તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણ હવે આવીને આંગણે ઊભી છે. અત્યારથી સાંજે તમે આકાશમાં રંગબેરંગી પતંગો ઊડતા જોઈ શકો છો. દર વર્ષે ઉત્તરાયણ પછી આપણે આ સમાચાર પણ સાંભળી છીએ કે દોરીને લીધે પક્ષીઓ ઘવાયાં અને મૃત્યુ પામ્યાં. અમદાવાદમાં ‘જયહિંદ સેવા સમિતિ’ છેલ્લાં ઘણાં વર્ષોથી ઘાયલ પક્ષીઓને નવજીવન આપવાનું કામ કરે છે. છેલ્લાં 4 વર્ષથી જીવદયા ફિલ્ડ અને જયહિંદ સેવાસમિતિ સાથે જોડાયેલા ધવલભાઈ જોશી સાથે વાત કરીને દિવ્ય ભાસ્કરે ઘવાયેલાં પક્ષીઓને ઘરે સારવાર કેવી રીતે આપવી અને ઉત્તરાયણમાં પક્ષીઓની સલામતી માટે કઈ વાતોનું ધ્યાન રાખવું તે વિશે જાણકારી મેળવી. આ ઉત્તરાયણમાં આપણે પણ તેમની વાતોની મગજમાં ગાંઠ વાળી લઈશું તો ઘણા બધા પક્ષીઓનું અમૂલ્ય જીવન બચાવી લઈશું.
પક્ષીઓ દોરીમાં ફસાય નહિ તે માટે શું કરવું?
ઘવાયેલાં પક્ષીની ઘરે સારવાર કેવી રીતે કરવી?
ધવલભાઈએ કહ્યું, ઉત્તરાયણ પૂરી થઈ ગયા પછી પણ મહિનાઓ સુધી દોરીમાં ફસાયેલાં પક્ષીઓના કેસ આવે છે અને તેના માટે આપણી દોરી જ જવાબદાર છે. આ સીઝનમાં માઈગ્રેટરી બર્ડ્સ પણ વધારે આવે છે. વિદેશી પક્ષીઓ પણ પતંગની દોરીથી ઘવાય છે. જયહિંદ સેવાસમિતિ ગ્રૂપમાં 25થી વધારે મેમ્બર કાર્યરત છે. આ ગ્રૂપમાં સ્ટુડન્ટથી લઈને હાઉસવાઈફ સામેલ છે. સૌથી ઉંમરલાયક મેમ્બર 68 વર્ષના છે.
આ વર્ષે ઉત્તરાયણ પહેલાં બીજું એક નામ પણ સંભળાઈ રહ્યું છે અને એ છે બર્ડ ફ્લૂ. ગુજરાતમાં હાલ બર્ડ ફ્લૂની દહેશત છે. અનેક પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીને બર્ડ ફ્લૂ છે કે કેમ અને તેની સારવારનું પૂછવા અમે અમદાવાદનાં વેટરનરી સર્જન ડૉ. જાનકી પટેલ સાથે વાત કરી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષી-પ્રાણીઓની સર્જરી અને ટ્રીટમેન્ટ આપીને સાજા કરી રહ્યા છે.
ડૉ. જાનકીએ કહ્યું કે, ઉત્તરાયણ અને બર્ડ ફ્લૂ આ બંનેની હાજરીમાં આ વખતે વધારે સાવચેત રહેવાની જરૂર છે. સામાન્ય માણસ માટે પક્ષી જોતાની સાથે તે બર્ડ ફ્લૂ સંક્રમિત છે કે નહિ તે કહેવું અઘરું છે તેથી તહેવારમાં કોઈ ઘવાયેલું પક્ષી આપણા ધ્યાનમાં આવે તો સૌથી પહેલાં બર્ડ રેસ્ક્યુ હેલ્પલાઈનનો સંપર્ક કરવો. જો પક્ષીનું શરીર દોરાના ગુચ્છામાં ફસાયેલું હોય તો દોરાને ખેંચીને નહિ પણ કાતરથી કાપીને દૂર કરવા.પક્ષીના ઘા પર હળદર અથવા બીજી કોઈ પણ દવા ક્યારેય ના લગાવવી જોઈએ. જો વધારે બ્લીડીંગ થતું જણાય તો તે જગ્યા પર ભીના કોટનથી હળવા હાથે દબાવવું. પક્ષીને સાચવીને એક બોક્સમાં મૂકવું અને તેમાં હવાની અવર-જવર રહે એ માટે કાણા પાડી દેવા.જ્યાં સુધી રેસ્ક્યુ કરવા માટે આવે નહિ ત્યાં સુધી પક્ષીનું ધ્યાન રાખવું.
વિવિધ NGOના મેમ્બરને ટ્રેનિંગ આપવામાં આવે છે આથી તેઓ ઊંચાઈએથી પણ પક્ષીને રેસ્ક્યુ કરી શકે છે. આપણે ઘરે તેની કોઈ સારવાર કે દવા આપવાનો પ્રયત્ન ના કરવો. સવારે 6થી 9 અને સાંજે 4થી 7ના સમયમાં પક્ષીઓની અવર-જવર વધારે હોય છે. આથી આ સમયમાં પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ.
તો, દર વર્ષે ઉત્તરાયણમાં આપણી મજા ઊડતા પક્ષીઓ માટે સજા ના બની જાય તેનું ધ્યાન રાખીએ. અમદાવાદમાં 45થી પણ વધારે જીવદયા NGO છે. તેમનો સંપર્ક કરીને ઘાયલ પક્ષીને સમયસર પહોંચાડીએ અને તેમનો જીવ બચાવીએ.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.