• Gujarati News
  • Lifestyle
  • Do Not Make These 5 Mistakes In Online Dating, Otherwise Breakup Should Not Be Crucified Before It Becomes A Thing

પ્રેમમાં થોડું સાચવીને..:ઓનલાઈન ડેટિંગમાં આ 5 ભૂલ ના કરતા, નહીં તો રિલેશન શરુ થાય તે પહેલાં જ બ્રેકઅપ થઈ જશે

મીનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં કોરોનાવાઈરસની એન્ટ્રી પછી ઓનલાઈન ડેટિંગમાં વધારો થયો છે. નાના ગામડાઓમાં પણ સ્માર્ટફોન પહોંચી જતા હવે વર્ચ્યુઅલ ડેટિંગ સરળ બન્યું છે. જે યુવાનો શરમાળ સ્વભાવના છે તેમના માટે આ ડેટિંગ સારો ઓપ્શન સાબિત થઈ રહ્યો છે. ઓનલાઈન ડેટિંગથી ફાયદા થયા છે પણ સામે જોખમ પણ વધ્યા છે. પ્રેમના નામે ફ્રોડ કેસ વધી ગયા છે. આથી આપણે સૌએ જાણવું જરૂરી છે, ઓનલાઈન ડેટિંગમાં શું ધ્યાન રાખવું?

એક્સપર્ટ શું સલાહ આપે છે?
રિલેશનશિપ એક્સપર્ટ ડૉ. કે. આરે કહ્યું, વર્ચ્યુઅલ ડેટિંગને સેફ ડેટિંગ માનવામાં આવે છે. યુવક-યુવતીઓ કોઈ ખૂણામાં બેસીને તેમના પાર્ટનર સાથે બેસીને વાત કરે છે તો તેમને લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી. સેફ ઝોનમાં જઈને તેઓ ના કરવાનું કામ કરી બેસે છે. કોઈ પણ પ્રકારનું એક્સપોઝર જરૂર કરતાં વધારે જોખમી હોય શકે છે. ઘણીવાર છોકરીઓ પ્રેમમાં પડીને પોતાના પર્સનલ ફોટોઝ પણ છોકરાઓને શેર કરી દે છે. પાર્ટનરની ડિમાન્ડ પર શરીરનું પ્રદર્શન કરે છે. આના પરિણામ ભયંકર હોય છે.

દિલ્હીમાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મલિકે કહ્યું, ઓનલાઈન ડેટિંગ દરમિયાન વ્યક્તિ પોતાની હકીકતથી દૂર થતો જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઓફલાઈન મીટિંગ કરે છે ત્યારે તેનું બિહેવિયર ખબર પડે છે પણ ઓનલાઈનમાં કઈ સમજાતું નથી. પાર્ટનર જ્યારે સાથે રહેવાનું શરુ કરે છે ત્યારે તેમને એકબીજાનું સારું-ખરાબ બિહેવિયર ખબર પડે છે અને આ વાત છેક ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

જો તમે પણ ઓનલાઈન ડેટિંગ કરી રહ્યા હો તો આ ભૂલ ના કરો
માત્ર ચહેરો જોઇને નિર્ણય ના લો

ઓનલાઈન દુનિયાનો મોટો ભાગ ફેક છે. ઘણી ફેક પ્રોફાઈલ છે. ખોટી જાણકારી ઉમેરવામાં આવે છે. ફોટો વધારે પડતા એડિટ કરવામાં આવે છે. આને લીધે માત્ર મોઢું જોઇને ડેટિંગનો કોઈ નિર્ણય ના લેવો જોઈએ.

વધારે ઝડપથી આગળ ના વધવું
ઓનલાઈન ડેટિંગમાં ઘણીવાર એવું થાય છે કે તમને પાર્ટનર મળી જાય અને એ પછી મેસેજિંગ અને કોલિંગ શરુ થઈ જાય છે. આ ખોટી પ્રેક્ટિસ છે. ચેટ કરનારી વ્યક્તિ નક્કી નથી કરી શકતી કે ટેક્સટિંગ ક્યારે સેક્સટિંગમાં બદલાય જાય છે. આથી એકબીજાની લાગણીમાં વહીને નહીં પણ સમજી-વિચારીને આગળ વધવું.

પર્સનલ ફોટો ના મોકલો
ઓનલાઈન ડેટિંગ દરમિયાન યુવક કે યુવતીએ પોતાના પ્રાઈવેટ ફોટો ક્યારેય શેર ના કરવા જોઈએ. આ બધા કામથી ભવિષ્યમાં મુશ્કેલી વધી શકે છે. ઘણીવાર છોકરીઓના ફોટોનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે.

પરફેક્ટ પાર્ટનરનું સપનું
દરેક વ્યક્તિની અંદર સારી અને ખરાબ બાબતો છુપાયેલી હોય છે, પરંતુ જ્યારે આપણે પાર્ટનર વિશે વિચારીએ છીએ ત્યારે ઘણા બધા પાસા તપાસવા બેસી જઈએ છીએ. પાર્ટનરમાં સારી વસ્તુઓ જ શોધીએ છીએ. ઘણીવાર આને લીધે આપણે એક પછી એક રીજેક્શન કરીએ છીએ. જો આવામાં પાર્ટનર મળી પણ જાય તો આગળ જઈને ઝઘડા થાય છે.

જૂઠાણું પકડી પાડો
ઓનલાઈન ડેટિંગમાં વ્યક્તિ ખોટું બોલી શકે છે. તમારી વાત ચાલુ હોય ત્યારે તે કહી શકે છે કે હું મીટિંગમાં છું, હોટેલમાં છું કે પછી કોઈ રેસ્ટોરાંમાં છું. હકીકત આપણી સામે હોતી નથી. આથી એક વસ્તુ જાણવી જરૂરી છે કે કોઈ વ્યક્તિ તમને ઈમ્પ્રેસ કરવા તો ખોટું નથી બોલતી ને !

સોલ્યુશન શું છે?
આજકાલની બિઝી લાઈફસ્ટાઈલમાં એટલો સમય નથી કે દરેક વ્યક્તિને ઓફલાઈન જઈને મળીએ પરંતુ જો તમે રાઈટ પાર્ટનરની શોધમાં છો તો જેટલું ઓનલાઈન ડેટિંગ કરી રહ્યા છો તેટલું જ ઓફલાઈન મુલાકાત પણ કરો. વ્યક્તિને સમજવામાં સમય લો. એકબીજા સામે બેસીને વાત કરવી અને હાવભાવ જોવા જરૂરી છે. આમ કરવાથી તમે ખોટા રિલેશનમાં પડીને પસ્તાશો નહીં.