• Gujarati News
  • Lifestyle
  • Do Makeup With Ice And Primer In Summer Lock, Learn Smart Tricks Of Summer Makeup From Experts

બ્યુટી ટિપ્સ:ઉનાળામાં બરફ અને પ્રાઇમરથી મેકઅપને કરો લોક, એક્સપર્ટ પાસેથી જાણીએ સમર મેકઅપની સ્માર્ટ ટ્રિક્સ

3 મહિનો પહેલાલેખક: દીક્ષા પ્રિયાદર્શી
  • કૉપી લિંક

ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની સીઝન ચાલી રહી છે. પરંતુ ઉનાળાની ઋતુમાં મેકઅપને લઈને ઘણી પ્રકારની મુશ્કેલી પડે છે. પરંતુ તડકા અથવા તો પરસેવાનાં કારણે મેકઅપ મેલ્ટ થઇ જાય છે. જો તમને પણ આ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો ગભરાવવાની જરૂર નથી બ્યુટી એક્સપર્ટ જૈસમીન ગુપ્તા જણાવે છે કે, મેલ્ટીંગ મેકઅપથી બચવા માટેની ટિપ્સ.

મેકઅપ પહેલાં કરો આ ઉપાય
ઉનાળાની ઋતુમાં લાઈટ મેકઅપ કરો. વધુ પડતો વોટર અને જેલ બેઇઝ પ્રોડક્ટનો ઉપયોગ ના કરો. મેકઅપના 30 મિનિટ પહેલાં રેગ્યુલર સ્કિન કેર રૂટિનને જરૂર ફોલો કરો. બેઝને લોક કરવા માટે બરફને મલમલનાં કપડામાં રાખીને ચહેરા પર લગાવો. જેનાથી પરસેવો ઓછો થશે અને મેકઅપ પણ નહીં જાય.

ફાઉન્ડેશનની જગ્યાએ લગાવો સીસી ક્રીમ
ઉનાળામાં પરસેવાના કારણે ફાઉન્ડેશન ક્રેક થઈને મેલ્ટ થવા લાગે છે. તેથી ફાઉન્ડેશનને બદલે ચહેરા પર સીસી ક્રીમ લગાવો. આ માટે તેને આખા ચહેરા પર સીસી ક્રીમના સ્પોટ્સ કરો અને સ્પોન્જ અથવા બ્લેન્ડરની મદદથી તેને સારી રીતે બ્લેન્ડ કરો.

ઉનાળામાં પ્રાઈમરનો ઉપયોગ કરો
પ્રાઈમર ઉનાળામાં મેકઅપ સેવરની જેમ કામ કરે છે. તે મેકઅપને લોક કરવામાં મદદ કરે છે. જેના કારણે મેકઅપ ફેલાયા વગર લાંબા સમય સુધી રહે છે. તેથી, જો તમે મેકઅપને મેલ્ટ થવાથી બચાવવા માંગતા હોય તો ચોક્કસપણે પ્રાઈમર લગાવો.

સ્પ્રેથી કરો મેકઅપ સેટ
મેકઅપને સેટ કરવાની ટેવ પાડો. મેકઅપને સીલ કરવા માટે સ્પ્રેની મદદ લઇ શકો છો. આ માટે સારા ક્વોલિટીના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. સ્પ્રે પરસેવાનાં કારણે મેકઅપને ફેલાવવાથી બચાવશે. આ સિવાય ત્વચાને હાઈડ્રેટેડ અને મોઈશ્ચરાઇઝ રાખશે.

આઈ મેકઅપનું રાખો ધ્યાન
ઉનાળામાં કાજલ પેન્સિલનો ઉપયોગ કરવાનું ટાળો અને વોટરપ્રૂફ લિક્વિડ લાઇનરનો ઉપયોગ કરો અને તેને બ્લેક આઈશેડોથી લૉક કરો. તે જ સમયે, આંખના મેકઅપને ફેલાતો અટકાવવા માટે પહેલા મેટ આઈશેડો પ્રાઈમરનો ઉપયોગ કરો.