• Gujarati News
  • Lifestyle
  • Do Not Hide Important Things Related To Children In PTM, It Is Necessary To Share The Atmosphere Of The House With The Teacher

પેરેન્ટિંગ:પેરેન્ટ ટીચર મીટિંગમાં બાળકોની મહત્ત્વની વાતો છુપાવો નહીં, શિક્ષક સાથે ઘરનો માહોલ શૅર કરવો જરૂરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PTMમાં પેરેન્ટ્સે ટીચર સામે પોતાના બાળક વિશે મન ખોલીને વાત કરવી જોઈએ

ઉછળતા-કૂદતા બાળકો સાથે નમન(નામ બદલ્યું છે) પણ ક્લાસમાં જતો હતો. ખૂણાની સીટ પર ચૂપચાપ બેસી રહેતો. વાત વાતમાં શરમાઈ જતો. અભ્યાસમાં પણ તેનું મન લાગતું નહોતું. હોમવર્ક નહોતો કરતો અને જો કરીને આવતો તો હેન્ડ રાઇટિંગ ખૂબ ખરાબ હતા. છેલ્લા ઘણા સમયથી તે ગુમશુમ રહેતો હતો, પહેલાં આવું કઈ જ નહોતું. તે તોફાની અને અભ્યાસ પણ મન લગાવીને કરતો હતો. સેન્ટ મેરી સ્કૂલની ટીચર એસ્ટર જૉય મોસિસે કહ્યું કે, પેરેન્ટ ટીચર મીટિંગ એટલે કે PTMમાં તે બાળકના માતા-પિતાની વાત સાંભળીને હું ચોંકી ગઈ. નમનના પેરેન્ટ્સના ઝઘડાની વાત તલાક સુધી પહોંચી ગઈ હતી, તેની અસર આ માસુમના મન પર થઈ.

ટીચર જૉય મોરિસે છેલ્લા 15 વર્ષથી નાની બાળકોને ભણાવી રહ્યા છે. સ્કૂલમાં ટીચર નહીં પણ માતા બનીને વર્તન કરે છે જેથી માસુમ અભ્યાસ પર ધ્યાન આપી શકે. પોતાની વાત ડર્યા વગર કહી શકે. મોરિસે કહ્યું, ઘણીવાર બાળકોના વ્યવહારમાં અચાનક પરિવર્તન જોવા મળે છે. જો બાળક સરખી રીતે પર્ફોમન્સ ના કરતા હોય ક્લાસમાં ખોવાયેલા રહેતા હોય ત્યારે PTMમાં પૂછવા પર પણ માતા-પિતા સાચું કારણ આપતા નથી અને તેઓ ટીચર પર બ્લેમ કરે છે કે તમને ફી શેની આપીએ છીએ? જો કે, અમુક પેરેન્ટ્સ પ્રામાણિકપણે બધું કહી દે છે.

આટલી વાતો ટીચરથી ના છુપાવો
એમિટી યુનિવર્સિટી, રાજસ્થાનમાં મનોવિજ્ઞાન વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નેહર્ષિ શ્રીવાસ્તવે કહ્યું કે, પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં પેરેન્ટ્સે ટીચર સામે પોતાના બાળક વિશે મન ખોલીને વાત કરવી જોઈએ. આ વાતો માત્ર અભ્યાસ નહીં પણ ઘરના વાતાવરણ સાથે પણ જોડાયેલી હોવી જોઈએ. ઘરમાં માહોલ અને રિલેશનની અસર બાળકના કલાસરૂમના પર્ફોમન્સ પર પડે છે. પરિવારમાં કોઈનું મૃત્યુ, લાંબી બીમારી, માતા-પિતા વચ્ચે ઝઘડા અને ડિવોર્સ આ બધી વાતની અસર બાળકના પર્ફોમન્સ પર પડે છે.

ડૉ. નેહર્ષિએ કહ્યું, જોવામાં એવું લાગે કે બાળક પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ કરી રહ્યું છે, પરંતુ તેમના મગજમાં તો કંઈક બીજું જ ચાલતું હોય છે. એ પછી માસુમને કઈ વાતથી આઘાત લાગ્યો છે તે વાત જાણવી મુશ્કેલ થઈ પડે છે. ટીચર બાળકોને લર્નિંગ સ્ટાઈલ સમજાવે છે અને જવાબદાર ટીચર્સ તકલીફો જાણ્યા પછી બાળકને સારી રીતે સાચવી અને સમજાવી શકે છે.