સલાહ / ખભાના દુખાવાની અવગણના ન કરો, ડાયાબિટીસ થઈ શકે છે

Do not ignore shoulder pain, diabetes can occur

divyabhaskar.com

May 11, 2019, 11:09 AM IST

હેલ્થ ડેસ્કઃ એક ઉંમર પછી મોટાભાગના લોકોને રાત્રે સૂઈને ઊઠ્યાં બાદ ખભા જકડાઈ જવાની અને દુખાવો થવાની ફરિયાદ રહેતી હોય છે. આપણે તેને નાની વાત સમજીને અવગણી દઇએ છીએ. પરંતુ તે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખભામાં દુખાવો માત્ર સૂવાની ખોટી રીત કે તકિયા પર ઊંઘવાના કારણે નથી થતો. આ દુખાવો ડાયાબિટીસના કારણે પણ થતો હોય છે. આ દુખાવાને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. ડાયાબિટીસ સાથે તેનો શું સંબંધ છે ચાલો જાણીએ.


ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભા જકડાઈ જવા. આ એક એવી સ્થિતિ છે, જે તમારા ખભાના સાંધા પર અસર કરે છે. તેનાથી સામાન્ય રીતે ખભામાં દુખાવો થાય છે અને ખભો કડક થઈ ગયો હોય એવું લાગે છે. ધીમે-ધીમે આ દુખાવો વધવા લાગે છે. પછી તો ખભો હલાવવો પણ મુશ્કેલ બની જાય છે. ડાયાબિટીસની સમસ્યાઓના સ્વરૂપમાં ફ્રોઝન ખભો બહુ ઓછું જાણીતું લક્ષણ છે. એટલે જ ડાયાબિટીસના અન્ય લક્ષણોની સરખામણીએ આ લક્ષણની ચર્ચા બહુ ઓછી થાય છે. આવું એટલા માટે કારણ કે ડાયાબિટીસનો સીધો સંબંધ વિટામિન ડી અને કેલ્શિયમની ઊણપ, રોગપ્રતિકારક શક્તિ ઓછી અને ઓસ્ટીયોપોરોસિસ (નબળા હાડકાં) સાથે છે.


50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જેમને ફ્રોઝન શોલ્ડરની ફરિયાદ હોય તેમણે ચોક્કસપણે ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ. ખભા જકડાઈ જવાની પરિસ્થિતિ એટલે ઊભી થાય છે કારણ કે તમે કસરત કરતા નથી. જે લોકો નિયમિત કસરત કરે છે, તેમને ક્યારેય ફ્રોઝન શોલ્ડર નથી થતો. આ દુખાવામાં શુગર અને ડાયટ કન્ટ્રોલ કરવું પડે છે. તેમજ ફિઝિયોથેરપીથી ફ્રોઝન શોલ્ડરની સારવાર કરવામાં આવે છે. જ્યાં સુધી કોઈ ગંભીર બાબત ન હોય ત્યાં સુધી કોઈ દવાઓ અથવા સર્જરીની જરૂર પડતી નથી. આ દુખાવામાંથી રાહત મેળવવા જ્યાં દુખાવો થતો હોય 15 મિનિટ માટે હીટિંગ પેડ મૂકી રાખવું. આ પ્રયોગ દિવસમાં 2થી 3 વાર કરી શકાય. આ સિવાય દરરોજ સવારે નિયમિત હાથ અને ખભાની કસરત કરવાથી પણ દુખાવામાં રાહત મેળવી શકાય.

X
Do not ignore shoulder pain, diabetes can occur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી