ભારતમાં 15% ફૂડ સપ્લિમેન્ટ્સ અસુરક્ષિત:મસલ્સ બનાવવાનાં ચક્કરમાં હાર્ટ, કિડની અને લિવરને જોખમ, જાહેરાત જોઈને બાળકોને ન આપો હેલ્ધી ડ્રિન્ક

18 દિવસ પહેલા

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ સોમવારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશમાં લગભગ 15 ટકા પ્રોટીન પાઉડર અને ફૂડ સપ્લિમેન્ટ્સ સુરક્ષિત નથી. 2021-22 દરમિયાન એકત્રિત કરવામાં આવેલાં 1.5 લાખ ડાયટ સપ્લિમેન્ટ્સ પૈકી લગભગ 4890 સેમ્પલ્સ નકલી સાબિત થયાં હતાં.

ખોરાકમાં જે કમી આવે છે એની ઊણપને પૂરી કરે છે ફૂડ સપ્લિમેન્ટ્સ
આપણા મનમાં હંમેશાં એક સવાલ આવે છે કે આખરે ફૂડ સપ્લિમેન્ટ્સ શું હોય છે? 'ધ ટ્રુથ અબાઉટ ડાયટરી સપ્લિમેન્ટ્સ'ના લેખિકા મહતાબ જાફરીએ જણાવ્યું હતું કે જે ફૂડ સપ્લિમેન્ટ્સ કે ન્યૂટ્રિયન્ટ્સ આપણે આપણા ડાયટમાં લઈ શકતાં નથી એને પૂરાં કરવા માટે ડાયટરી સપ્લિમેન્ટ્સ લેવામાં આવે છે, જે શરીરમાં પોષકતત્ત્વોની ઊણપને પૂરી કરવાનું કામ કરે છે.

આ સપ્લિમેન્ટ્સમાં વિટામિન, મિનરલ્સ, જડીબુટ્ટીઓ અને એમિનો એસિડ હોઈ શકે છે. આ છે સપ્લિમેન્ટ્સ અલગ-અલગ, જેમ કે ગોળીઓ, કેપ્સ્યૂલ્સ, પાઉડર, એનર્જી બાર અને હેલ્થ ડ્રિંક્સ તરીકે લઇ શકાય છે. આ બધામાં સૌથી સામાન્ય વિટામિન પૂરક છે. આ જિમ જતા યુવાનો અથવા રમતવીરો દ્વારા જ લેવામાં આવે છે.

ડોકટરની સલાહ વગર બાળકોને હેલ્ધી અને એનર્જી ડ્રિંકસ ન આપો
ઘણાં માતા-પિતા બાળકોની હાઇટ અને હેલ્થને લઇને વધુ જ ચિંતામાં હોય છે, તેથી ડોકટરની સલાહ વગર જ બજારમાંથી સપ્લિમેન્ટ્સ ખરીદીને બાળકોને આપે છે. તો બાળકો માટે બનાવેલાં હેલ્ધી ડ્રિંક્સ જનરલ સ્ટોર્સ કે કેમિસ્ટની દુકાનો પર સરળતાથી ઉપલબ્ધ હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ આ પણ ડોક્ટરની સલાહ વગર બાળકોને ન આપવાં જોઈએ.

જાહેરાત જોયા બાદ બાળકોને એનર્જી ડ્રિંકના રવાડે ન ચઢાવો
ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂટ્રિશનના વૈજ્ઞાનિક ડૉ. સુબ્બારાવ એમ. ગવરાવરપુરે જણાવ્યું હતું કે ટીવી અથવા સોશિયલ મીડિયા પર હેલ્ધી ડ્રિંક્સની જાહેરાત જોઈને મોટા ભાગનાં માતા-પિતા જાહેરાતથી પ્રભાવિત થઇ જાય છે ને બાળકોને આપવાની શરૂઆત કરે છે. ખરેખર બાળકોને આ આપવાની જરૂર નથી. એમાં ઘણીબધી ખાંડ હોય છે, જે બાળકોના મેટાબોલિઝ્મને અસર કરે છે અને તે તેમની સ્થૂળતાનું મુખ્ય કારણ બની જાય છે.

તો મનમાં સવાલ આવે છે કે આખરે ફૂડ સપ્લિમેન્ટ્સની સલાહ આપવામાં કેમ આવે છે?

80% ભારતીયો હેલ્ધી ડાયટને નથી અનુસરતા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂટ્રિશન (NIN)નાં ડિરેક્ટર ડૉ. હેમલતા આર.એ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હેલ્ધી ડાયટમાં દરરોજ ઓછામાં ઓછા 500 ગ્રામ શાકભાજી અને ફળો હોવાં જોઈએ. વ્યક્તિને પ્લેટમાં રહેલી વસ્તુઓમાંથી ઓછામાં ઓછી 8% દૈનિક કેલરી મેળવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે 80% ભારતીયો હેલ્ધી ડાયટ લેતા નથી.

તો બીજી તરફ ભારતના લોકો તેમના આહારમાં ઘણાં બધાં અનાજ ખાય છે, પરંતુ કઠોળ, લીલી શાકભાજી અને ફળો, ડ્રાયફ્રૂટ્સ અને ડેરી ઉત્પાદનો તેમની થાળીમાં સામેલ નથી.

નબળા પોષણની અસરને કારણે માતાના ગર્ભમાં ઊછરી રહેલું બાળક પણ કુપોષણનો શિકાર બની જાય છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આહાર દ્વારા પોષણની ઊણપને પહોંચી વળવાને બદલે સપ્લિમેન્ટ્સનો આશરો લેવામાં આવે છે.

જ્યાં સુધી શરીરમાં પોષકતત્ત્વોની ઊણપ ન હોય ત્યાં સુધી સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ. પેથોલોજિકલ ટેસ્ટ દ્વારા જ પોષકતત્ત્વોની ઊણપ વિશે માહિતી મળે. જો શરીરમાં કોઈ પોષકતત્ત્વોની ઊણપ જોવા મળે છે તો એનાં લક્ષણો પણ જોવા મળે છે. આ પછી ડૉક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. ચાલો... એને ગ્રાફિકલી સમજીએ.

ડો. હેમલતાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શરીરમાં બીજાં પોષકતત્ત્વોની જેમ પ્રોટીનની ખામી નથી હોતી. આમ છતાં પણ તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઇ રહ્યા છો તો પાચનમાં સમસ્યા થઇ શકે છે. તો બીજી તરફ આ સપ્લિમેન્ટ્સથી શરીરમાં કોઈ ખાસ લાભ નથી થતો.

ડોક્ટર વધુમાં જણાવે છે, શારીરિક પ્રવૃત્તિની સાથે-સાથે ડાયટરી પ્રોટીન પણ લેવું જોઈએ, પરંતુ યાદ રાખો કે આ ડાયટરી પાઉડર તરીક ન હોવું જોઈએ. દરરોજ 300 ગ્રામ દૂધ, પનીર, દાળ, ઈંડાં અને અઠવાડિયાંમાં 700 ગ્રામ મીટ લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી જાય છે.

વધારે પ્રોટીનથી કિડની અને લિવર ડેમેજ થઈ શકે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની માર્ગદર્શિકા અનુસાર, શરીરના દરેક કિલોગ્રામ વજન માટે 0.8થી 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી વધુપડતું પ્રોટીન લે છે, ત્યારે કિડનીને ચોક્કસ અસર થઈ શકે છે. કિડનીમાં પથરી પણ હોઈ શકે છે. ઉચ્ચ પ્રોટીન આહારથી લિવર અને હૃદયના રોગો પણ થઈ શકે છે.

ઉંમર પ્રમાણે દરરોજ આપણા આહારમાં કેટલું પ્રોટીન જરૂરી છે એ ગ્રાફિક પરથી જાણી શકાય છે.

ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે ફૂડ અને સપ્લિમેન્ટ્સનું માર્કેટ વધ્યું છે
ભારતમાં એક નવો શબ્દ પ્રચલિત છે, જેને ન્યુટ્રાસ્યુટિકલ કહેવામાં આવે છે. FSSAI અનુસાર, ન્યુટ્રાસ્યુટિકલ્સ એક એવું ફૂડ છે, જે માત્ર શરીરમાં પોષકતત્ત્વોની ઊણપને જ નથી પૂરું કરતું છે, પરંતુ ઘણી બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

ન્યુટ્રાસ્યુટિકલ્સ ત્રણ પ્રકારના હોય છે. ખોરાક, પીણાં અને ડાયટરી સપ્લિમેન્ટ્સ. રસપ્રદ વાત એ છે કે ભારતમાં 64% ન્યુટ્રાસ્યુટિકલ્સ વિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સના રૂપમાં છે.

પોષકતત્ત્વોના પૂરકનું બજાર કેવી રીતે વધ્યું છે અને એ નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો.

મહિલાઓ અને પુરુષોનાં હેલ્થ ડ્રિન્ક અલગ-અલગ નથી

ડૉ. સુબ્બારાવે જણાવ્યું હતું કે પુરુષો અને સ્ત્રીઓ માટે કોઈ અલગ હેલ્થ ડ્રિંક્સ નથી, એટલે કે પુરુષો પણ મહિલાઓ માટે બનાવેલાં હેલ્થ ડ્રિંકને પી શકે છે અથવા મહિલાઓ પણ પુરુષો માટે બનાવેલાં હેલ્થ ડ્રિંક પી શકે છે.

વાત ફક્ત ને ફક્ત પોષકતત્ત્વોની છે. ઉદાહરણ તરીકે, કોઈપણ સપ્લિમેન્ટમાં આયર્ન, વિટામિન સી, બી9 અને બી12 વધુ હોય છે. આ સાથે પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ પણ પર્યાપ્ત છે, તેથી કંપનીઓ એને મહિલાઓના સ્વાસ્થ્ય સપ્લિમેન્ટ્સના નામે વેચે છે.

આ હેલ્થ ડ્રિન્કમાં ફ્લેવરની પણ કમાલ હોય છે. એવી જ રીતે કેટલાંક હેલ્ધી ડ્રિંક્સમાં કંપનીઓ કહે છે કે એ પ્રિઝર્વેટિવ્સ અને સફેદ ખાંડથી મુક્ત છે. એમાં બીટરૂટ, દેશી ખાંડ (ગોળ), બદામ, કાજુ, સૂકું આદુ, એલચી, મિક્સ કરવામાં આવે છે અને ફોલિક એસિડ હોય છે.

શું વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાથી સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર થાય ?
મોટા ભાગનાં વિટામિન સપ્લિમેન્ટ્સ પોષકતત્ત્વોનાં સપ્લિમેન્ટ્સના નામે જ વેચવામાં આવે છે. શું મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ વન્ડર ડ્રગ છે? શું એનો નિયમિત ઉપયોગ સ્વાસ્થ્ય કરી શકે છે?

એનર્જી બાર સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે કે નહીં?
ડો. હેમલતા જણાવે છે, ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા અથવા કામને કારણે ઉતાવળમાં એનર્જી બાર ખાઈ લે છે, પરંતુ આ હેલ્ધી ડાયટની જગ્યા તો નથી જ લઈ શકતા. આ એનર્જી બારમાં પ્રિઝર્વેટિવ્સ, એડેડ શુગર અને ફ્લેવર મિક્સ હોય છે, જે હેલ્થ માટે સારું માનવામાં નથી આવતું.

સામાન્ય ખોરાકમાંથી પણ પોષકતત્ત્વો મળી શકે છે

લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, હેલ્ધી બ્રેન માટે આયર્ન, આયોડિન અને વિટામિન બી12 જરૂરી છે, જે આપણે આપણા સામાન્ય આહારમાંથી પણ મેળવી શકાય છે.

બેંગલુરુની સેન્ટ જોન્સ મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.અનુરા કુરપડ જણાવે છે, સપ્લિમેન્ટ્સ આપીને સ્માર્ટ બેબી બનાવી શકાતી નથી. સ્વાસ્થ્ય માટે સંતુલિત અને યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે.