તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૈસુરની 17 વર્ષીય દીપ્તિ ગણપતિ હેગડેએ છઠ્ઠા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં નવભારત નિર્માણ ડોમેનના અંતર્ગત પોતાની ખાસ ડિવાઈસ માટે પ્રથમ સ્થાન મળ્યું. તે આ ફેસ્ટિવલમાં જીતનારી એકમાત્ર મૈસૂરની છોકરી છે. તેણે 25,000ની અમાઉન્ટ મળી. આ ફેસ્ટિવલમાં 45 વર્ષની ઉંમર સુધીના 3000 સહભાગીઓએ ભાગ લીધો હતો. દીપ્તિએ એક એવું ડિવાઈસ ડેવલપ કર્યું જે ગામડામાં રહેતી ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, અને કાર્ડિયાક દર્દીઓનું ધ્યાન રાખવાનું કામ કરશે.
દીપ્તિએ તેને સ્માર્ટ બેન્ડ તરીકે ડેવલપ કર્યું. તેને કાંડાના ઉપરના ભાગ પર પહેરી શકાય છે. તે 10 ડિફરન્ટ પેરામીટર્સને મેજર કરવાનું કામ કરે છે. તેમાં કોરોનાના લક્ષણ જેવા કે બેઝિક બોડી ટેમ્પરેચર, BPM, કફની સમસ્યા વગેરે છે. આ બેન્ડને મોબાઈલ એપથી જોડી ડેટા પ્રાપ્ત કરી શકાય છે. જેને ક્લાઉડ સર્વિસની મદદથી મોકલવામાં આવે છે. જો દર્દીની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે તો તે પરિવારના સભ્ય, મિત્રો, ડૉક્ટર્સ અને એમ્બ્યુલન્સને ઈમર્જન્સી અલર્ટ મોકલે છે. તેનાથી યોગ્ય સમયે દર્દીની સારવાર કરીને તેનો જીવ બચાવી શકાય છે.
દીપ્તિના જણાવ્યા અનુસાર, ગામડામાં રહેતા લોકોને શહેરમાં રહેતા લોકોની તુલનામાં સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ ઘણી ઓછી મળે છે. તેથી તે જરૂરી છે કે ગામડામાં હેલ્થ કેર સિસ્ટમને ડિજિટલાઈઝ્ડ કરવામાં આવે. જે ડિવાઈસ દિપ્તીએ બનાવ્યું છે, તે ઘણા ઓછા ચાર્જ પર ભાડેથી મળી શકે છે. તે ગર્ભવતી મહિલાઓની સંભાળના 8-9 મહિના સુધી તેમની સાથે પણ રહી શકે છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.