• Gujarati News
  • Lifestyle
  • Digestion Will Improve, Weight Loss Will Be Beneficial For Heart Health, Bones Will Also Become Strong

અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા:પાચન સુધરશે, વજન ઘટશે તો હાર્ટના હેલ્થ માટે ફાયદાકારક, હાડકા પણ થશે મજબૂત

12 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. લોકો સ્વસ્થ રહેવા માટે અવનવી વાનગીઓ અને લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે છે. અળસીના બીજ અને ગુંદરના લાડુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બંનેમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગુંદર અને અળસી બંનેનો ઉપયોગ અલગ-અલગ બીમારીના ઈલાજ માટે કરવામાં આવે છે. તો એવું નથી કે, અળસીના બીજ અને ગુંદરને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે અળસી અને ગુંદરમાંથી બનાવેલા લાડુ ખાઈ શકાય છે. અળસી અને ગુંદર બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે, તેથી જો લાડુ બનાવીને ખાવામાં આવે તો શરીરને ફાયદો થશે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અળસી અને ગુંદરના લાડુનું સેવન કરવું જ જોઈએ. ડાયેટિશિયન ડૉ.અન્નુ અગ્રવાલ પાસેથી જાણીએ તેમના ફાયદા વિશે.

અળસી અને ગુંદરના લાડુ ખાવાનાં ફાયદા

પાચનક્રિયામાં સુધારો થાય
અળસીમાં કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વ ભરપૂર પ્રમાણમાં હોય છે તો ગુંદરમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકોએ અળસી અને ગુંદરના લાડુને ડાયટમાં સામેલ કરવા જોઈ. આ લાડુ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. અળસી અને ગુંદરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર ખોરાકને પચાવવાનું કામ કરે છે તો સાથે જ ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. કબજિયાત અને અપચોથી છુટકારો મેળવવા માટે અળસીના બીજ અને ગુંદરના લાડુ એક સાથે ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તે લોકોએ અળસી અને ગુંદરના લાડુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. અળસી અને ગુંદરના લાડુમાં ફાઈબર હોવાને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે ને વધુ ખાવાથી બચી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
અળસી અને ગુંદરમાંથી બનેલા લાડુ પોષણથી ભરપૂર હોય છે. આ લાડુમાંથી તમામ વિટામિન્સ અને મિનરલ્સ પણ મળે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.અળસી અને ગુંદરના લાડુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને ઉધરસમાં રાહત મળે છે.

હાર્ટ માટે પણ ફાયદાકારક
હાર્ટ સ્વસ્થ રાખવા માટે અળસી અને ગુંદરના લાડુ પણ ખાઈ શકો છો. અળસીમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સાથે તે વજન ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ ઓછું કરે છે. અળસી અને ગુંદરથી બનેલા લાડુ પણ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત થશે
અળસી અને ગુંદરના લાડુ ખાવાથી હાડકાં મજબૂત અને સ્ટ્રોંગ થાય છે. અળસી અને ગુંદરના લાડુ ખાવાથી પણ હાડકાંના દુખાવામાં રાહત મળે છે, તેથી વૃદ્ધાવસ્થામાં અળસી અને ગુંદરના લાડુને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઈએ.

અળસી અને ગુંદરના લાડુ બનાવવાની આ રહી રીત....

અળસી અને ગુંદરના લાડુ બનાવવા માટે ખૂબ જ સરળ છે, તમે તેને ઓછા સમયમાં ઘરે બનાવી શકો છો.

  • સૌથી પહેલાં અળસીના બીજને શેકીને પીસી લો.
  • હવે એક પેનમાં ઘી ગરમ કરી લો.
  • તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી શેકો.
  • હવે તેને એક અલગ પ્લેટમાં કાઢી લો અને દેશી ઘીમાં ગુંદર ઉમેરીને તળી લો.
  • ગુંદરને આછો બ્રાઉન થવા દો અને અને પછી તેને પ્લેટમાં કાઢી લો.
  • જ્યારે આ બંને સારી રીતે મિક્સ થઇ જાય પછી તેને પ્લેટમાં કાઢી લો અને તેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને અંદર ગોળ મિક્સ કરી લો.
  • હવે તેમને લાડુનો આકાર આપો.

તો તૈયાર છે અળસી અને ગુંદરના લાડુ