હેલ્થ કેર / સ્કિન પર આવતી ખંજવાળ, બળતરાની અવગણના ન કરો, આ સ્કિન કેન્સરનાં લક્ષણો હોઇ શકે છે

Do not ignore skin irritation, irritation, this can be skin cancer symptoms

divyabhaskar.com

May 12, 2019, 11:27 AM IST

હેલ્થ ડેસ્કઃ સ્કિન કેન્સરની સમસ્યા લોકોમાં ઝડપથી વધી રહી છે. જ્યારે ત્વાચાનાં કોષો અસામાન્ય રીતે વિકસિત થવા લાગે ત્યારે સ્કિન કેન્સરનો રોગ થાય છે. શરીરનો જે ભાગ સૂર્યનાં કિરણોનાં સીધા સંપર્કમાં આવે છે, તે ભાગ પર સ્કિન કેન્સર થવાનો ભય વધારે હોય છે. પરંતુ સ્કિનને લગતા વિવિધ રોગ એવા છે, જેના કારણે મોટા ભાગનાં લોકો સ્કિન કેન્સરના લક્ષણને ઓળખી જ શકતા નથી. તો આવો સ્કિન કેન્સરના લક્ષણો અને તેનાથી રક્ષણ કેવી રીતે મેળવી શકાય તેના વિશે માહિતી મેળવીએ.

સ્કિન કેન્સરના લક્ષણો

 • ગર્દન, માથું, ગાલ અને આંખોની આસપાસ અચાનક બળતરા થવા લાગવા
 • સ્કિન પર તેની જ ડાઘ-ધબ્બો પડવો
 • બર્થ માર્ક ઉંમર વધવાની સાથે પણ રહે જ છે, જો બર્થ માર્ક અચાનક મોટો થાય તથા ત્યાં ખંજવાળ આવે તો તેને સામાન્ય ન ગણવું
 • સ્કિન પરના તલનો આકાર અચાનક મોટો થાય કે તેનો રંગ બદલાય જવો
 • જો ચહેરા પર પિમ્પલ થતા હોય અને તેનો આકાર અને રંગમાં બદલાવ આવવો
 • તડકામાં ખંજવાડ થવા લાગવી

ઉપરોક્ત કોઇ પણ લક્ષણ જણાય તો પહેલાં સ્કિનના ડોક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવો. સ્કિન પર થતી કોઇ પણ આડઅસર પર ઘરેલુ ઉપચાર કરતાં પહેલાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરો કારણ કે આપણને ખબર નથી હોતી કે આ લક્ષણ શેનું છે પણ તે સ્કિન કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે.

આ રીતે રક્ષણ કરો

 • તડકામાં નીકળો ત્યારે શરીરને ઢાંકી લો, એટલે કે દુપટ્ટો, ચશ્મા, હેન્ડ ગ્લોઝ પહેરીને નીકળો
 • સ્કિન પર ડાઘ થવા પર ડોક્ટર પાસે જઇને પહેલા ચેકઅપ કરાવો
 • ખૂબ પાણી પીઓ, જેનાથી સ્કિન કેન્સર હોવાનો ભય ઓછો રહેશે
 • સ્કિન પર લોશન, મોશ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરો, પરંતુ સારી પ્રોડક્ટ જ સ્કિન પર વાપરો.
X
Do not ignore skin irritation, irritation, this can be skin cancer symptoms
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી