બ્યુટી ટિપ્સ:રસોડામાં જ છે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવાનો ઈલાજ, વધે નથી તે માટે કરો આ ઘરગથ્થુ ઉપાય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે વધી ગયેલું વજન અચાનક જ ઓછું થાય છે ત્યારે શરીર પર સ્ટ્રેચ માર્ક્સ જોવા મળે છે. તો મહિલાઓમાં પ્રેગ્નન્સી બાદ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થવી સામાન્ય વાત છે, આ પાછળનું કારણ એ છે કે, ત્વચામાં વધારે ખેંચાણ આવવું. સ્ટ્રેચ માર્ક્સ સામાન્ય રીતે પેટ, બ્રેસ્ટ, જાંઘ અને હાથના ઉપરના ભાગમાં જોવા મળે છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યાં છે કે, કેવી રીતે ઘરગથ્થુ ઉપચારથી ત્વચા પરના સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકાય છે.

સ્ટ્રેચ માર્ક્સ ન થાય તે માટે શું કરવું જોઈએ?
સ્ટ્રેચ માર્ક્સ ત્વચાના ઉપરના ભાગમાં નહીં પણ ત્વચાના નીચેના ભાગમાં ઇલાસ્ટિન અને કોલેજન ફાઇબર્સમાં તિરાડોને કારણે થાય છે. જેનાથી ત્વચા પર સફેદ અથવા રંગીન પટ્ટાઓ જોવા મળે છે. સ્ટ્રેચ માર્ક્સના ઉપચાર કરતાં વધુ સારું એ છે કે તે ન થાય તે માટે શું કરવું જોઈએ. જોકે સ્ટ્રેચ માર્ક્સના નિશાન સમય જતાં ઝાંખા પડી જાય છે, પરંતુ ક્યારે પણ સ્ટ્રેચ માર્ક્સ જતા નથી. જો તમે વજન ઘટાડવા માટે કસરત અને મસાજ કરો છો તો બંને તમારા સ્નાયુઓ અને ત્વચાને ટોન કરીને સ્ટ્રેચ માર્ક્સ રોકવામાં મદદ કરશે. પરંતુ ગર્ભવતી મહિલાઓએ કસરત અને મસાજ ડૉક્ટરની સલાહને બાદ જ કરવા જોઇએ.

રસોડામાં જ છે સ્ટ્રેચ માર્ક્સનો ઈલાજ
જ્યારે પેટ પરની ચામડી ખેંચાય છે, ત્યારે ત્વચામાં ડ્રાયનેસ અને ખંજવાળની ​​સમસ્યા પણ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તેલ માલિશથી ત્વચા મુલાયમ બને છે. જેનાથી આ પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે. બોડી લોશન લગાવવાથી ત્વચાને ફરીથી હાઇડ્રેટ કરવામાં અને શુષ્કતાને રોકવામાં મદદ મળે છે.

સ્ટ્રેચ માર્ક્સના ઘરગથ્થુ ઉપચાર

માલિશ માટે શુદ્ધ ઓલિવ ઓઈલ અથવા તલના તેલનો ઉપયોગ કરો. જે લોકોની ત્વચા એકદમ ડ્રાય હોય તો શુદ્ધ બદામ તેલનો ઉપયોગ કરી શકે છે.

ત્વચાને હાઇડ્રેટેડ રાખો. સ્નાન કર્યા પછી તરત જ ભીની ત્વચા પર બોડી લોશન લગાવો.આ ભેજ બોડી લોશનને સીલ કરવામાં મદદ કરે છે.

જર્મ તેલમાં પણ વિટામિન-E ભરપૂર હોય છે. જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે. આ તેલનો ઉપયોગ ઓલિવ, બદામ અથવા મસાજ માટે વપરાતા કોઈપણ તેલ સાથે મિક્સ કરીને કરી શકાય છે. નાભિથી શરૂ કરીને ગોળાકાર ગતિમાં પેટને માલિશ કરો અને બહારની તરફ જાઓ. સગર્ભા સ્ત્રીઓએ પેટનું મસાજ ડૉક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ. તેવી જ રીતે, જો શરીરના કોઈપણ ભાગ પર કોઈ ઈજા હોય અથવા ત્વચાની કોઈ સમસ્યા હોય, તો પહેલા ડૉક્ટરની સલાહ લો.

ચોખાના લોટમાં દહીં અને હળદરમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ બાદ હળવા હાથે માલિશ કરવાથી ત્વચા સારી થાય છે અને ચમક પણ વધે છે.

ઓલિવ અથવા તલના તેલથી ત્વચા પર માલિશ કરો. ચણાના લોટમાં દહીં અને થોડી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ત્વચા પર લગાવો. અડધા કલાક પછી ધોઈ લો. પછી મોઇશ્ચરાઇઝિંગ લોશન લગાવો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી સ્ટ્રેચ માર્કસની સમસ્યાથી છુટકારો મળશે.

આ સિવાય જ્યાં સ્ટ્રેચ માર્ક્સ હોય તે જગ્યા પર એલોવેરા જેલ લગાવો.