કરી લેવી જોઈએ. જે ટોપિક ન ફાવતો હોય તેની વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...